જેમના હાથમાં હોય છે આવી સૂર્ય રેખા, તેમને જીવનમાં મળે છે ધન-સંપત્તિ અને માન-સન્માન.

0
817

જો તમારા હાથમાં છે આ પ્રકારની સૂર્ય રેખા તો તમારું આયુષ્ય છે લાંબુ, સૂર્ય દેવની રહે છે કૃપા.

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આજે અમે તમને એક એવી રેખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વ્યક્તિના હાથમાં હોય તો તેને ધન-સંપત્તિ અને માન-સન્માન મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જેમ વ્યક્તિની કુંડળીમાં રહેલા ગ્રહોનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના ભવિષ્ય અને વ્યક્તિત્વ વિશે જણાવવામાં આવે છે. એ જ રીતે, હસ્તરેખા શાસ્ત્રમાં માણસની હથેળીમાં રહેલી રેખાઓ અને ચિન્હોના આધારે તેના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિષે જાણવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે હાથમાં અનેક પ્રકારની રેખાઓ હોય છે, તેમાંથી એક છે સૂર્ય રેખા. સૂર્ય રેખા રીંગ ફિંગર (અનામિકા આંગળી) ની નીચે હોય છે જ્યાં સૂર્ય પર્વત હોય છે. જો આ પર્વત પર કોઈ ઊભી રેખા હોય તો તેને સૂર્ય રેખા કહે છે. આવો જાણીએ સૂર્ય રેખા સાથે જોડાયેલી ખાસ વાતો.

આયુષ્ય લાંબુ હોય છે : હસ્તરેખા શાસ્ત્રમાં સૂર્ય રેખાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે લોકોની હથેળીમાં આ રેખા હોય છે તેમના જીવનમાં ક્યારેય સુખની અછત નથી હોતી. જો આ રેખા ભાગ્ય રેખા સાથે મળે છે તો આવા લોકોનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. તેમજ આવા લોકોનું સ્વાસ્થ્ય સારું હોય છે, તેમને બીમારીઓ પણ ઓછી થાય છે.

બને છે ટાયકૂન બિઝનેસમેન : જો હથેળીમાં સૂર્ય અને બુધ પર્વત મળે છે અને મસ્તક રેખા પર બુધ અને સૂર્ય રેખા મળે છે તો આવી વ્યક્તિ પ્રખ્યાત વેપારી બની જાય છે. આવા લોકો માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાનો બિઝનેસ કરે છે. આવા લોકો પૈસાની સાથે ખૂબ નામ પણ કમાય છે. આ લોકો ટાયકૂન બિઝનેસમેન હોય છે. આ લોકો નાની ઉંમરમાં બિઝનેસની ઝીણવટતા શીખે છે અને ઘણું ધન કમાઈ લે છે.

કલાકાર અથવા રાજકારણીઓ હોય છે : જો વ્યક્તિની હથેળીમાં સૂર્ય રેખા જીવન રેખા પર સમાપ્ત થઈ રહી હોય તો તેમને પોતાના ક્ષેત્રમાં ઘણી ખ્યાતિ મળે છે. બીજી બાજુ, જો સૂર્ય રેખા ચંદ્ર પર્વતને મળે છે, તો આવી વ્યક્તિ કાં તો પ્રખ્યાત કલાકાર અથવા ગાયક અથવા રાજકારણી બની જાય છે. આ લોકોને સમાજમાં ઘણું માન અને પ્રતિષ્ઠા મળે છે. આ લોકોને ફરવાનો શોખ હોય છે.

ભાગ્ય અને બુધ રેખા મણીબંધમાંથી નીકળી રહી હોય : જો વ્યક્તિની હથેળી પર સૂર્ય રેખાની સાથે ભાગ્ય રેખા અને બુધ રેખા પણ મણીબંધમાંથી બહાર નીકળતી હોય અને ત્રણેય રેખાઓ સીધી અને સ્પષ્ટ દેખાતી હોય તો આવા લોકોને ક્યારેય પૈસાની અછત નથી થતી. આવા લોકો શરૂઆતમાં સખત મહેનત કરે છે પરંતુ પછીથી તેઓ સુખ અને ઐશ્વર્યનો આનંદ માણે છે. આ લોકો મોંઘી વસ્તુઓ ખરીદવાના શોખીન હોય છે. તેઓ તેમના શોખ પૂરા કરવા માટે સખત મહેનત કરે છે

આવી વ્યક્તિ હોય છે દાની : હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની હથેળી પર સૂર્ય રેખા હ્રદય રેખા પર સમાપ્ત થાય છે, તે વ્યક્તિ ઉદાર હોય છે. આવા વ્યક્તિ દાન-પુણ્યના કાર્યોમાં વધુ રસ લે છે. બીજી તરફ જો સૂર્ય રેખા શરૂઆતમાં અથવા અંતમાં ઘણા ભાગોમાં વિભાજીત થઈ જાય છે, તો આવા વ્યક્તિને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. વળી, આવા વ્યક્તિ પહેલી મુલાકાતમાં જ સામેની વ્યક્તિને દીવાના બનાવી દે છે. તેમની બોલચાલની શૈલી ખૂબ અસરકારક હોય છે.

વહીવટી અધિકારી બને છે : જે વ્યક્તિની હથેળી પર સૂર્ય રેખા ગુરુ પર્વત સુધી પહોંચે છે અને ત્યાં તારા જેવું ચિન્હ હોય છે, તો તે વ્યક્તિ મહાન અધિકારી બને છે. તેમજ જો સૂર્ય રેખા મસ્તક રેખા પર સમાપ્ત થાય છે, તો આવા વ્યક્તિ બુદ્ધિશાળી બને છે. આવા વ્યક્તિ જોખમ લેવાથી ડરતા નથી કારણ કે તેઓ નીડર અને સાહસી પણ હોય છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.