સરળ નથી .
એમ કઈ સાગર ને ,તરવું સરળ નથી ,
બોલાય છે ,પરંતુ ,મરવું સરળ નથી .
ઝાંઝવા ના જળ તો છે ભ્રમ ,ફરેબ છે ,
આકાશ કુસુમ ,હસ્તગત કરવું ,સરળ નથી .
ભલે થતી ,સદાબહાર જીવનો ,ની વાત ,
કરમાયા વગર ,ડાળ થી ખરવું ,સરળ નથી .
હા ,કંઈક વીરલાઓ ,એ કરી ગયા છે પણ ,
કંટક ભરેલ પથ માં , વિહરવું ,સરળ નથી .
માણસ તણું એ કામ નહિ,ભ્રમર તો ભ્રમર છે,
કમલિની ની જેલ માં રહેવું ,સરળ નથી .
અદ્વેષ,અનાસક્તિ,અનન્ય ભક્તિ ને ફળ-ત્યાગ,
થી જ મળે , ઈશ નું મળવું સરળ નથી .
હા,વાલિયો વાલ્મિકબન્યો’મરા મરા’બોલીને,
પણ ,દરેક ઉલ્ટા કર્મ નું ,ફળવું સરળ નથી .
ઓમપ્રકાશ વોરા ,અમદાવાદ.