વિદ્યાર્થીએ કહ્યું, મારા ભૂતકાળમાં કાંઈક એવું બન્યું છે જે મને દુઃખી કરે છે, સમજાતું નથી શું કરું? પછી પ્રોફેસરે જે કહ્યું તે દરેકે જાણવું જોઈએ.
વાચો એક વિદ્યાર્થી અને પ્રોફેસરની પ્રેરક કહાની, જેમાં પ્રોફેસર એક સુનમુન વિદ્યાર્થીને ખરાબ અનુભવોને ભૂલાવવા માટે પ્રેરિત કરે છે અને તેને શિકંજી પીવરાવવાના બહાને ઘરે બોલાવીને જીવનનો ઉપદેશ આપે છે.
એક પ્રોફેસર વર્ગ લઇ રહ્યા હતા. વર્ગમાં બધા વિદ્યાર્થી ઘણા રસ પૂર્વક તેમનું લેકચર સાંભળી રહ્યા હતા. તેમના પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા, પણ આ વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગમાં એક વિદ્યાર્થી એકદમ સુનમુન બેઠો હતો.
પ્રોફેસરે ચાર પાંચ દિવસ સુધી વિદ્યાર્થીને આ રીતે જ જોયો તો એક દિવસ તેમણે તેને કેબીનમાં બોલાવ્યો અને પૂછ્યું, તું દરરોજ ઉદાસ જ જોવા મળે છે, ક્લાસ મા એકલો અને સુનમુન બેસી રહે છે, લેકચર ઉપર પણ ધ્યાન નથી આપતો, કોઈ તકલીફ છે કાઈ? વિદ્યાર્થીએ અચકાતા અચકાતા કહ્યું કે મારા ભૂતકાળમાં કાંઈક એવું બન્યું છે, જે મને દુઃખી કરે છે. સમજાતું નથી શું કરું?
પ્રોફેસરે કહ્યું કે તું સાંજે મારા ઘરે આવજે. સાંજે જયારે વિદ્યાર્થી પ્રોફેસરના ઘરે ગયો તો તેમણે તેને બેસાડ્યો અને પોતે રસોડામાં જઈને શિકંજી બનાવવા લાગ્યા. તેમણે જાણી જોઇને શિકંજીમાં વધુ મીઠું નાખી દીધું. પછી બહાર આવીને શકંજીનો ગ્લાસ વિદ્યાર્થીને આપીને કહ્યું, લે આ શિકંજી પી. વિદ્યાર્થીએ ગ્લાસ હાથમાં લઈને જેવો એક ઘૂંટડો પીધો, વધુ મીઠાના સ્વાદને કારણે તેનું મોઢું વિચિત્ર બની ગયું.
પ્રોફેસરે પૂછ્યું શું થયું, શકંજી પસંદ ન આવી? વિદ્યાર્થી બોલ્યો, એવી વાત નથી સર, બસ સીકંજીમાં મીઠું થોડું વધુ છે. પ્રોફેસર બોલ્યા, અરે લે તો તો હવે આ નકામી થઇ ગઈ, લાવ ગ્લાસ મને આપ, હું તેને ફેંકી દઉં છું. પ્રોફેસરે વિદ્યાર્થી પાસેથી ગ્લાસ લેવા માટે પોતાનો હાથ આગળ કર્યો, પણ વિદ્યાર્થીને ના પાડતા કહ્યું, નહિ સર, મીઠું જ તો વધુ છે. થોડી ખાંડ વધુ નાખી દેશો તો સ્વાદ ઠીક થઇ જશે.
તેની વાત સાંભળીને પ્રોફેસર ગભીર થઇ ગયા અને કહ્યું સાચું કહ્યું તે. હવે સમજો કે આ સીકંજી તારું જીવન છે. તેમાં ભળેલું વધુ મીઠું તારા ભૂતકાળનો ખરાબ અનુભવ છે. જેવી રીતે મીઠાને સીકંજી માંથી બહાર નથી કાઢી શકતા, એવી જ રીતે તે ખરાબ અનુભવોને પણ જીવન માંથી અલગ નથી કરી શકતા.
તે ખરાબ અનુભવ પણ જીવનનો ભાગ જ નથી, પણ જે રીતે આપણે ખાંડ ભેળવીને શિકંજીનો સ્વાદ બદલી શકીએ છીએ, એવી જ રીતે ખરાબ અનુભવો ભૂલવા માટે જીવનમાં મીઠાશ તો ભેળવવી પડશે. એટલા માટે હું ઈચ્છું છું કે તું હવે તારા જીવનમાં મીઠાશ ભેળવી દે. પ્રોફેસરની વાત વિદ્યાર્થી સમજી ગયો અને તેણે નિશ્ચય કર્યો કે હવે તે ભૂતકાળની વાતોથી દુઃખી નહિ થાય.
હંમેશા આપણે બધા ભૂતકાળને યાદ કરીને વારંવાર દુઃખી થઈએ છીએ, અને આપણા વર્તમાન ઉપર ધ્યાન જ નથી આપતા. તેનાથી વર્તમાન પણ ખરાબ થવા લાગે છે અને જીવનમાં સમસ્યાઓ દુર થવાનું નામ જ નથી લેતી. એટલા માટે જે બની ગયું તેને યાદ કરવાને બદલે વર્તમાન ઉપર ફોકસ કરીને તેને સારું બનાવો અને નવી પળોને માણો. જેથી જીવનમાં મીઠાશ ભળી શકે અને ખરાબ અનુભવોને ભૂલી શકાય.
આ માહિતી ટીવી9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.