ભગવાન શિવનું તે મંદિર જ્યાં જવા માત્રથી ધોવાઈ જાય છે સાત જન્મનો પાપ.

0
417

વાંચો એક એવા મંદિર વિષે જેનું નામ રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા. ભગવાન શિવને ભોલેનાથ કહેવામાં આવે છે. એવું એટલા માટે કારણે તેમનો વ્યવહાર સરળ છે અને ભગવાન શિવ પોતાના ભક્તોની એક પોકાર પર જ તેમની વાત સાંભળી લે છે. કદાચ આ જ કારણ છે કે, હિંદુ ધર્મની સાથે સાથે અન્ય ધર્મોના લોકો પણ ભગવાન શિવમાં આસ્થા રાખે છે અને તેમને પૂજે છે.

તમે ભગવાન શિવના ઘણા મંદિરો વિષે સાંભળ્યું હશે અને ઘણા મંદિરોના દર્શન કર્યા હશે, પણ આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ એક રાજાના નામ પર છે. આ મંદિરનું નામ છે વિશ્વેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર સાથે જોડાયેલી કથા તમને રોચક લાગશે.

વિશ્વેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા : આ કથા અનુસાર ઘણા સમય પહેલા વિદર્ભ નગરમાં વિદુરથ નામના એક રાજા હતા. રાજા વિદુરથને શિકારનો શોખ હતો. એક દિવસ રાજા પોતાના સેવકો સાથે જંગલમાં શિકાર કરવા ગયા, તે જંગલમાં એક બ્રાહ્મણ મૃગછાલ પહેરીને ભગવાનનું ધ્યાન ધરી રહ્યો હતો. રાજાએ ગેરસમજણમાં તે બ્રાહ્મણને હરણ સમજીને તેના પર તિર ચલાવી દીધું. રાજાના તીરથી બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. આ કારણે રાજાએ 11 અલગ અલગ યઓનીઓમાં જન્મ લેવો પડ્યો. જેમાં અગિયારમી વખતે તે ચાંડાલ બનીને જન્મ્યા.

ચાંડાલના જન્મમાં એક વાર તે એક બ્રાહ્મણના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસ્યો પણ લોકોએ તેને પકડી પાડ્યો. લોકોએ તેને ઝાડ પર બાંધી લીધો. આ દરમિયાન તે મર્યો ત્યાં સુધી તે શૂલેશ્વરેના ઉત્તર ક્ષેત્રમાં આવેલા એક શિવલિંગના દર્શન કરતો રહ્યો, અને તેના દર્શન કરતા કરતા જ તેનું મૃત્યુ થઈ ગયું. શિવલિંગને શ્રદ્ધાપૂર્વક જોતા જોતા મૃત્યુ થવાને કારણે તેને સ્વર્ગની પ્રાપ્તિ થઇ જ્યાં તેણે સુખ ભોગવ્યું. ત્યારબાદ ફરીથી પૃથ્વી પર તેમનો જન્મ થયો અને તે વિદર્ભ નગરીના રાજા વિશ્વેશ બન્યા. રાજા વિશ્વેશને પોતાના પહેલાના જન્મ યાદ હતા.

ત્યારબાદ રાજાએ તે શિવલિંગ જેને તે મૃત્યુ સમયે જોઈ રહ્યા હતા, ત્યાં જઈને વિધિ વિધાન પૂર્વક પૂજા કરી. આ શિવલિંગ અવંતિકા નગરીમાં આવેલું હતું. રાજાની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાને તેને દર્શન આપ્યા અને મનગમતુ વરદાન માંગવા માટે કહ્યું. રાજાએ કહ્યું કે, પ્રભુ આ સંસારમાં બધાની પ્રગતિ થાય અને કોઈનું પતન ન થાય, અને તમારું નામ વિશ્વેશ્વરના નામથી જગતમાં પ્રસિદ્ધ થાય. ભગવાન શિવે તેમના આ વરદાનને માન્યું અને ત્યારથી તે શિવલિંગ વિશ્વેશ્વર મહાદેવના નામથી ઓળખાવા લાગ્યું.

આજે પણ વિશ્વેશ્વર મહાદેવમાં ઘણા શ્રદ્ધાળુઓ શિવલિંગના દર્શન કરવા આવે છે. એવું માનવામાં આવે છે કે, વિશ્વેશ્વર મહાદેવના દર્શન માત્રથી સાત જન્મોના પાપ ધોવાઈ જાય છે. ભગવાન શિવની કૃપાથી મનને શાંતિ મળે છે અને બગડેલા કામ પણ બની જાય છે. જો તમે વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા જાવ છો, તો દર્શન કર્યા પછી જ ભોજન ગ્રહણ કરો.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.