“તારી મટુકીમાં મન મોહ્યાં મારા” આ ગુજરાતી ભજન ગાયને શ્રીકૃષ્ણની ભક્તિમાં લિન થઈ જાવ.

0
457

ગૌરી મીઠા ગોરસડા તારા

તારી મટુકીમાં મન મોહ્યાં મારા.

એ તો જાણે અમૃતની ધારા

તારી મટુકીમાં મન મોહ્યાં મારા.

તારા ગોરા ગોરા ગાલ,

તારી લટકતી ચાલ,

કરે ઝાંઝર મધુર રણકારા

તારી મટુકીમાં મન મોહ્યાં મારા.

તારી અણીયારી આંખ

તારુ નમણું છે નાક,

તારા સાડુલે ચમકે તારા.

તારી મટુકીમાં મન મોહ્યાં મારા.

મહી વેચવાને માટ,

જાતી મથુરાનેની વાટ,

કયાં મૂકયાં સહિયર સથવારા.

તારી મટુકીમાં મન મોહ્યાં મારા.

નહીં જાવા દઉં આજ

ભલે પડી જાય સાંજ

આડા ઊભા ગોવાળીયા મારા

તારી મટુકીમાં મન મોહ્યાં મારા

દાસ ગોવિંદના નાથ

મારી મટકી પર હાથ

તોય લાગે રાધાજીને પ્યારા.

તારી મટુકીમાં મન મોહ્યાં મારા.

ગૌરી મીઠા ગોરસડા તારા

તારી મટુકીમાં મન મોહ્યાં મારા.

એ તો જાણે અમૃતની ધારા

તારી મટુકીમાં મન મોહ્યાં મારા.

– કુંજન પટેલ પરસાણીયા (અમર કથાઓ ગ્રુપ)