ગ્રહોના રાજા સૂર્ય આ વર્ષે આ 5 રાશિવાળાને શુભ પરિણામ અને શુભ સમાચાર આપશે, જાણો કઈ છે તે નસીબદાર રાશિઓ.
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. ખાસ કરીને જ્યોતિષ વિચારમાં માણસની કુંડળીમાં સૂર્યના સ્થાનનું વિશેષ મહત્વ છે. સૂર્યદેવના શુભ હોવાથી વ્યક્તિનો ભાગ્યોદય થવો નક્કી છે. સૂર્યદેવની કૃપાથી જ વ્યક્તિ ઊંચો હોદ્દો પ્રાપ્ત કરે છે. સૂર્યદેવને આત્મા, પિતા, માન સન્માન, સફળતા, પ્રગતિ અને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં ઉચ્ચ સેવાના કારક ગ્રહ માનવામાં આવે છે. સૂર્યદેવ દર મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. એટલે એક રાશિમાં સૂર્ય એક મહિના સુધી રહે છે.
જ્યોતિષ ગણતરી મુજબ વર્ષ 2022 માં કેટલીક રાશિ વાળા ઉપર ગ્રહોના રાજા સૂર્ય દેવની વિશેષ કૃપા રહેશે. પણ જો કોઈ રાશિ ઉપર સૂર્યનું સ્થાન શુભ નથી તો તે નિયમિત રીતે રવિવારે સૂર્યદેવની પૂજા/આરાધના કરી, તેમને જળ અર્પણ કરી તેમની કૃપા પ્રાપ્ત કરી શકે છે. કારકિર્દી અને નોકરીમાં સફળતા માટે પણ સૂર્યદેવની કૃપા થવી જરૂરી માનવામાં આવે છે. આવો જાણીએ વર્ષ 2022 માં કઈ રાશિઓ ઉપર રહેશે ગ્રહોના રાજા સૂર્યદેવ મહેરબાન.
આ 5 રાશિ વાળા ઉપર રહેશે સૂર્ય દેવની કૃપા :
મેષ રાશિ : શુભ પરિણામ પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન તમે શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરશો. કાર્યક્ષેત્ર ઉપર તમને માન સન્માન પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ પહેલાથી સારી થશે. આરોગ્યમાં સુધારો થશે. પરણિત જીવન સુખદ રહેશે. ધન લાભ થશે, જેથી આર્થિક પક્ષ મજબુત બનશે.
મિથુન રાશિ : શુભ સમાચાર પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન કૌટુંબિક સંબંધોમાં મધુરતા વધશે. નોકરીની શોધ કરી રહેલા લોકોને શુભ પરિણામ મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. દાંપત્ય જીવન સુખદ રહેશે. ધન લાભ થશે, જેથી આર્થિક પક્ષ મજબુત બનશે.
કર્ક રાશિ : કર્ક રાશિ માટે આ સમય શુભ કહી શકાય છે. ધન સાથે જોડાયેલી બાબતોમાં સફળતા પ્રાપ્ત થશે. સમાજમાં માન સન્માન વધશે. પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તે તમારા માટે લાભદાયક સાબિત થશે. પૈસાની લેવડ દેવડ માટે સમય શુભ છે.
સિંહ રાશિ : સિંહ રાશિના લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો સાબિત નહિ થાય. આ સમય દરમિયાન તમારું માન સન્માન વધશે. કાર્યક્ષેત્રમાં લાભ થશે. સૂર્ય ભ્રમણ કાળમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ધન આગમનની નવી તકો પ્રાપ્ત થશે. વેપારીઓને નફો થઇ શકે છે. આ સમય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી.
વૃશ્ચિક રાશિ : વેપારમાં લાભના યોગ ઉભા થશે. કાર્યોમાં સફળતા મળશે. ધન લાભ થવાના યોગ ઉભા થઇ રહ્યા છે. નોકરી અને વેપારમાં પ્રગતિના યોગ ઉભા થઇ રહ્યા છે. જીવનસાથી સાથે સમય પસાર કરો. આ સમય દરમિયાન દરેક તમારી મદદ માટે તૈયાર રહેશે.
નોંધ : આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ લોક માન્યતાઓને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવી છે, જે સંપૂર્ણ સત્ય અને સચોટ છે એવો અમે દાવો નથી કરતા. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.