“સુખનું સાચું સરનામું” – આ સ્ટોરી દ્વારા જાણો આપણે સુખની શોધમાં કઈ ભૂલ કરી રહ્યા છીએ?

0
859

વર્ષો પહેલાની વાત છે. અરબસ્તાનમાં રાબીયા બસરી નામના સુફી સંત થઇ ગયા. રાબીયાજી નાના એવા ગામમાં ગામથી થોડે દુર એક સામાન્ય ઝુંપડા માં રહેતા હતા. એ સમયે ઇલેટ્રીસીટીની શોધ થયેલી ન હતી માટે રાત્રીના સમયે જો કોઇ અગત્યનું કામ હોય તો લોકો ગામના ચોગાનમાં રાખેલી મશાલના અજવાળામાં પોતાનું કામ આટોપતા.

એક દિવસ સાંજના સમયે મશાલના અજવાળામાં રાબિયાજી કંઇક શોધતા હતા. ત્યાથી થોડા યુવાનો પસાર થયા એમણે જોયું કે રાબિયાજી કંઇક શોધી રહ્યા છે. આથી મદદ કરવાની ભાવનાથી યુવાનોએ રાબિયાજીને પુછ્યુ, ”આપ શું શોધો છો? આપનું કંઇ ખોવાયું છે? શું અમે આપને મદદ કરીએ?”

રાબિયાજી એ કહ્યુ, ”બેટા મારી કપડા સાંધવાની સોઇ ખોવાઇ છે એ શોધુ છુ…આપ મને મદદ કરશો તો હું આપ બધાની આભારી રહીશ.” બધા યુવાનો સોઇ શોધવા લાગ્યા.

થોડા સમય સુધી પ્રયત્ન કરવા છતા સોય ન મળી ત્યારે યુવાનોએ રાબિયાજીને પુછ્યુ કે, ”આપની સોઇ ખોવાઇ છે ક્યા એ તો કહો?” ત્યારે રાબિયાજીએ ગામથી દુર રહેલી પોતાની ઝુંપડી તરફ હાથ ચિંધીને કહ્યુ કે, “સોઇ તો મારી ઝુંપડીમાં ખોવાઇ છે. પરંતું ઝુપડામાં અંધારુ છે અને અહિ સરસ અજવાળું છે માટે અહિયા શોધું છું.”

યુવાનો પેટ પકડીને હસવા લાગ્યા. યુવાનોને હસતા જોઇને રાબિયાજીએ એનું કારણ પુછ્યુ ત્યારે યુવાનોએ હસતા હસતા જ કહ્યુ કે, તમે પણ કેવી મુર્ખા જેવી વાત કરો છો. સોઇ જ્યાં ખોવાઇ હોય ત્યાં જ મળે, પછી ભલે ત્યા અંધારું હોય. જ્યાં ખોવાય જ નથી ત્યા આ મશાલ નહી, સુર્યપ્રકાશ હોય તો પણ ન મળે.

આ સાંભળતા જ રાબિયાજીએ કહ્યુ કે, હું એકલી ક્યા મુર્ખી છું?

આખી દુનિયા પણ મુર્ખી જ છે ને?

બધાનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઇ જુદી જગ્યાએ અને શોધે છે કોઇ જુદી જગ્યાએ.

આપણું સાચું સુખ, શાંતિ કે આનંદ માત્ર અને માત્ર પરિવાર અને મિત્રો સાથેના મજબુત સંબંધોમાં ખોવાયુ છે અને આપણે એને શોધીએ છીએ પદ, પૈસા અને પ્રતિષ્ઠાના ઝગમગાટમાં.

– સાભાર રઘુવંશી હીત રાયચુરા (અમર કથાઓ ગૃપ)