સુખ વૈભવ આપવા વાળા શુક્ર ગ્રહ થશે માર્ગી, જાણો કઈ રાશિ વાળાના શરુ થશે સારા દિવસ.

0
1184

શુક્ર માર્ગી 2022 : આ તારીખે શુક્ર માર્ગી થશે જેની દરેક રાશિ પર થશે શુભ અથવા અશુભ અસર, વાંચો રાશિફળ.

મહાન ગ્રહ શુક્ર ધનુ રાશિ ઉપર ભ્રમણ કરતા કરતા 29 જાન્યુઆરીની બપોરે 2 વાગીને 13 મિનીટ ઉપર માર્ગી થઈ રહ્યા છે. આ અવસ્થામાં ભ્રમણ કરતા તે 27 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગીને 13 મિનીટ ઉપર મકર રાશિમાં પ્રવેશ કરી જશે. જે લોકોની જન્મ કુંડળીમાં શુક્ર શુભ ભાવમાં ભ્રમણ કરી રહ્યા હશે તેમના માટે વધુ શુભ સમાચાર છે. અને શુક્ર જેના અશુભ ભાવમાં ભ્રમણ કરી રહ્યા હશે તેમને ફળ મળવામાં થોડો વધુ સમય લાગશે. શુક્રના માર્ગી થવાની બીજી રાશિઓ ઉપર કેવી અસર પડશે તેનું જ્યોતિષીય વિશ્લેષણ જાણીએ.

મેષ રાશિ : રાશિના નવમાં ભાગ્ય ભાવમાં માર્ગી શુક્રની શુભ અસર સ્વરૂપે તમારો આર્થિક પક્ષ મજબુત થશે. ઘણા દિવસોથી આપવામાં આવેલું ધન પણ પાછું મળવાની આશા છે. ધર્મ અને આધ્યાત્મ પ્રત્યે વધુ રૂચી રહેશે. કુટુંબમાં માંગલિક કાર્યોનો શુભ પ્રસંગ આવશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ અથવા નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયત્ન પણ સફળ થશે. તમારા ગુસ્સાને નિયંત્રિત કરીને આગળ વધો.

વૃષભ રાશિ : રાશિના આઠમાં ભાવમાં માર્ગી શુક્રની અસર સારા પરિણામ અપાવશે અને માન સન્માનની વૃદ્ધિ થશે. સામાજિક પદપ્રતિષ્ઠા પણ વધશે પણ આરોગ્ય પ્રત્યે ચિંતનશીલ રહેવું પડશે. કાર્યક્ષેત્રમાં પણ ષડ્યંત્રનો ભોગ બનવાથી ચેતો. દાંપત્ય જીવનમાં કડવાશ ઉભી ન થવા દેશો. પ્રેમ સંબંધી બાબતોમાં ઉદાસીનતા રહેશે. તમારી રણનીતિઓ અને યોજનાઓને ખાનગી રાખીને આગળ વધો.

મિથુન રાશિ : રાશિના સાતમાં દાંપત્ય ભાવમાં માર્ગી શુક્ર તમને સારી સફળતા અપાવશે. શાસનસત્તાનો પૂરો સહકાર મળશે. લગ્નની વાત સફળ રહેશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા વાળા વિદ્યાથીઓ માટે પણ સમય ઘણો અનુકુળ રહેશે, થોડી પણ મહેનત કરશો તો સફળતાની સંભાવના સર્વાધિક રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોમાં પ્રતીક્ષિત કાર્ય પુરા થશે. સાસરી પક્ષ તરફથી પણ સહકારના યોગ છે.

કર્ક રાશિ : રાશિના છઠ્ઠા શત્રુ ભાવમાં ભ્રમણ કરતા શુક્રની અસર ઘણી ઉતાર ચડાવ વાળી રહેશે. છુપા દુશ્મનો સક્રિય થશે. કોર્ટ કચેરીની બાબતમાં પણ ખુબ સમજી વિચારીને નિર્ણય લેવાનો રહેશે. તમારા પોતાના લોકો જ તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરી શકે છે. સાવચેત રહો. આ સમયગાળામાં કોઈને પણ વધુ પૈસા ઉધાર તરીકે ન આપો નહિ તો આર્થિક નુકશાનનો સામનો કરવો પડશે.

સિંહ રાશિ : રાશિના પાંચમાં વિદ્યા ભાવમાં માર્ગી શુક્રની અસર ઉત્તમ સફળતા અપાવવા વાળી રહેશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા વાળા વિદ્યાર્થીઓને ખુબ સફળતા મળશે. સંતાનની ફરજની પૂર્તિ થશે. નવદંપતી માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવના પણ યોગ છે. પ્રેમ સંબંધીત બાબતોમાં મજબુતી આવશે. પ્રેમ લગ્ન પણ કરવા માંગો છો તો સમય અનુકુળ રહેશે.

કન્યા રાશિ : રાશિના ચોથા સુખ ભાવમાં માર્ગી શુક્રની શુભ અસર સુખદ પરિણામ અપાવનારી રહેશે. મિત્રો અને સંબંધીઓ પાસેથી સુખદ સમાચાર પ્રાપ્તિના યોગ છે. મકાન અથવા વાહનની પણ ખરીદી કરવા માંગો છો તો સમય અનુકુળ રહેશે. વિદેશી નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયત્ન સફળ રહેશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં કોઈ પણ સરકારી ટેન્ડરની અરજી કરવા માંગો છો તો સમય અનુકુળ છે.

તુલા રાશિ : રાશિના ત્રીજા પરાક્રમ ભાવમાં માર્ગી શુક્રની શુભ અસર સ્વરૂપ વિચારેલી તમામ રણનીતિઓ સફળ સિદ્ધ થશે. અનાથાલય વગેરેમાં આગળ વધીને ભાગ લેશો અને દાન પુણ્ય પણ કરશો. લેવામાં આવેલા નિર્ણય અને કરવામાં આવેલા કામની પ્રશંસા થશે. ધર્મ અને આદ્યાત્મ પ્રત્યે રૂચી વધશે. યાત્રાનો લાભ મળશે. સંતાન સંબંધી ચિંતા દુર થશે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિના પણ યોગ છે.

વૃશ્ચિક રાશિ : રાશિના બીજા ધન ભાવમાં માર્ગી શુક્ર તમારો આર્થિક પક્ષ મજબુત કરશે. કુટુંબમાં વિવાદિત બાબતોનો ઉકેલ આવશે. જમીન સંપત્તિ સાથે જોડાયેલી બાબતોનો પણ ઉકેલ આવશે. તમારી વાણી ઉપર નિયંત્રણ રાખીને કામ કરશો તો વધુ સફળતા મળશે. આ સમયગાળાની વચ્ચે કોઈને પણ વધુ ધન ઉધાર તરીકે ન આપો નહી તો આપવામાં આવેલું ધન સમયસર નહિ મળે. આકસ્મિક ધન પ્રાપ્તિના પણ યોગ છે.

ધનુ રાશિ : તમારી રાશિમાં ભ્રમણ કરતા શુક્રની શુભ અસર તમારામાં સાહસ અને ઉર્જા શક્તિમાં વધારો કરશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા વાળા વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ રહેશે. કોઈ પણ પ્રકારની સરકારી સર્વિસ માટે અરજી કરવાની હોય અથવા વિદેશી કંપનીઓમાં નોકરી માટે પ્રયત્ન કરવાના હોય તો સફળતાની સંભાવના સર્વાધિક રહેશે. શાસન સત્તાનો પૂરો સહકાર મળશે.

મકર રાશિ : રાશિના બારમાં હાની ભાવમાં માર્ગી શુક્ર ભોગવિલાસની વસ્તુઓની ખરીદી અને હરવા ફરવા ઉપર વધુ ખર્ચ કરાવશે. એક વખત જે નક્કી કરી લેશો તે પૂરું કરીને જ છોડશો. મિત્રો અને સંબંધીઓ પાસેથી અશુભ સમાચાર પ્રાપ્તિના યોગ છે. દાંપત્ય જીવનમાં પણ કડવાશ ઉભી થવા ન દેશો. જમીન સંપત્તિ સાથે જોડાયેલા કેસનો ઉકેલ આવશે. વાહનની ખરીદી કરવા માંગો છો તો તે દ્રષ્ટિએ પણ ગ્રહ ભ્રમણ અનુકુળ રહેશે.

કુંભ રાશિ : રાશિના એકાદશ લાભ ભાવમાં માર્ગી શુક્રના અશુભ પ્રભાવ સ્વરૂપ તમારા બગડેલા કામ સુધરશે. આવકના સાધન વધશે. કુટુંબના વડીલ સભ્યો અને મોટા ભાઈઓ સાથે પણ સહયોગના યોગ છે. પ્રેમ સંબંધી બાબતોમાં મજબુતી આવશે. સમાજમાં બધા લોકો સાથે સંબંધ સુધરશે. સામાજિક પદ પ્રતિષ્ઠા તો વધશે જ, ચૂંટણીમાં ભાગ્ય અજમાવવા માંગો છો તો તે દ્રષ્ટિએ પણ ગ્રહ ભમણ અનુકુળ રહેશે.

મીન રાશિ : રાશિના દશમાં કર્મ ગૃહમાં માર્ગી શુક્ર કામ ધંધામાં પ્રગતિ કરાવશે. કોઈ પણ મોટામાં મોટા કામ શરુ કરવા હોય અથવા કોઈ નવા કરાર ઉપર હસ્તાક્ષર કરવાના હોય તો તે દ્રષ્ટિને પણ ગ્રહ ભ્રમણ અનુકુળ રહેશે. વિદેશી મિત્રો અને સંબંધીઓના સહકારનો યોગ. જમીન સંપત્તિ સંબંધી બાબતોનો ઉકેલ આવશે. વિદેશ પ્રવાસ અથવા વિદેશી નાગરિકતા માટે પ્રયત્ન કરવા માગો છો તો સમય અનુકુળ રહેશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.