20 જાન્યુઆરી 2022 અંક જ્યોતિષ, સૂર્ય અને મંગળનો સહયોગ છે, નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે

0
653

આજનું અંકફળ, 20 જાન્યુઆરી 2022 : 20 નો સંયુક્ત અંક ચંદ્ર સાથે જોડાયેલ ખૂબ જ શુભ અને રચનાત્મક અંક છે. તે કલા અને ફિલ્મનો કારક છે. આ સિંગલ ડિજિટ 02 જેવું કામ કરશે. 02 નો સ્વામી ચંદ્ર છે. 20-01-2022 નો ભાગ્ય અંક 09 રહેશે. 09 નો સ્વામી ગ્રહ મંગળ છે. ચંદ્ર, મંગળ, સૂર્ય અને ગુરુ એકબીજાના શ્રેષ્ઠ મિત્રો છે. અંક 02 ના મિત્ર અંક 1, 3 અને 9 છે. 09 અંકનો સ્વામી મંગળ સેના, હિંમત, વ્યવસ્થાપક જ્ઞાન, ધર્મ, આત્મબળ અને ધૈર્યનો પ્રતીક છે. તમારા જન્મ અંક અનુસાર તમારું અંકફળ જોઈ શકો છો.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – સૂર્ય અને મંગળનો સહયોગ છે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે. 01 અને 09 અંકની વ્યક્તિ તમને વેપારમાં નફો અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – પેટના રોગથી પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – નોકરીમાં પ્રગતિને લઈને ખુશી રહેશે. જન્મ અંક 09 ની વ્યક્તિ વ્યવસાયમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – નોકરી માટે આજનો દિવસ પ્રગતિનો છે. વેપારમાં નવા કાર્યની શરૂઆત થવાના સંકેત છે.

સ્વાસ્થ્ય – ત્વચા સંબંધી વિકૃતિઓ પરેશાન કરી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – આજનો લકી નંબર 09 છે. વ્યવસાયિક સોદાના કારણે વેપારમાં લાભ થવાના સંકેત છે. નોકરીમાં અંક 04 અને 09 ના ઉચ્ચ અધિકારીઓથી લાભ થશે.

સ્વાસ્થ્ય – કફજન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્ય સુધારવા માટે હનુમાનબાહુકનો પાઠ કરો.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 09 ના વ્યક્તિ તરફથી તમને વેપારમાં લાભ મળશે. નોકરીમાં જન્મ અંક 02 ના ઉચ્ચ અધિકારીઓનો સહયોગ છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્યને લઈને ખુશ રહેશો.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – આજે વેપારમાં પ્રગતિ થાય. ભાગ્ય અંક 09 ના સ્વામી મંગળનો સહયોગ રહેશે. મંગળ અને ચંદ્ર તમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાં પ્રમોશનની તક આપશે.

સ્વાસ્થ્ય – શુગરના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – અંક સ્વામી કેતુ અને ભાગ્યસ્વામી મંગળ બિઝનેસમાં મોટી સફળતા અપાવી શકે છે. નોકરીમાં તમે નવી જવાબદારીઓ તરફ આગળ વધી શકો છો.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્યમાં શ્વાસના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – આજનો ભાગ્ય સ્વામી મંગળ છે. આ અંકનો સ્વામી શનિ છે. વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. ચંદ્ર અને મંગળ નોકરીમાં પ્રગતિ આપી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – ચંદ્ર અને મંગળ વેપારને નવી દિશા આપશે. નોકરીમાં ભાગ્ય સ્વામી મંગળ અને આજનો અંક સ્વામી ચંદ્રનો સહયોગ છે. નોકરીમાં ચંદ્ર અને મંગળ અંક 09 ના ઉચ્ચ અધિકારીઓની મદદથી પ્રમોશનનો માર્ગ મોકળો કરી શકે છે.

સ્વાસ્થ્ય – ચંદ્ર અને મંગળ કફજન્ય વિકારોની સંભાવના આપી શકે છે. ધાબળાનું દાન કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.