જો તમે દોષી નથી અને તમને સજા મળે તો શું કરવું, દેશના મહાન વ્યક્તિના જીવનમાં બનેલી ઘટના દ્વારા જાણો.

0
956

તે દિવસે વર્ગમાં શિક્ષક ખૂબ ગુસ્સે હતા. તેનું કારણ એ હતું કે તેમના આવવા પહેલા કોઈએ વર્ગમાં મગફળી ખાધી અને તેની છાલ નીચે જમીન પર ફેંકી દીધી. શિક્ષકનો પારો ઉંચો કરવા માટે આટલું પૂરતું હતું.

શિક્ષકે દરેકને પૂછ્યું કે, આ કચરો કોણે ફેલાવ્યો છે. કોઈએ જવાબ ન આપ્યો. તેમણે વારંવાર પૂછ્યું પણ બધા બાળકો મૌન રહ્યા. પછી તેમણે કહ્યું કે, જો કોઈ પોતાની ભૂલ કબૂલ નહીં કરે તો આખા વર્ગને સજા થશે. દરેકને ફ-ટ-કારવામાં આવશે. તેમ છતાં ક્લાસનું કોઈ બાળક કાંઈ બોલ્યું નહીં.

જે મસ્તીખોર બાળકો હતા તેઓ ખુશ થઇ રહ્યા હતા કે, આજે અમારા કારણે શિક્ષક બધા બાળકોને ફ-ટ-કારશે. શિક્ષક એક પછી એક બાળકોને સો-ટી-થી ફ-ટ-કા-રી રહ્યા હતા, અને બાળકો પણ ચુપચાપ સોટી ખાઈ રહ્યા હતા. પછી શિક્ષક એક છોકરા પાસે પહોંચ્યા તો તે છોકરાએ ઊંચા અવાજે કહ્યું, ગુરુજી તમે મને સોટી નહિ મા-રી-શ-કો.

આ સાંભળીને શિક્ષક વધુ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું – તું અશિષ્ટતા કરે છે, મારી સાથે ઊંચા અવાજમાં વાત કરે છે. છોકરાએ કહ્યું – હું મોટા અવાજમાં બોલી રહ્યો છું, કારણ કે મેં જે ગુ નો કર્યો નથી તેની સજા મને શા માટે મળે. મેં આ કચરો ફેંક્યો નથી તેથી મને સજા ન થવી જોઈએ.

આ વાક્ય બોલતી વખતે છોકરાના અવાજમાં અદ્દભુત નીડરતા અને સંપૂર્ણ પ્રમાણિકતા હતી. શિક્ષક હસ્યા. તેમણે કહ્યું – હું તને ઓળખું છું, તારું નામ ટિળક છે ને? જો તું હંમેશા આ રીતે નીડર અને ઈમાનદાર રહીશ તો દેશને ખૂબ ફાયદો થશે.

એ પછીની સ્ટોરી આખી દુનિયા જાણે છે, લોકમાન્ય બાલ ગંગાધર ટિળકે પોતાનું સમગ્ર જીવન દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું હતું.

શીખ : જો તમે કોઈ ભૂલ નથી કરી, તો પછી આરોપ લગાવનાર અથવા સજા કરનાર વ્યક્તિ ગમે તેટલો મોટો હોય, તેની સામે સંપૂર્ણ નીડરતા અને સત્યતા સાથે ઉતરવું જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.