સુખ અને સંપત્તિના કારક શુક્રદેવ થશે માર્ગી, આ 4 રાશિઓ પર છે તેમની કૃપા દ્રષ્ટિ.

0
804

શુક્ર ગ્રહ જલ્દી જ બદલશે પોતાની ચાલ, આ રાશિના લોકો માટે બનશે ધન લાભના યોગ.

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં કોઈપણ ગ્રહના રાશિ પરિવર્તન અથવા માર્ગી થવાની અસર મેષથી મીન સુધીની રાશિ પર પડે છે. ધન, વૈભવ અને સંપત્તિ વગેરેના કારક શુક્રદેવ 29 જાન્યુઆરી, 2022 ના રોજ માર્ગી થઇ ગયા છે. વૈદિક જ્યોતિષમાં શુક્રને શુભ માનવામાં આવે છે. શુક્રના પ્રભાવથી વ્યક્તિને ભૌતિક, શારીરિક અને લગ્નજીવનનું સુખ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહની વક્ર ગતિ એટલે ઊંધી ચાલ અને માર્ગીનો અર્થ સીધી ચાલ થાય છે, જાણો કઈ રાશિઓને શુક્રની માર્ગી ચાલનો લાભ મળશે.

મેષ રાશિ – શુક્રદેવ તમારી રાશિના નવમા ભાવમાં વિરાજે છે. આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળશે. જો તમારું કોઈ સરકારી કામ અટવાયું હોય તો તે આ સમય દરમિયાન પૂરું થવાની શક્યતા છે. તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. આર્થિક રીતે મજબૂત રહેશો.

મિથુન રાશિ – શુક્ર ગ્રહ તમારી રાશિના સાતમા સ્થાન એટલે કે તમારા લગ્ન જીવનમાં માર્ગી થઇ રહ્યા છે. તેથી આ સમયગાળા દરમિયાન તમારું લગ્નજીવન સુખદ રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં તમને લાભ થવાના યોગ બનશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

વૃશ્ચિક રાશિ – શુક્ર તમારી રાશિમાં બીજા ભાવમાં એટલે કે ધન ભાવમાં માર્ગી થયા છે. આ દરમિયાન તમને ધન લાભનો યોગ બનશે. ક્યાંક અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. જો કે આ સમય દરમિયાન તમારે તમારી વાણી પર સંયમ રાખવાની જરૂર છે.

મીન રાશિ – શુક્ર તમારી રાશિના દશમા એટલે કે કર્મ ભાવમાં માર્ગી થયા છે. વેપારમાં તમને લાભ થવાની શક્યતા છે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. નોકરીમાં પ્રગતિની તક મળશે. ઓફિસમાં તમારી પ્રશંસા થઈ શકે છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.