તાતણીયા ધરાવાળી ખોડીયાર માઁ ને અબોલડા મુકવા માટે ભક્તે કરેલી વિનંતીની સુંદર કાવ્યાત્મક રજૂઆત વાંચો.

0
376

તાતણીયા ધરાવાળી ખોડીયાર માઁ બોલાવે તમારા બાળ

ખોડીયાર મુકો અબોલડા

બાલુડા આપના પાયે પડીને વિનવે વારંવાર

ખોડીયાર મુકો અબોલડા

અવગુણ સામુ જોશો ના માવડી, માતા કુમાતા થાશો ના માવડી

છોરૂ કછોરૂ કહેવાય ખોડીયાર મુકો અબોલડા

દેવો ઉગાર્યા ને દૈત્યો સંહાર્યા, ભક્તજનોના સંકટ સૌ કાપ્યા

ઋષિ મુનિઓ જશ ગાય ખોડીયાર મુકો અબોલડા

ધીરજ ખુટીને મારૂ મનડુ મુઝાય છે, મધ દરીયે મારી નાવ અથડાય છે

બાળકની વારે તું આવ ખોડીયાર મુકો અબોલડા

વાટલડી જોતા થાકી છે આંખડી, વિતે છે રાતડીને ડુબે છે નાવડી

દોડી આવ્યો તારે દ્વાર ખોડીયાર મુકો અબોલડા

ઘેરાણા વાદળ વિપતના જયારે, સિંધમા જાહલ ઘેરાણી જયારે

નવઘણની કીધી સહાય ખોડીયાર મુકો અબોલડા

વિનંતી સુણીને માજી પધાર્યા, ભક્તજનોના સંકટ સૌ કાપ્યા

ભટ્ટ વલ્લભ ગુણ ગાય ખોડીયાર મુકો અબોલડા.