આ સૂર્ય મંદિરમાં ત્રણ રૂપમાં થાય છે સૂર્ય દેવતાના દર્શન, જાણો તેની સાથે જોડાયેલી રોચક વાતો.
ભારતને જો મંદિરોનો દેશ કહેવામાં આવે તો તે ખોટું નહિ ગણાય. પણ જો તેને અદ્દભુત અને ચમત્કારિક મંદિરોનો દેશ કહેવામાં આવે, તો તે પણ અતિશયોક્તિ નહિ ગણાય. ભારતમાં એટલા ચમત્કારી મંદિર છે કે તેની ગણતરી કરવી પણ અઘરી છે. એવું જ એક મંદિર બિહારના ઔરંગાબાદમાં આવેલું છે, જેના વિષે કહેવામાં આવે છે કે આ મંદિરે રાતો રાત પોતાની દિશા બદલી લીધી હતી.
સાંભળવામાં તો થોડું વિચિત્ર લાગે પણ તેને લઈને એક કથા પણ છે, અને લોકો તેના પ્રમાણ પણ આપે છે. તેથી આજે અમે તમને આ લેખમાં એક એવા અદ્દભુત સૂર્ય મંદિર વિષે જણાવીશું જેના વિષે કહેવામાં આવે છે કે, આ મંદિરે રાતો રાત તેની દિશા બદલી લીધી હતી. અહીં ભગવાન સૂર્ય ત્રણ અવતારમાં બિરાજમાન છે.
દેવ સૂર્ય મંદિર, ઔરંગાબાદ :
દેવ સૂર્ય મંદિર, દેવાર્ક સૂર્ય મંદિર કે પછી માત્ર દેવાર્ક કહી લો. આ ત્રણેય નામ એક જ મંદિરના છે. ભગવાન સૂર્યને સમર્પિત આ મંદિર ઘણી રીતે વિશેષ છે. માન્યતા છે કે, આ મંદિર ત્રેતા યુગમાં બનાવવામાં આવ્યું છે. તેને દેશના ત્રણ મુખ્ય સૂર્ય મંદિરો માંથી એક માનવામાં આવે છે. બીજા બે મુખ્ય સૂર્ય મંદિર છે કોણાર્ક જે ઉડીસા રાજ્યમાં છે, અને એક લોલાર્ક મંદિર જે વારાણસીમાં આવેલું છે. આ મંદિરના નિર્માણની ઘણી કથાઓ રહેલી છે.
કથા – 1 :
તેમાંથી એક કથા મુજબ ઈક્ષ્વાકુના પુત્ર રાજા કોઢના રોગથી પીડિત હતા. એક દિવસ તે દેવારણ્યમાં શિ કાર રમવા માટે ગયા હતા. તેમને તરસ લાગી. તે પાણી શોધી રહ્યા હતા, એવામાં તેમને પાણીના સ્ત્રોત તરીકે ત્યાં એક જુનું તળાવ દેખાયું. રાજાએ જયારે પોતાના ખોબામાં પાણી ભરીને પોતાની તરસ છીપાવી ત્યારે તેમણે જોયું કે, તે પાણીના ટીપા તેમના શરીર ઉપર જ્યાં જ્યાં પડ્યા, ત્યાં ત્યાં તેમનો કોઢનો રોગ ઠીક થઇ ગયો. તે જોઈને રાજાએ તે તળાવમાં છલાંગ લગાવી દીધી અને સ્નાન કરીને પોતાનું શરીર સ્વસ્થ કર્યું.
ત્યાર બાદ તે દિવસે મોડી રાત્રે રાજાને એક સપનું આવે છે કે, જે તળાવમાં તેમણે સ્નાન કર્યું હતું તેમાં નીચે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં ભગવાન સૂર્યની મૂર્તિ દબાયેલી છે. બીજા દિવસે રાજાએ તે તળાવનું ખોદકામ કરાવ્યું તો ત્યાં હકીકતમાં ત્રણ મૂર્તિઓ નીકળી. ત્યારબાદ રાજાએ ત્યાં મંદિરનું નિર્માણ કરાવીને ત્રણેય મૂર્તિઓને ત્યાં સ્થાપિત કરી દીધી.
કથા – 2 :
એક બીજી કથા મુજબ એક વખત ભગવાન શિવના બે ભક્ત માલી અને સોમાલી સૂર્ય લોક જઈ રહ્યા હતા. કોઈ કારણથી તે વાત ભગવાન સૂર્યને પસંદ ન આવી તો તેમણે તે બંનેનેબા ળ વાનું શરુ કરી દીધું. સૂર્યની ગરમીથી કટાંળીને તે બંનેએ ભગવાન શિવ પાસે મદદ માંગી, જેના પરિણામ સ્વરૂપ ભગવાન શિવે સૂર્ય ઉપર આ ક્રમ ણ કર્યું અને સૂર્યદેવના ત્રણ ટુકડા થઈ ગયા. અને તે ત્રણ ટુકડા ધરતી પર આવીને પડ્યા. અને જ્યાં જ્યાં તે ટુકડા પડ્યા ત્યાં ત્યાં મંદિર છે. આ મંદિરોના નામ છે કોણાર્ક, લોલાર્ક અને દેવાર્ક છે.
માન્યતા છે કે, આ મંદિરનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ રાતોરાત કર્યું હતું. મંદિરનું શિલ્પ ઘણું અદ્દભુત અને આકર્ષક છે. તેની શિલ્પ કળામાં નાગર, દ્રવિડ અને બેસર ત્રણેયનો સંગમ જોવા મળે છે. મંદિરની છબી ઘણે અંશે કોણાર્ક મંદિર જેવી જ છે. મંદિર લગભગ 100 ફૂટ ઊંચું છે. મંદિરની અંદર ભગવાન સૂર્ય ત્રણ રૂપોમાં બિરાજમાન છે. તેમના આ ત્રણ રૂપ ઉદયાચ્ચલ, મધ્યાંચલ અને અસ્તાંચલના રૂપમાં છે, એટલે કે ઉગતા સૂર્ય, બપોરના સૂર્ય અને અસ્ત થતા સૂર્યના રૂપ છે.
મંદિરની બહાર ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ મૂર્તિ છે જે ઘણી અલગ છે. આખા દેશમાં આ એક એવું મંદિર છે, જ્યાં માતા પાર્વતી ભગવાન શિવની જાંઘો ઉપર બેઠેલા છે. મંદિરની એક ખાસ વાત એ છે કે આ એકમાત્ર એવું સૂર્ય મંદિર છે જે પશ્ચિમાભીમુખ છે.
જયારે મંદિરના દ્વાર પોતાની જાતે જ પશ્ચિમ તરફ વળી ગયા :
માન્યતા છે કે, જયારે ઔરંગઝેબ ભારતના અલગ અલગ મંદિરો તોડી રહ્યો હતો ત્યારે તે અહિયાં પણ પહોંચ્યો. તે જોઈ મંદિરના પુજારી તેમને વિનંતી કરવા લાગ્યા કે, તે આ મંદિરને ન તોડે. તે સાંભળીને ઔરંગઝેબે તે પંડીતોને કહ્યું કે, તે કાલે સવારે ફરી આવશે. અને જો આ મંદિરમાં ખરેખર કોઈ ભગવાન છે, તો આ મંદિર રાતો રાત ફરી કેમ નથી જતું. જો તે રાતો રાત ફરી જાય, તો તે આ મંદિરને નહિ તોડે. બીજા દિવસે જયારે ઔરંગઝેબ ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે, તે મંદિર હકીકતમાં ફરી ગયું હતું.
કહેવાય છે કે, ત્યારથી આ મંદિર એવું જ છે અને દેશનું પહેલું આવું સૂર્ય મંદિર છે જેની દિશા પશ્ચિમ તરફ છે. મંદિરમાં ભક્તોની લાઈન લાગેલી રહે છે. લોકોની માન્યતા છે કે, ભગવાન સૂર્ય બધાની મનોકામના પૂરી કરે છે. દર વર્ષે અહિયાં છઠ્ઠ વખતે ઘણો મોટો મેળો ભરાય છે.
આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.