સૂર્યનો થયો ધનુ રાશિમાં પ્રવેશ, મેષથી લઈને મીન રાશિ સુધીના લોકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો.

0
1414

આ 4 રાશિઓના સારા દિવસ થયા શરુ, સૂર્યના રાશિ પરિવર્તનથી નોકરીમાં પ્રમોશનના યોગ ઉભા થશે.

જ્યોતિષમાં સૂર્યદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્યદેવને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્યને આત્મા, પિતા, માન-સન્માન, સફળતા, પ્રગતિ અને સરકારી અને બિનસરકારી ક્ષેત્રમાં ઉચ્ચ સેવાના કારક ગ્રહ માનવામાં આવે છે.

16 ડીસેમ્બરના રોજ સૂર્યનું રાશિ પરિવર્તન થયું છે. આ દિવસે સૂર્યએ વૃશ્ચિક રાશિ માંથી ધનુ રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. સૂર્યના ધનુ રાશિમાં ગોચરથી તમામ રાશિઓ ઉપર શુભ અશુભ અસર થશે. આવો જાણીએ સૂર્યના આ રાશિ પરિવર્તનથી તમામ રાશિઓની સ્થિતિ કેવી રહેશે.

મેષ રાશિ : મેષ રાશિ વાળા માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ પરિણામ લઈને આવી શકે છે. આ દરમિયાન તમે દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરશો. કાર્યક્ષેત્ર ઉપર તમને માન સન્માન પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ પહેલાથી સારી રહેશે. આરોગ્યમાં સુધારો થશે. પરણિત જીવન આંનદમય રહેશે.

વૃષભ રાશિ : આ સમયે સાવચેતી રાખવાની જરૂર છે. ધનનો ખર્ચ સમજી વિચારીને જ કરો. જીવનસાથી સાથે સમય પસાર કરો નહી તો લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. વેપારમાં કોઈ બહારના વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાથી નુકશાન થઇ શકે છે. વાદ વિવાદથી દુર રહો.

મિથુન રાશિ : મિથુન રાશિ વાળા માટે સૂર્યનું ગોચર શુભ સમાચાર લઈને આવશે. તે દરમિયાન કૌટુબિક સંબંધોમાં મધુરતા વધશે. નોકરી શોધી રહેલા લોકોને શુભ પરિણામ મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. દાંપત્ય જીવન આનંદમય રહેશે. ધન લાભ થશે, જેથી આર્થીક સ્થિતિ મજબુત બનશે.

કર્ક રાશિ : સૂર્યનું રાશિ પરીવર્તન કર્ક રાશિ માટે લાભદાયક રહેશે. ધન સાથે જોડાયેલી બાબતોમાં સફળતા પ્રાપ્ત થશે. સમાજમાં માન સન્માન વધશે. પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધી થશે. રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તે તમારા માટે લાભદાયક સાબિત થશે. લેવડ દેવડ માટે સમય શુભ છે.

સિંહ રાશિ : સિંહ રાશિ માટે સૂર્યનું રાશિ પરિવર્તન કોઈ વરદાનથી ઓછું નહિ હોય. તે દરમિયાન તમારું માન સન્માન વધશે. કાર્યક્ષેત્રમાં લાભ થશે. સૂર્ય ગોચર કાળમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ધન આગમનની નવી તકો પ્રાપ્ત થશે. વેપારીઓને નફો થઇ શકે છે.

કન્યા રાશિ : આ રાશિના લોકોને મિશ્રિત ફળ મળશે. ગોચર કાળ દરમિયાન તમારા દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે. ગોચર કાળમાં કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડશે. સંબધોમાં કડવાશ ઉભી થઇ શકે છે. કુટુંબના સભ્યો સાથે સમય પસાર કરો. ધન હાની થઇ શકે છે.

તુલા રાશિ : દાંપત્ય જીવનમાં તકલીફોનો સામનો કરવો પડશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ કહી શકાય છે. કુટુંબના સભ્યો સાથે સમય પસાર કરો, નહિ તો માથાકૂટ થઇ શકે છે. નોકરી અને વેપાર માટે સમય શુભ કહી શકાય છે. ધનનો ખર્ચ વધુ ન કરો.

વૃશ્ચિક રાશિ : સાહસ અને પરાક્રમમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો પુરતો સહકાર મળશે. મહેનતનું ફળ જરૂર મળશે. માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારાના યોગ પણ ઉભા થઇ રહ્યા છે. ધન લાભ થશે, જેથી આર્થીક સ્થિતિ મજબુત બનશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ રહેશે.

ધનુ રાશિ : ધનુ રાશિ વાળા માટે સૂર્ય શુભ પરિણામ લઈને આવશે. આ સમય દરમિયાન તમને નોકરી અને ધંધામાં શુભ પરિણામની પ્રાપ્તિ થશે. નોકરીમાં પ્રમોશનના યોગ ઉભા થશે. ખર્ચ ઉપર કંટ્રોલ રાખો. કૌટુંબિક જીવન આનંદમય રહેશે. આર્થીક બાબત ઉપર પણ સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે લાભદાયક સાબિત થશે.

મકર રાશિ : સૂર્યના રાશિ પરિવર્તનથી વિદેશી કંપની સાથે જોડાયેલા લોકોને લાભ પ્રાપ્ત થઇ શકે છે. વેપારમાં ફાયદો થશે. માનસિક તણાવ ઓછો થશે. સ્થાન પરિવર્તન કે પ્રમોશનના યોગ ઉભા થઇ શકે છે. શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી કહી શકાતો. કૌટુંબિક જીવન આનંદમય રહેશે.

કુંભ રાશિ : કુંભ રાશિ વાળાને આ સમય દરમિયાન મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે. પોતાના ઉપર વિશ્વાસ રાખો. કાર્યક્ષેત્ર ઉપર તમારે તકલીફોનો સામનો કરવો પડશે. આર્થિક સ્થિતિ બગડી શકે છે.

મીન રાશિ : આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. આથિક પક્ષ નબળો રહી શકે છે. માતા પિતા સાથે સમય પસાર કરો. કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનત વધુ કરવી પડશે. માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધીના યોગ પણ ઉભા થઇ રહ્યા છે.જીવનસાથીનો પુરતો સહકાર મળશે.

(નોંધ – આ લેખમાં આપવામાં આવેલી માહિતી ઉપર અમે એ દાવો નથી કરતા કે આ સપૂર્ણ રીતે સત્ય અને સચોટ છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.)

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.