સૂર્યના ગોચરથી ગુરુ-સૂર્યની બનશે જોડી, અમુક રાશિઓ માટે તે ઘણું ફાયદાકારક રહેશે, જાણો તે રાશિઓ કઈ છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે. અને ગુરુ વર્ષમાં એકવાર રાશિ બદલે છે. આ સમયે ગુરુ પોતાની રાશિ મીનમાં છે. બીજી તરફ 15 માર્ચની સવારે સૂર્ય ગોચર કરશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે, ગુરુની મીન રાશિમાં સૂર્ય અને ગુરુનો સંયોગ થશે. સૂર્ય-ગુરુનો યુતિ (જોડી) તમામ રાશિના લોકો પર મોટી અસર કરશે. બીજી તરફ, કેટલીક રાશિઓ માટે, સૂર્યના ગોચરથી બનેલી આ યુતિ ખૂબ જ શુભ પરિણામ આપશે.
સૂર્ય ગોચર 2023 તારીખ અને સમય :
જ્યોતિષીય ગણતરી મુજબ ગ્રહોનો રાજા સૂર્ય 15 માર્ચે સવારે 6:58 કલાકે કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય 14 એપ્રિલ, 2023 સુધી મીન રાશિમાં રહેશે અને તે પછી તે મેષ રાશિમાં ગોચર કરશે.
આ રાશિના લોકોને સૂર્ય ગોચરથી મજબૂત લાભ મળશે.
વૃષભ : વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ખૂબ જ શુભ રહેશે. આર્થિક લાભની તકો રહેશે. તમને મોટી પ્રગતિ મળી શકે છે. પ્રમોશન થઈ શકે છે અથવા નવી નોકરીમાં જોડાઈ શકો છો. રોકાણથી લાભ થશે. જુના પૈસા મળી શકે છે. નવું મકાન-કાર ખરીદી શકો છો.
વૃશ્ચિક : સૂર્યના ગોચરથી બનેલો સૂર્ય-ગુરુનો સંયોગ વૃશ્ચિક રાશિના લોકોને ઘણો ફાયદો કરાવશે. આ લોકોને તેમની કારકિર્દીમાં પ્રગતિ થવાની સંભાવના છે. ધનલાભ થશે, આવક વધશે. ખાસ કરીને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. પરીક્ષા-સ્પર્ધામાં સફળતા મળશે.
કુંભ : સૂર્ય ગોચર કુંભ રાશિના લોકોને એક મહિના સુધી ઘણો લાભ આપશે. તમે પોતાની વાણીના બળ પર કામ પુરા કરશો. કુંવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. જૂની સમસ્યાઓ દૂર થશે.
મીન : સૂર્યનું રાશિ પરિવર્તન મીન રાશિના લોકો માટે પણ ખૂબ જ શુભ છે. કાર્યક્ષેત્રમાં તમને મોટી સફળતા મળી શકે છે. પ્રગતિ થવાની સંભાવના છે. લોકો તમારા કામની પ્રશંસા કરશે. આવકમાં વધારો થશે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.