16 નવેમ્બરે થવાનું છે સૂર્ય ગોચર, જાણો કઈ રાશિવાળાના ચમકશે નસીબ.

0
992

સૂર્યનું વૃશ્ચિક રાશિમાં થશે ગોચર, પણ દરેક રાશિ પર પડશે તેની અસર, જાણો તમારી રાશિ માટે તે સારું રહેશે કે ખરાબ.

ગોચરનો અર્થ થાય છે ગમન કરવું એટલે કે ચાલવું. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ વસ્તુ ગતિમાં હોય ત્યારે તેને ગોચર કહેવામાં આવે છે. તેને વધુ વિગતવાર સમજીએ તો ગોચર શબ્દમાં ‘ગો’ નો અર્થ થાય છે તારો જેને તમે નક્ષત્ર અથવા ગ્રહ તરીકે સમજી શકો છો અને ‘ચર’ શબ્દનો અર્થ થાય છે ચાલવું. આવી સ્થિતિમાં આ બંનેને ભેગા કરવા પર આ શબ્દનો અર્થ થાય છે ગ્રહોનું ચાલવું. વૈદિક જ્યોતિષ અનુસાર તમામ નવ ગ્રહોની પોતાની ગતિ છે.

સૂર્ય ગોચર 2021 સમય (Sun Transit 2021) : તમામ ગ્રહોના સ્વામી સૂર્ય 16 નવેમ્બરથી 30 દિવસના સમયગાળા માટે વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. 16 નવેમ્બર, 2021 ના ​​રોજ 12:49 વાગ્યે સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે.

આ સૂર્યના ગોચરથી કોનું ચમકશે ભાગ્ય અને કોણે રહેવું પડશે સાવચેત? દરેક ગોચર અલગ-અલગ રાશિઓ પર અસર કરે છે, અને સૂર્ય જે ગ્રહોના રાજા છે તેનું ગોચર તમામ 12 રાશિઓને સંપૂર્ણપણે અસર કરશે. પણ તે કેટલાક લોકો માટે વધુ શુભ હશે તો કેટલાકે સાવચેત રહેવાની જરૂર રહેશે.

જો આપણે મુખ્ય રૂપથી વૃશ્ચિક રાશિમાં થનારા આ સૂર્યના ગોચર વિશે વાત કરીએ તો આ ગોચર મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકો માટે અનુકૂળ પરિણામ લાવશે. સરકારી ક્ષેત્ર તરફથી તમને લાભની તકો મળશે. સમાજમાં તમારું સન્માન વધશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છો છો તો આ ગોચર તેના માટે પણ અનુકૂળ છે. વરિષ્ઠ અધિકારીઓ અને સરકારી ક્ષેત્રના લોકો સાથે તમારા સંબંધો બનશે, જે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ સિવાય મેષ, વૃષભ, તુલા અને ધનુ રાશિના લોકોએ આ ગોચર દરમિયાન ઘણું ધ્યાન રાખવું પડશે. તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ચાલી રહેલા કામમાં અડચણો આવી શકે છે. ખર્ચો વધુ થઈ શકે છે અને વધુ મહેનત કર્યા પછી જ સફળતા મળવાની સંભાવના બની શકે છે, તેથી આ સમયમાં તમારે વધુ પ્રયત્ન અને વધુ મહેનત પર ભાર મૂકવો પડશે અને પોતાને ફિટ રાખવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવી પડશે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.