કર્યા કરી :
અમે ય, જીવન આખું, હિમાકત કર્યા કરી,
ફટકિયાં મોતીઓ ની, હિફાજત કર્યા કરી.
ફૂલો સુધી તો ક્યારેયે,પહોંચી શક્યા નહીં,
કાંટાઓ વીણવાની, કવાયત કર્યા કરી.
જમાના ના રસૂલો ને, સમજ્યા નહીં અમે,
એની જ સામે પાછી, બગાવત કર્યા કરી.
‘થાય તેવા થાઓ’ એ ફાવ્યું નહીં અમને,
લોકો એ ‘ફાવે તેવી’ જહાલત કર્યા કરી.
નવા નવા તહોમતો નો, સામનો કર્યો,
‘ન કરેલ’ ગુનાહો ની, જમાનત ભર્યા કરી.
દોસ્તી ની માટે તો, અમે ઝંખતા રહ્યા,
દોસ્તો એ, કિંતુ, માત્ર, અદાવત કર્યા કરી.
‘સાંભળજો એનાથી’ લોકો એ કહયું પણ,
અમે તો એમની જ, વકાલત કર્યા કરી.
હર એક લાગણી ને, કુચલતું રહયું જગત,
અરમાનો ની અમે ય, શહાદત કર્યા કરી.
જિંદગી ને અંતે, આવી ને ઉભા એમાં,
અમે યાદ દમ-બદમ, જે અદાલત કર્યા કરી.
કર ફેંસલો, ખુદા, અમે સાંચુ કર્યું કે ખોટું?
ખિદમત ન કરી તારી, શરાફત કર્યા કરી.
બંદગી-ઈબાદત કઈ એ કર્યું નહીં,
મારા ઉપર તેં, તોય, ઇનાયત કર્યા કરી.
– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ.