તેનાલી રામા ભાગ 6: દીવાલ પડવા પર બકરી તેની નીચે દબાઈ ગઈ, આ ઘટનાનો ગુનેગાર કોણ, જાણો જવાબ.

0
675

દરરોજની જેમ રાજા કૃષ્ણદેવ રાય તેમના દરબારમાં બેઠા હતા. ત્યારે એક ભરવાડ પોતાની ફરિયાદ લઈને ત્યાં પહોંચ્યો. ભરવાડને જોઈને રાજા કૃષ્ણદેવે તેના દરબારમાં આવવાનું કારણ પૂછ્યું.

ત્યારે ભરવાડે કહ્યું, ‘મહારાજ, મારી સાથે ઘણું ખોટું થયું છે. મારા ઘરની બાજુમાં રહેતા માણસના ઘરની દીવાલ પડી ગઈ અને તેની નીચે આવવાને કારણે મારી બકરી મ-રી-ગ-ઈ. પછી જ્યારે મેં તેની પાસે મારી મ-રી-ગ-યે-લ બકરીનું વળતર આપવાનું કહ્યું, ત્યારે તેણે વળતર ચૂકવવાની ના પાડી દીધી.

ભરવાડની વાત ઉપર મહારાજ કાંઈ બોલે એ પહેલા જ તેનાલી રામા પોતાની જગ્યાએથી ઊભા થયા અને બોલ્યા, ‘મહારાજ ચોક્કસ પણે દિવાલ પડવાને કારણે બકરી મ-રી હશે, પરંતુ તેના માટે એકલા પડોશીને દોષી ઠેરવી શકાય નહીં.’

તેનાલી રામાની આ વાત સાંભળીને રાજાની સાથે દરબારમાં હાજર તમામ મંત્રીઓ અને દરબારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ તરત જ તેનાલી રામાને પૂછ્યું, ‘તો પછી તમારા મતે દિવાલ પાડવામાં બીજું કોણ ગુનેગાર છે.’

આના પર તેનાલી રામાએ કહ્યું, ‘મને એ ખબર નથી, પણ જો તમે મને થોડો સમય આપો, તો હું સત્ય શોધીને તમારી સામે લાવીશ.’ રાજાને તેનાલી રામાનું સૂચન ગમી ગયું. તેમણે તેનાલી રામાને સાચા ગુનેગારને શોધવા માટે સમય આપ્યો.

રાજાના આદેશ પ્રમાણે, તેનાલી રામાએ ભરવાડના પાડોશીને બોલાવ્યો અને મ-રે-લી બકરીના બદલામાં ભરવાડને કેટલાક પૈસા આપવા કહ્યું. આના પર ભરવાડનો પાડોશી હાથ જોડીને બોલ્યો, ‘આ માટે હું જવાબદાર નથી. તે દિવાલ બનાવવાનું કામ કડિયાએ કર્યું હતું. એવામાં ખરા ગુનેગાર તો તે જ કહેવાય.’

તેનાલી રામાને ભરવાડના પાડોશીનું આ નિવેદન સાચું લાગ્યું. તેથી તેનાલી રામાએ તે દિવાલ બાંધનાર કડિયાને બોલાવ્યો. તે પણ ત્યાં પહોંચ્યો, પરંતુ તેણે પણ પોતાની ભૂલ ન સ્વીકારી.

કાડિયાએ કહ્યું, ‘મને ખોટી રીતે ગુનેગાર બનાવામાં આવી રહ્યો છે. અસલી ગુનેગારો તો એ મજૂરો છે જેમણે માલ બનાવવામાં વધુ પાણી ઉમેરીને માલ બગાડ્યો, જેના કારણે દિવાલ મજબુત ન બની અને નીચે પડી ગઈ.

કાડિયાની વાત સાંભળીને સૈનિકોને મજૂરોને બોલાવવા મોકલવામાં આવ્યા. ત્યાં પહોંચ્યા પછી જ્યારે મજૂરોને સમગ્ર બાબતની જાણ થઈ, ત્યારે કેટલાક મજુરોએ કહ્યું, ‘આમાં અમારા બધાનો દોષ નથી, પરંતુ તે એક વ્યક્તિ છે, જેણે માલમાં વધુ પાણી નાખ્યું હતું.’

આ પછી, માલમાં વધુ પાણી રેડનાર વ્યક્તિને રાજાના દરબારમાં પહોંચવાનો સંદેશો પણ મોકલવામાં આવ્યો. પાણી નાખનાર વ્યક્તિએ દરબારમાં પહોંચતાની સાથે જ કહ્યું, ‘જે વ્યક્તિએ મને માલમાં પાણી રેડવા માટે વાસણ આપ્યું હતું, ખરેખર ગુનેગાર તો એ છે. તે વાસણ ઘણું મોટું હતું. જેના કારણે પાણીનો અંદાજો ન આવી શક્યો અને માલમાં પાણી વધુ પડી ગયું.

જ્યારે તેનાલી રામાએ વધુ પૂછપરછ કરી તો જે વ્યક્તિએ માલમાં વધુ પાણી ઉમેર્યું હતું તેણે કહ્યું, ‘તે મોટું વાસણ ભરવાડે તેને આપ્યું હતું. તેના કારણે માલમાં વધુ પાણી પડી ગયું અને દીવાલ નબળી બની.

પછી ભરવાડ તરફ જોઈને તેનાલી રામાએ કહ્યું, ‘આમાં તારી ભૂલ છે. તારા કારણે જ બકરી મ-રી-ગ-ઈ.’

જ્યારે આખો કેસ ફરીને ભરવાડ પાસે આવ્યો, ત્યારે તે કંઈ બોલી શક્યો નહીં અને ચૂપચાપ તેના ઘર તરફ ચાલવા લાગ્યો. તે જ સમયે દરબારમાં હાજર તમામ દરબારીઓ તેનાલી રામાની બુદ્ધિમત્તા અને ન્યાયના વખાણ કરવા લાગ્યા.

વાર્તામાંથી બોધ : આ વાર્તા આપણને શીખવે છે કે આપણી સાથે જે બન્યું તેના માટે અન્ય વ્યક્તિને દોષ આપવો યોગ્ય નથી. આવી સ્થિતિમાં ધીરજ રાખવી અને સમસ્યાનો ઉકેલ શોધવો જરૂરી છે.