પૈસાદાર નહીં પણ ગરીબ બનાવે છે આવો રૂપિયો, કારણ ચોક્કસ જાણી લો નહીં તો પસ્તાશો.

0
188

આ રીતે કમાયેલું ધન તમને ઝડપથી ગરીબ બનાવે છે, સાથે જ તમે પાપના ભાગીદાર પણ બનો છો, જાણો કામની વાત.

મહાન અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ અને કુટનિતિજ્ઞ આચાર્ય ચાણક્યએ તેમના નીતિ શાસ્ત્રમાં ધનવાન બનવાની રીતો જણાવી છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે કયા કામોથી બચવું જોઈએ, જે વ્યક્તિને ગરીબ બનાવે છે.

આચાર્ય ચાણક્યએ સુખી અને સફળ જીવન જીવવાની રીતો જણાવી છે. આ સાથે તેમાં માઁ લક્ષ્મીને પ્રસન્ન કરવાની રીત અને ધનવાન બનવાનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આચાર્ય ચાણક્ય તેમના નીતિશાસ્ત્ર ચાણક્ય નીતિમાં કહે છે કે જો ધન કમાવવાની રીત ખોટી હોય, તો ઘણું બધું ધન કમાઈને પણ વ્યક્તને ગરીબ થવામાં સમય નથી લાગતો. આવી વ્યક્તિ જેટલી જલ્દી ધનવાન બને છે, તેટલી જ ઝડપથી તેનું ધન જતું રહે છે અને તે પહેલા કરતા વધુ ગરીબ બની શકે છે. ચાલો જાણીએ કે ચાણક્ય નીતિ પ્રમાણે કયા પ્રકારનું ધન ઝડપથી નષ્ટ થઈ જાય છે.

ઝડપી નાશ પામે છે આવું ધન :

ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે ખોટી રીતે કમાયેલ ધન ખૂબ જ ઝડપથી નાશ પામે છે. ચોરી કરીને, જૂઠું બોલીને, છેતરપિંડી કરીને વ્યક્તિ ચોક્કસ થોડા સમયમાં ધનવાન બની જાય છે, પરંતુ આવું ધન ઝડપથી નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિને ગરીબ બનાવી દે છે. આવું ધન તમને પાપના ભાગીદાર પણ બનાવે છે. આ ધન તમને થોડા સમય માટે સુખ અને આનંદ આપે છે, પરંતુ પછી તે ઘણી સમસ્યાઓનું કારણ પણ બની જાય છે, તેથી ક્યારેય પણ અનૈતિક રીતે ધન ન કમાવો, ન તો ઝડપથી ધનવાન બનવાના કોઈ શોર્ટકટમાં ફસાઈ જાઓ.

દાન-ધર્મ :

આચાર્ય ચાણક્ય પ્રમાણે માઁ લક્ષ્મી એવા લોકો પર જ પ્રસન્ન થાય છે, જે પોતાની આવકનો એક ભાગ જરૂરિયાતમંદ લોકોની મદદ અને દાનમાં ખર્ચ કરે છે. જે લોકો પોતાના ધનનો ખર્ચ ન તો પોતાના પ્રિયજનો પર કરતા હોય છે અને ન તો દાનમાં ઉપયોગ કરતા હોય છે, તેમનું ધન જલ્દી નષ્ટ થઈ જાય છે. આવા પૈસા ધરાવનાર વ્યક્તિ પોતે પણ સુખ નથી ભોગવી શકતો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.