ભારતનું તે મંદિર જ્યાં છે ભગવાન શિવનું ખંડિત ત્રિશુલ, જાણો તેની સાથે જોડાયેલી કથા.
સનાતન ધર્મમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિની પૂજા કરવી પ્રતિબંધિત માનવામાં આવે છે. પણ દેશમાં એક એવું મંદિર પણ છે જ્યાં ન ફક્ત ભગવાન શિવનું ખંડિત ત્રિશુલ રહેલું છે, પણ તેની પૂજા પણ કરવામાં આવે છે. આજના આ લેખમાં આપણે વાત કરીશું એ વિશેષ મંદિરની.
જમ્મુથી લગભગ 120 કી.મી. દુર પટનીટૉપ વિસ્તારમાં આવેલુ ભગવાન શિવનું એક અતિ પ્રાચીન મંદિર છે જેને બધા સુધ મહાદેવના મંદિરના નામથી ઓળખે છે. આ મંદિરની સૌથી વિશેષ વાત અહિયાં રહેલું એક વિશાળ ત્રિશુલ છે, જે ત્રણ અલગ અગલ ભાગમાં વિભાજીત છે અને જમીનમાં દટાયેલું છે. માન્યતા છે કે, તે ભગવાન શિવનું ત્રિશુલ છે અને એ કારણ છે કે લોકો આ ખંડિત ત્રિશુલને પવિત્ર માની તેની પૂજા કરે છે.
કેટલું જુનું છે સુધ મહાદેવનું મંદિર?
આ મંદિર વિષે કહેવામાં આવે છે કે, તે લગભગ 2800 વર્ષ જુનું છે. એવું પણ કહેવામાં આવે છે કે, લગભગ એક શતાબ્દી પહેલા સ્થાનિક નિવાસી રામદાસ મહાજને પોતાના પુત્ર સાથે મળીને આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. આ મંદિરમાં ભગવાન શિવના ખંડિત ત્રિશુલની સાથે સાથે એક અતિ પ્રાચીન શિવલિંગ પણ છે. તે ઉપરાંત અહિયાં ભગવાન શિવના કુટુંબના તમામ સભ્યોની મૂર્તિ પણ છે. સાથે જ ભગવાન શિવની સવારી નંદી મહારાજ પણ અહિયાં બિરાજમાન છે.
કેવી રીતે ખંડિત થયું ભગવાન શિવનું ત્રિશુલ અને શું છે સુધ મહાદેવની કથા?
સુધ મહાદેવમંદિરના નામ અને ભગવાન શિવના ખંડિત ત્રિશુલનો એકબીજા સાથે એક વિશેષ સંબંધ છે જેને લઈને એક કથા જણાવવામાં આવે છે. પુરાણોમાં માતા પાર્વતીનું જન્મ સ્થાન મનતલાઈ જણાવવામાં આવે છે, જે આ મંદિરથી લગભગ 05 કી.મી. ના અંતરે છે.
કહેવામાં આવે છે કે, માતા પાર્વતી અહિયાં આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવા માટે રોજ આવતા હતા. એક દિવસ જયારે તે મંદિરે આવ્યા ત્યારે સુધાન્ત નામનો એક દાનવ પણ આ મંદિરમાં આવ્યો. સુધાન્ત દાનવ હોવા છતાં પણ ભગવાન શિવના ભક્ત હતા અને તે પણ મંદિરમાં પૂજા કરવા આવતા હતા. માતા પાર્વતી તે સમયે ભગવાન શિવની આરાધના કરી રહ્યા હતા એટલા માટે તેમની આંખો બંધ હતી તેથી તે સુધાન્તને જોઈ ન શક્યા. પણ જયારે તેમણે આંખો ખોલી, ત્યારે પોતાની સામે દાનવને ઉભેલા જોઈ તેમની ચીસ નીકળી ગઈ.
ભગવાન શિવ તે સમયે તપસ્યામાં લીન હતા અને માતા પાર્વતીની ચીસ સાંભળીને તેમનું ધ્યાન ભંગ થયું. ભગવાન શિવને લાગ્યું કે, સુધાન્તે માતા પાર્વતી ઉપર હુ મ લો કરો દીધો છે અને તેમણે તેની ઉપર તેમનું ત્રિશુલ ચલાવી દીધું જે સુધાન્તની છા તીમાં ઘુસી ગયુ. થોડી જ ક્ષણોમાં ભગવાન શિવને પોતાની ભૂલનો અનુભવ થયો અને તેમણે સુધાન્તને જીવનદાન આપવા માગ્યું. પણ સુધાન્તે તેમને એવી વિનંતી કરીને જીવનદાનનો અસ્વીકાર કર્યો કે તે પોતાના ઇષ્ટના હાથથી મોક્ષ પ્રાપ્ત કરવા માંગે છે.
ભગવાન શિવે સુધાન્તના નિષ્કપટ મનને જોઈ તેને આશીર્વાદ આપ્યા કે, આજ પછી આ જગ્યાને સુધાન્તના નામથી જ સુધ મહાદેવ તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી ભગવાન શિવે તે ત્રિશુલના ત્રણ ટુકડા કરી દીધા અને તેને ત્યાં જ જમીનમાં દાટી દીધુ. ભગવાન શિવના હાથે જમીનમાં દાટવામાં આવેલુ તે ત્રિશુલ આજે પણ મંદિરમાં જોઈ શકાય છે, જેને લોકો ખંડિત હોવા છતાં પણ પૂજે છે.
સુધાન્ત નાવ ધને લઈને એક બીજી કથાનું વર્ણન પણ મળે છે, જેમાં સુધાન્તને દુ રાચારી પણ માનવામાં આવ્યો છે. બીજી કથા મુજબ સુધાન્તે માતા પાર્વતી ઉપર ખરાબ દ્રષ્ટિ નાખી હતી એટલા માટે જ ભગવાન શિવે તેનો વ ધકરી દીધો હતો.
આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.