જાણો કેવી રીતે થયો હતો સૂર્યનો જન્મ, તેમની સાથે જોડાયેલી આ ખાસ વાતો ઘણા ઓછા લોકો જાણે છે.
રવિવારનો દિવસ સૂર્ય દેવને સમર્પિત હોય છે અને આ દિવસે તેમની પૂજા કરવાથી ઘણા બઘા લાભ મળે છે. માન્યતા છે કે જે લોકો રવિવારે સાચા મનથી સૂર્ય દેવની પૂજા કરે છે, તેનું આરોગ્ય સારું રહે છે અને રોગોથી તેનું રક્ષણ થાય છે. રવિવારના દિવસે સૂર્ય દેવનું વ્રત રાખવું પણ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ વ્રત રાખવાથી સુખ અને શાંતિ જીવનમાં જળવાઈ રહે છે.
આ રીતે થયો હતો સૂર્ય દેવનો જન્મ :
સૂર્ય દેવનો જન્મ કેવી રીતે થયો હતો. તેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે. સૂર્ય દેવના જન્મ સાથે એક પૌરાણીક કથા જોડાયેલી છે. જે આ પ્રકારે છે. કહેવામાં આવે છે કે પહેલા આ સંસારમાં પ્રકાશ ન હતો અને આ જગત પ્રકાશ રહિત હતું. તે સમયે કમલયોની બ્રહ્માજી પ્રગટ થયા અને તેમના મુખેથી પ્રથમ શબ્દ ॐ નીકળ્યો. જે સૂર્યના તેજ રૂપી શુક્ષ્મ રૂપ હતો. ત્યાર પછી બ્રહ્માજીના જ ચાર મુખો માંથી ચાર વેદ પ્રગટ થયા અને ॐ ના તેજમાં એકાકાર થયો.
સંસારમાં પ્રકાશ લાવવા માટે બ્રહ્માજીની પ્રાર્થના ઉપર સૂર્યએ તેના મહાતેજને સમેટી લીધા. બ્રહ્માજીના પુત્ર મારીચી થયા, જેના પુત્ર ઋષિ કશ્યપના લગ્ન અદિતિ સાથે થયા. અદિતિએ ઘોર તપ કરી ભગવાન સૂર્યને પ્રસન્ન કર્યા. તેમણે ભગવાન સૂર્ય પાસે સંતાનની કામના કરી. ત્યાર પછી સૂર્ય દેવે સુષુમન્ના નામના કિરણથી તેના ગર્ભમાં પ્રવેશ કર્યો.
ગર્ભાવસ્થામાં પણ અદિતિ ચાંદ્રાયણ જેવા કઠીન વ્રત કરતા રહ્યા. જેનાથી ઋષિ રાજ કશ્યપ નારાજ થઇ ગયા અને તેમણે જણાવ્યું કે તમે આ રીતે ઉપવાસ રાખી ગર્ભસ્થ શિશુને કેમ મારવા માંગતા હતા. તે સાંભળીને દેવી અદિતિએ ગર્ભના બાળકને ઉદર માંથી બહાર કરી દીધું, જે તેના અત્યંત દિવ્ય તેજથી પ્રજ્વલિત થઇ રહ્યું હતું. માનવામાં આવે છે કે ભગવાન સૂર્ય શિશુના રૂપમાં તે ગર્ભ માંથી પ્રગટ થયા. બ્રહ્મપુરાણમાં અદિતિના ગર્ભ માંથી જન્મેલા સૂર્યના અંશનો ઉલ્લેખ વિસ્તારથી કરવામાં આવ્યો છે.
પૌરાણીક ધાર્મિક ગ્રંથોમાં ભગવાન સૂર્યના અર્ધ્યદાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ગ્રંથો મુજબ જે લોકો રોજ સવારે તાંબાના લોટામાં જળ ભરીને તેમાં લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્યને અર્ધ્ય આપે છે, તેનાથી સૂર્ય દેવ પ્રસન્ન થઇ જાય છે. સૂર્ય દેવ એવા લોકોની દરેક મનોકામના પૂર્ણ કરી દે છે. અર્ધ્યદાન કરવાથી આયુષ્ય, આરોગ્ય, ધન, પુત્ર, મિત્ર, તેજ, યશ, વૈભવ અને સૌભાગ્ય મળે છે. સૂર્ય દેવે ઉર્જા સાથે પણ જોડીને જોવામાં આવે છે. માનવામાં આવે છે કે સૂર્ય દેવની પૂજા કરવાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે.
આ રીતે કરો સૂર્ય દેવની પૂજા :
રવિવારના દિવસે જરૂર સૂર્ય દેવની પૂજા કરો. સૂર્યની પૂજા કરવા માટે એક ચોકી ઉપર તેમની મૂર્તિ અને ફોટા રાખો.
ત્યાર પછી તેમને ફૂલ, ફળ અર્પણ કરો.
ધૂપ પ્રગટાવી દો અને તેમની સાથે જોડાયેલી કથા અને મંત્રોના જાપ કરો.
પૂજા પૂરી થયા પછી સૂર્ય દેવની આરતી ગાવ.
આરતી પૂરી થયા પછી સૂર્ય દેવને અર્ધ્ય આપો. તાંબાના લોટામાં જળ, ફૂલ અને ચોખા નાખી લો. આ પાણીને સૂર્યને જોતા જોતા અર્પણ કરો.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.