‘જેના પર વીતી હોય તેને જ ખબર પડે’, ગરીબ માણસ પર આવી પડેલી આફતની સ્ટોરી તમારી આંખો ભીંજવી દેશે.

0
678

વીજળી પયડી ….

૭૦ ના દાયકાની વાત છે. સૌરાષ્ટ્ર પંથકનું એક નાનકડું ગામડું અને ગામડામાં થોડા થોડા માણહ રિયે છે. એમ એક નાનું ખોરડું જેમાં ખોરડાનો રખેવાળ અને હાચવનાર એટલે મેપા ભાઈ અને એની ઘરવાણી રુડી અને દીકરી પોતાનું જીવન જીવે છે. આમ તોહ મેપા ભાઈ ખાંડું હાકે છે. (ખાંડું એટલે ગાયું અને ભેંહુ ચારવાનું કામ) હવારે વેલા ઉઠીને ભેંહુ અને ગાયુંનું ધણ ગામ માંથી ભેગું કરી અને જેમાં એની પણ એક ભેંહ લય ને સીમ માં વય જાય છે, અને સાંજે વારુ ટાણે પાછા આવે છે અને આમ પોતાનું જીવન જીવે છે.

એક દિવસ ની વાત છે. મેપા ભાઈ ને આજે ગામ ના ઢોરા ને લય ને સિમ માં નથી જવાનું, કારણકે વરસાદ નું આદર છે અને મેપા ભાઈ ને મન માં થાય છે કે, આજે હું સિમ માં જાયસ ને તોહ ખોટો હેરાન થયસ એટલે આજે નથી જવું અને ઘરે રહે છે. મેપા ભાઈ ની ભેંહ દેકારો કરે છે એટલે ત્યાં રુડી બેન!
ક્યાં ગયા હાંભરો છોવ….. ઓલી ભેંહ … ભામ્ભરે છે એને નીળ પૂરો કરો એટલે બન્ધ થઈ જાય.

હા! હું હમણાં એને નીળ નાખી દવ. ત્યાં રુડી બેન કે છે કે તમે ભેંહ ને ભીમા ભાઈ ની વાડીએ લય જાઓ એટલે યા થોડુંક લીલું ખાય લિયે અને પછી ત્યાંજ બાંધી દયજ.

ના…ના …ના વરસાદ આદર માં છે ને ભેંહ ને યા નથી લય જાવી!

લય જાઓ ને પાછા દેકારો નાખતા……….

આમ મેપા ભાઈ ભેંહ ને ભીમા ભાઈ ની વાડીએ લય જાય છે અને ત્યાં જય ને ભેંહ ને નિળ નાખે છે અને ભેંહ ની હામુ જુવે છે. ભેંહ ને પાણી પાય ને મેપા ભાઈ પાસા ઘરે આવવા માટે નીકળે છે અને અડધે મારગે પોગે ત્યાંતો મોટા મોટા ફોરે વરસાદ પડવા મંડે છે, અને આકાશ માં વીજળી ના ઝબકારા ચાલુ થઈ જાય છે. અને મેપા ભાઈ ને એમ લાગે છે કે, આજે વીજળી મારા માથે ફરે છે અને જાણે હમણાં પડશે એવું લાગે છે, ત્યાં એક મોટો ચમકારો થાય છે અને પછી વરસાદ નો કડાકો થાય છે અને મેપા ભાઈ ને મન માં થાય છે કે, આતો ભીમા ભાઈ ની વાળી બાજુ વીજળી પયડી હોઈ એવું લાગે છે.

ત્યાં ઘાયો ઘા! મેપા ભાઈ પાસા વળે છે અને ભીમા ભાઈ ની વાડીએ પાસે જાય છે, ત્યાં તોહ મેપા ભાઈ ની આખે જે એ જુવે છે ને તેનાથી તોહ એવું લાગે છે કે જાણે વરસાદ ના પાણી કરતા પણ વધારે મેપા ભાઈ ની આખો માંથી આહુણા નીકળે છે. કારણ કે ઓલી વીજળી એનિજ ભેંહ માથે પડેલી હોઈ છે અને બસ હવે ભેંહ નો જીવ જવું જવું છે, ત્યાં મેપા ભાઈ જમીન પર પડી જાય છે. એ જાણે આખી દુનિયા હારી બેઠા હોય એવું કરવા માંડે છે. ને ભેંહ ના માથા પર હાથ મૂકી ને કે છે!

બસ! તારે મારા હાથ ની ખાલી કોરી એક નીળ ખાવાની ની હતી, હજી તોહ હું આય થી હાલ્યો જાવ છું ત્યાં આવું બધું બની ગયું…..!!! બોલતા જાય છે એ માથે વરસાદ પડે છે ભેંહ નો જીવ પણ આકાશ માં ઉડી ને વય ગયો છે. ને મેપા ભાઈ આકાશ હામુ જોય ને બોલે છે કુદરત! એ કુદરત મારે યાજ વ્યાજ લીધું તમે! મેં ક્યાં કોઈનું ભૂંડું કાયરુ છે હે?

આમ કરી ને ઉભા થાય છે અને ઘર બાજુ હાલવા લાગે છે. ઘરે પોગે છે ત્યાં રુડી બેન હામે ઉભા છે ને ક્યેસે! ઓલો વીજળી નો કડાકો તમે સાંભળીયો તો? હા મેં સાંભળીયો તો હજી આટલું બોલે છે ત્યાં મેપા ભાઈ ની આખો મન્ડે છે જીણી થવા અને એની દીકરી પૂછે છે, બાપુ આજે કેમ તમારી આયખ લાલ છે. ત્યાં રુડી બેન ક્યેસે મને કયો શુ થયું છે હે?

ત્યાં મેપા ભાઈ ની આખો માં આહુડા ની ધાર થાય છે. (આ દુઃખ જેની પર વીતી હોઈ ને એજ જાણે હો ભાઈ) ને કહે છે કે આપણી ભેંહ ને હું ભીમા ભાઈ ની વાળીયે બાંધી ને નીકળો, ત્યાં વિજળી પયડી ને આપણી ભેંહ મ રીગઈ! આટલું હામભરી ને …. હે ભગવાન……. એક તોહ ગરીબી ને માથે મોટી બીમારી જેવું થાય છે.

મેપા ભાઈ.. હવે જે થયું તે આપણા નસીબ માં આવું લખ્યું હસે બીજું છું.

ના ના આમાં કોઈ નો વાંક નથી મારો વાંક છે કે, મેં તમને કીધું કે ભેંહ ને ભીમા ભાઈ ની વાળીયે બાંધીયવો!

આટલો દેકારો થિયો એનું કારણ હતું કે મેપા ભાઈ ની રોજી રોટીનું સાધન એ ભેંહ હતી! હવે ભેંહ નથી તોહ ખાવા ના ફાંફા થાય ને ગામ ના ઢોર ને સિમ માં ચરવા માં કા વરે નય એટલે મેપા ભાઈ ગામમાં જાય ને મુખી ને આખી વાત કે છે. અને મુખી ગામ માં વાત કરે છે ને ગામ ના માણસો ને કયે છે કે, બધા મેપા ભાઈ ની મદદ કરજો. ત્યાં ગામ માં એક ખેતી કામ કરતા ભાઈ કે છે કે મારે પાંચ ભેંહુ છે, મેપા ભાઈ તમે એને સીમમા લય જાજો અને હું તમને વેતન આપીશ! બસ આ વાત હામભરીને મેપા ભાઈ રાજી થઈ જાય છે ને ઘરે જય ને બધી વાત કરે છે! અને ઘરે પણ બધા રાજી રાજી થઈ જાય છે.

મેપા ભાઈ ની ભેંહ માથે વીજળી પયડી જાણે મેપા ભાઈ એ વીજળી પાહે થી લોન લીધી હોય ને પછી ભરી ના હોઈ!

આમ આ વાત સાંભળવા અને વાંચવા માં હેલી છે પણ જેના પર આ વીતી હોઈ એને ખબર હોય.

– જીતેન્દ્ર ચાવડા (અમર કથાઓ ગ્રુપ)

(ફોટો : ગૂગલ માંથી)