સ્વામી સ્વરૂપાનંદને આત્મદર્શન થતું ત્યારે આજુબાજુ કંઈક અવનવુ બનતું, જાણો એવું શું થતું હતું?

0
506

સ્વામી સ્વરૂપાનંદ ખેતરમાં સમાધિ લગાવી બેસતા. તેમને ખેતરો ગમતા.

તુરીયા અવસ્થામાં બેઠેલા સંત ને આત્મદર્શન થતું ત્યારે આજુબાજુ કંઈક અવનવુ બનતું.

આજુ બાજુ ઉડતા પતંગીયા આ અનુભવ ને માણવા ફૂલો ને છોડી સંત તરફ ઉડવા માંડતા.

સીમના ખેડૂતો આ દ્રશ્ય ઘણી વખત જોતા.

ખેતરના શેઠે આવેલા લીંબડાના ઝાડ સાથે લાગેલા રાફડામાંથી એકાએક બહાર નીકળતો સર્પ, વડલા ઉપર સમય થી પહેલા આવી જતા બગલા, કરમદાના ફળ માં આવતી રંગોની તિવ્રતા કે બોરસલી માંથી સતત ખરતી પરાગ એ વાતની સાક્ષી હતી કે સંત ની ચેતના કોઈ નવી ભૂમિ ને સ્પર્શી રહી છે.

સમાધિ માં બેઠેલા સંતને દુર ખેતરમાં પાણી વાળતો ખેડૂત જોઈ ગયો.

તેણે ઉડતા પતંગિયા જોયા, સતત બદલાતા ફૂલોના રંગો જોયા, તે સ્તબ્ધ થઇ ગયો.

પાણી તેના પાવડા ને સ્પર્શી અનેક ખામણા માં એક સાથે એક સરખું વહેંચાઈ જવા માંડ્યું.

ખેડૂત સ્થિર હતો, પાવડો ત્યાનો ત્યાં, પાણી ક્યારામાં વહેતું હતું ખળખળ.

ખેડૂતનું તે અદ્રેત્ય હતું, દ્રષ્ટા અને દર્ષ્ટિ એક હતા !

ઘણી વખત ખેડૂતો સ્વામીજીને પુછાતા, સ્વામી શું તમે કોઈ દેવતા ને જોયા છે?

સ્વામીજી હસી પડતા અને કહેતા, ના… પણ થોડા દિવસમાં હું એક દેવતાને જોવાનો છું.

સ્વામીજી હવે નથી રહ્યા પણ ખેડૂતોએ સ્મરણ જાળવી રાખ્યું છે હજુ પણ.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતીકાત્મક છે)