સ્વર્ગની અપ્સરા ઉર્વશીના પૂર્વ જન્મની સ્ટોરી જે દરેકે જરૂર વાંચવી જોઈએ

0
758

ઘણી વિચિત્ર અને રસપ્રદ છે સ્વર્ગની અપ્સરા ઉર્વશીના પૂર્વ જન્મની સ્ટોરી.

પ્રાચીનકાળમાં કશ્મીર દેશમાં દેવવ્રત નામના એક બ્રાહ્મણ હતા. તેમની એક સુંદર રૂપવાન કન્યા હતી, જે માલિની નામથી પ્રસિદ્ધ હતી. બ્રાહ્મણે તે કન્યાના લગ્ન સત્યશીલ નામના સુંદર બુદ્ધિમાન બ્રાહ્મણ સાથે કરાવી દીધા.

માલિની કુમાર્ગ પર ચાલવાવાળી પુંશ્વલી (વ્યભિચારીણી) થઈને સ્વચ્છન્દતા પૂર્વક ગમે ત્યાં રહેવા લાગી. તેના ઘરમાં કામ કાજના બહાને ‘ઉપપતિ’ રહેતો હતો. દરેક જાતિના મનુષ્ય જાર (યાર – વ્યભિચારી) ના રૂપમાં તેને ત્યાં રોકાતા હતા. તે ક્યારેય પણ પતિની આજ્ઞા માનતી ન હતી. હંમેશા પર પુરુષ સાથે સમય પસાર કરતી હતી.

આ દોષને કારણે તેના દરેક અંગમાં કૃમિ પડી ગયા હતા. તે કૃમિથી તેનું નાક, જીભ અને કાનોનો નાશ થયો, સ્તન અને આંગળીઓ ઓગળી ગઈ. તેનામાં અપંગતા આવી ગઈ. આ બધાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું.

ત્યારબાદ સૌવીર દેશમાં પદ્મબન્ધુ નામના બ્રાહ્મણના ઘરમાં અનેક દુઃખોથી ઘેરાયેલી કુતરી થઈ. તે સમયે પણ તેના માથામાં કૃમિ પડી ગયા, અને યોનીમાં પણ કૃમિ ભરાયેલા રહેતા હતા. આ રીતે ત્રીસ વર્ષ પસાર થઈ ગયા.

એક દિવસ પદ્મબન્ધુનો પુત્ર ગંગામાં સ્નાન કરીને પવિત્ર થઈને ભીના વસ્ત્રો સાથે ઘરે આવ્યો. તેણે તુલસીની વેદી પાસે જઈને પોતાના પગ ધોયા. દિવ્ય યોગથી તે કુતરી તે વેદીની નીચે સૂતી હતી.

સૂર્યોદય પહેલાનો સમય હતો, બ્રાહ્મણકુમારના ચરણોના પાણીથી તેણે સ્નાન કરી લીધું અને તરત જ તેના બધા પાપ નષ્ટ થઈ ગયા. કુતરીને પોતાના પૂર્વ જન્મના ખરાબ આચરણ સંપૂર્ણ રીતે યાદ આવી ગયા. અને તે તેણે બ્રાહ્મણકુમારને સંભળાવ્યા.

ત્યારે બ્રાહ્મણ કુમારે કહ્યું – પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળી સ્ત્રી પશુપક્ષીની યોનીમાં સેંકડો વાર અને કૃમિની યોનીમાં અબજો વાર જન્મ લે છે.

આ સાંભળીને કુતરી બોલી – દીનવત્સલ, હું તમારા દરવાજા પર રહેતી કુતરી છું. તમે આ ગરીબ પર દયા કરો. બ્રાહ્મણ કુમાર તમને નમસ્કાર કરું છું.

કુતરીની વિનંતી સાંભળીને બ્રાહ્મણ કુમારના પિતા પદ્મબન્ધુએ સંકલ્પ કર્યો – કુતરી, લે મેં બારશનું પુણ્ય તને આપી દીધું.

બ્રાહ્મણના આટલું કહેતા જ તે કુતરીએ પોતાના પ્રાચીન શરીરનો ત્યાગ કરી દીધો અને દિવ્ય દેહ ધારણ કરી દશેય દિશાઓને પ્રકાશિત કરતી બ્રાહ્મણની આજ્ઞાથી સ્વર્ગલોક જતી રહી. આ પૃથ્વી પર ભગવાન નર-નારાયણના અંશથી તેજ કુતરી સ્વર્ગમાં ‘ઉર્વશી’ નામે પ્રગટ થઇ.

ધન્ય છે શ્રી હરિ ધન્ય છે તેમની માયા.

માયાપતિની માયામાં ‘અજય’ બ્રહ્માડ સમાયેલું છે.

તમારી માયાને કોઈ ભેદી ન શકે.

નયનોમાં છે છબી તમારી દિવ્ય કરો મારી કાયા.

હરિ હર શરણં ગચ્છામિ.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.