સંત શ્રી દેવાચાર્ય અને તેમના શિષ્ય મહેન્દ્રનાથના આ પ્રસંગ પરથી સમજો સ્વર્ગની પ્રાપ્તિમાં આવતી અડચણ કઈ છે 

0
486

સ્વર્ગ અને નર્ક :

શાસ્ત્રોના જાણકાર અને પ્રસિદ્ધ જ્ઞાની તેમજ પ્રખ્યાત સંત શ્રી દેવાચાર્યના શિષ્યનું નામ મહેન્દ્રનાથ હતું. એક સાંજે મહેન્દ્રનાથ પોતાના સાથીઓ સાથે બગીચામાં ફરી રહ્યા હતા. અને તેઓ કોઈ વિષય પર ચર્ચા કરી રહ્યા હતા. તેમની ચર્ચાનો વિષય હતો – સ્વર્ગ અને નરક. એક સાથીએ મહેન્દ્રનાથને પૂછ્યું – “કેમ મિત્ર! શું હું સ્વર્ગમાં જઈશ?”

મહેન્દ્રનાથે જવાબ આપ્યો, “જ્યારે હું જશે, ત્યારે જ તમે સ્વર્ગમાં જશો.” તેમના મિત્રએ વિચાર્યું કે, મહેન્દ્રનાથને પોતાની જાત પર અહંકાર થઈ ગયો છે. એટલે તેઓ એવું કહે છે કે તેઓ સ્વર્ગમાં જશે પછી જ બીજા બધા સ્વર્ગમાં જશે. પછી બધા મિત્રોએ મળીને પોતાના ગુરુ શ્રી દેવાચાર્યને મહેન્દ્રનાથની ફરિયાદ કરી.

ગુરુદેવ જાણતા હતા કે તેમના શિષ્ય મહેન્દ્રનાથ અહંકારી નથી, પણ તેઓ ટૂંકા શબ્દોમાં ગંભીર જ્ઞાનની વાતો કરવા વાળા છે. તેમણે મહેન્દ્રનાથને બોલાવીને ઘટના વિશે પૂછપરછ કરી, અને તેમણે માથું હલાવીને તેની પુષ્ટિ કરી. આ જોઈને બીજા શિષ્યો અંદરો અંદર વાતો કરવા લાગ્યા.

પછી શ્રી દેવાચાર્ય થોડું હસ્યા અને મહેન્દ્રનાથને પ્રશ્ન પૂછ્યો કે – “સારું, મને એ જણાવો મહેન્દ્રનાથ! શું તમે સ્વર્ગમાં જશો?” મહેન્દ્રનાથે કહ્યું – “ગુરુદેવ! જ્યારે હું જશે, ત્યારે જ હું સ્વર્ગમાં જઈ શકીશ.”

શ્રી દેવાચાર્યએ શિષ્યોને સમજાવતા કહ્યું કે – “શિષ્યો, તેમનો કહેવાનો અર્થ એ છે કે જ્યારે “હું” નીકળી જાય છે, એટલે કે જ્યારે અહંકાર નીકળી જાય છે, ત્યારે જ આપણે સ્વર્ગના અધિકારી બની શકીશું. જ્યારે પણ તમારા મનમાં આ વાતો આવે કે, મેં આ કર્યું છે, મેં ઘણા પુણ્ય કર્યા છે, મેં બધું કર્યું છે. એવામાં સ્વર્ગનો વિચાર કરવો પણ ખોટો છે.

વાચક મિત્રો, આ પ્રસંગ આપણને એક ખૂબ જ ઉપયોગી શીખ આપે છે. આપણે ભલે સારા કર્મ કરીએ પણ જ્યાં સુધી આપણી અંદરનો અહંકાર દૂર ન થાય ત્યાં સુધી આપણને સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય. આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ તો કરવાની જ છે, અન્ય લોકોની સેવા પણ કરવાની છે, ભજન-ભક્તિ, દાન તેમજ અન્ય સતકર્મો પણ કરવાના છે, પણ તેની તે બધુ અહંકાર ત્યજીને કરવાનું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.