સૂર્ય રાશિ પરિવર્તન ડિસેમ્બર 2021 : આ તારીખે સૂર્ય કરી રહ્યા છે રાશિ પરિવર્તન, આ 4 રાશિ વાળા રહે સાવચેત.

0
795

સૂર્યના ધનુ રાશિમાં પ્રવેશ કરવાથી આ રાશિઓ રહેવું સાવધાન, કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે માથાકૂટ

સૂર્ય દેવને રાશિ પરિવર્તનમાં લગભગ એક મહિનાનો સમય લાગે છે, સૂર્યનો આત્મા અગ્નિ તત્વ રાશિઓમાં ઉચ્ચ હોય છે. સૂર્ય હજુ વૃષભ રાશિમાં છે, જે મંગળ ગ્રહ દ્વારા સાશિત જળની રાશિ છે. અને સૂર્યનું ભ્રમણ અગ્નિ રાશિ ધનમાં થઇ રહ્યું છે. આ ભ્રમણ દરમિયાન અતિત ના તમામ પ્રયત્નોને સફળતા અને માન્યતા પણ પ્રાપ્ત થશે.

સુર્ય દેવ 16 ડિસેમ્બર 2021ના રોજ સવારે 3 વાગીને 28 મીનીટે વૃશ્ચિક રાશિ માંથી નીકળીને ધનું રાશિમાં ભ્રમણ કરશે. આ રાશિમાં સૂર્ય દેવ 14 જાન્યુઆરી 2022 બપોરે 29 મિનીટ સુધી રહેશે. સૂર્યના ધનુંમાં જવાથી બુધાદીત્ય યોગ બનશે, જે કેટલીક રાશિઓ માટે શુભ છે, પણ 4 રાશિઓના જીવનમાં સૂર્ય દેવની ચાલમાં થઇ રહેલા પરિવર્તન ઉથલ પાથલ મચાવશે. આ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. આવો જણાવીએ આ રાશિ વિષે.

(1) મિથુન : આ રાશિના લોકો માટે સૂર્ય ત્રીજા ગૃહના સ્વામી છે, જે સપ્તમ ગૃહમાં રહેશે. આ ભ્રમણ કાળમાં તમે ઉર્જાથી ભરેલા રહેશો, પણ ક્યારે ક્યારે ગુસ્સો તમારી ઉપર છવાયેલો રહેશે. તેનાથી તમારા સુધરતા કામને અસર થઇ શકે છે. તમે તમારા સેન્સ ઓફ હ્યુમરથી બીજાને અસર કરવામાં સફળ થશો. દાંપત્ય જીવન સારું પસાર થશે, પણ કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારે થોડી માથાકૂટ થઇ શકે છે, જેથી તમને દુર રહેવાની સલાહ આપવામાં આવે છે.

(2) કન્યા : કન્યા રાશિના લોકો માટે 12 માં ગૃહના સ્વામી સૂર્ય ચોથા ગૃહમાં રહેશે. આ ભ્રમણ દરમિયાન તમે આકસ્મિક ઘટનાઓથી ઘેરાયેલા રહી શકો છો. તમે ક્યારે ક્યારે હદથી વધુ ભાવુક અને સરળતાથી નારાજ પણ થઇ શકો છો. ખુબ વધુ માનસિક તનાવ લઇ શકો છો, જેના માટે તમારે પોતાને શાંત કરવા માટે ધ્યાનને તમારી જીવનશૈલીમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. તે સમય દરમિયાન તમારી માં સાથે તમારે ઝગડો પણ થઇ શકે છે. પણ તમને તેનાથી દુર રહેવાની સલાહ આપવામાં આવે છે.

(3) વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના લોકો માટે દશમ ગૃહના સ્વામી સૂર્ય દ્વિતીય ગૃહમાં બિરાજમાન રહેશે. તમે તમારા ધંધાથી સારી આવક મેળવવામાં પણ સફળ થશો. પણ તમે કોઈ ખોટા રસ્તા અપનાવી શકો છો. તેનાથી તમને બચવાની સલાહ આપવામાં આવે છે. સરકારી નીતિઓથી તમને લાભ મળશે અને તમને પિતૃક સંપત્તિથી પણ લાભ મળવાની સંભાવના છે.

(4) મકર : મકર રાશિના લોકો માટે આઠમાં ગૃહના સ્વામી સૂર્ય બારમાં ગૃહમાં ભ્રમણ કરશે. આ ભ્રમણ દરમિયાન તમારે ખર્ચ તમારી આવકથી વધુ રહેશે. કેમ કે તમારે તમારા આરોગ્ય ઉપર થોડું વધુ ખર્ચ કરવો પડશે. તમે આ સમયે તમારા પૈસા દાનમાં આપવાનો પણ વિચાર કરી શકો છો. આ સમય તમારું ધાર્મિક કામગીરીઓ પ્રત્યે પણ રસ વધશે અને આ સમયે પણ ખુલીને તમે તમારા પૈસા ખર્ચ કરશો.