સૂર્ય પર છે શનિની નજર, અશુભ હોય છે આ યોગ, આ તારીખ સુધી આ રાશિવાળાએ બચીને રહેવું.

0
1005

આ મહિનાનું સૂર્યનું ગોચર આ રાશિઓ માટે લઈને આવ્યું છે ખરાબ સમય, જાણો કોને શું નુકશાન થઈ શકે છે.

14 માર્ચ, સોમવારની રાત્રે સૂર્યએ પોતાની રાશિ બદલી લીધી છે અને તે કુંભમાંથી નીકળીને મીનમાં પ્રવેશી ચુક્યા છે. આ રાશિચક્રની છેલ્લી રાશિ છે. સૂર્ય આગામી એક મહિના સુધી એટલે કે 14 એપ્રિલ સુધી આ રાશિમાં રહેશે. આ દેવગુરુ બૃહસ્પતિની રાશિ છે, જે સૂર્યના મિત્ર પણ છે.

સૂર્યનું પોતાના મિત્રની રાશિ એટલે કે મીન રાશિમાં આગમન શુભ રહે છે, પણ આ સમયે શનિની દૃષ્ટિ સૂર્ય પર છે, જેના કારણે તેના શુભ પરિણામોમાં ઘટાડો થઈ શકે છે. ગુરુની રાશિમાં સૂર્યના આગમનથી એક મહિના સુધી લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ અને અન્ય શુભ કાર્યો માટે કોઈ મુહૂર્ત રહેશે નહીં. કારણ કે તે ખર માસ રહેશે. સૂર્ય પર શનિની દૃષ્ટિ હોવાથી તેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. કેટલાક લોકોને શુભ ફળ મળશે તો કેટલાકને અશુભ ફળ મળશે. જ્યારે કેટલાક લોકો માટે આ સમય સામાન્ય રહેશે.

આવી રહેશે શનિની વક્ર દૃષ્ટિની અસર : મીન રાશિમાં રહેલા સૂર્ય પર શનિની વક્ર દૃષ્ટિ એટલે કે ત્રાંસી નજર હશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ બંને ગ્રહોને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. આ સાથે બુધ અને સૂર્ય દ્વારા બનેલા શુભ યોગ પણ સમાપ્ત થશે. આ કારણે હવે સૂર્યથી મળતા શુભ ફળમાં ઘટાડો થશે. આ અશુભ સ્થિતિને કારણે તણાવ, વિવાદ અને કામમાં અડચણો આવશે. સૂર્ય અને શનિની અશુભ સ્થિતિને કારણે વહીવટીતંત્રના નિર્ણયોથી લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. ઘણા લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

આવી રહેશે રાશિઓ પર અસર :

આમના માટે અશુભ : સૂર્યના રાશિ પરિવર્તનથી મેષ, સિંહ, કુંભ અને મીન રાશિ વાળાની સમસ્યાઓ વધી શકે છે. આ રાશિના નોકરીયાત લોકોના કામમાં અડચણો આવી શકે છે. અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. મહેનત વધારે રહેશે અને તેનો લાભ ન ​​મળવાની શક્યતા છે. માનસિક તણાવ રહેશે.

આમના માટે શુભ : મીન રાશિમાં સૂર્યના આગમનથી વૃષભ, મિથુન, તુલા અને મકર રાશિવાળા લોકોનો સમય સારો રહેશે. આ લોકો માટે આ મહિનો નોકરી અને વ્યવસાય માટે ફાયદાકારક રહેશે. આ લોકોને ભાગ્યનો સાથ મળશે અને દરેક બાબતમાં સફળતા મળશે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે.

આમને સામાન્ય પરિણામ મળશે : કર્ક, કન્યા, વૃશ્ચિક, ધનુ રાશિના લોકો માટે મીન રાશિમાં સૂર્યનું ગોચર સામાન્ય પરિણામ આપશે. સૂર્યના કારણે આ લોકોના જીવનમાં કોઈ મોટા ફેરફાર નહીં આવે. તમે જેટલું વધારે કામ કરશો, તેટલા વધુ લાભ મળશે. નોકરી અને વ્યવસાયમાં જોખમી નિર્ણયો લેવાનું ટાળો. મોટું રોકાણ ન કરો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.