સુખી આત્મા કોણ છે? આ લેખ દ્વારા સમજો કઈ રીતે સુખી આત્મા બની શકાય છે.

0
515

સુખી આત્મા :

લેહ જતાં માર્ગમાં આવતા એક નાનકડા ગામમાં આવેલ બૌદ્ધ મઠમાં આ લખાણ વાંચવા મળે છે, જે સમજવું સરળ નથી, પરંતુ જો એ આચરવામાં આવે તો જીવન સમૂળગું બદલાઈ જશે એ નક્કી!

સુખી આત્મા કોણ છે?

૧) સુખી આત્મા એ છે જે અન્યને બદલવાનો પ્રયત્ન કરતો નથી, પણ પોતે પોતાની જાતને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

૨) સુખી આત્મા એ છે જે અન્યોને તેઓ જેવા છે તેવા સ્વીકારે છે.

૩) સુખી આત્મા એ છે જે સમજે છે કે દરેક જણ પોતપોતાની દ્રષ્ટિએ સાચું હોય છે.

૪) સુખી આત્મા એ છે જે જતું કરતા શીખે છે.

૫) સુખી આત્મા એ છે જે દરેક સંબંધ માંથી અપેક્ષા છોડી દે છે અને જે માત્ર આપવાની ભાવનાથી આપે છે.

૬) સુખી આત્મા એ છે જે સમજે છે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ તે આપણી પોતાની શાંતિ ખાતર કરીએ છીએ.

૭) સુખી આત્મા એ છે જે દુનિયા સમક્ષ પોતે કેટલો/કેટલી બુદ્ધિશાળી છે એ સાબિત કરવાનું છોડી દે છે.

૮) સુખી આત્મા એ છે જે અન્યો પાસેથી સ્વીકૃતિ યાચતો નથી.

૯) સુખી આત્મા એ છે જે અન્યો સાથે સરખામણી કરતો નથી.

૧૦) સુખી આત્મા એ છે જે પોતાની જાતથી સંતુષ્ટ, ખુશ છે.

૧૧) સુખી આત્મા એ છે જે જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ભેદ સમજે છે અને ઈચ્છાઓ ત્યાગી શકે છે.

૧૨) સુખી આત્મા એ છે જે સુખને ભૌતિક વસ્તુઓ સાથે સાંકળવાનું છોડી દે છે.

દરેકને સુખી આત્મા તરીકેનું જીવન પ્રાપ્ત થાઓ!

ઝળકતા રહો અને વિકસતા રહો!

(ઇન્ટરનેટ પરથી)