તેનાલી રામા ભાગ 7: તેનાલી રામાના ટોકવાને કારણે રાજા ચુકી ગયા પોતાનું નિશાન, રાજા થયા ગુસ્સે અને પછી… 

0
134

મહારાજ કૃષ્ણદેવ દર વર્ષે ઠંડીની ઋતુમાં નગરની બહાર પડાવ નાખતા હતા. આ સમય દરમિયાન મહારાજ અને તેમના કેટલાક દરબારીઓ અને સૈનિકો તેમની સાથે તંબુઓમાં રહેતા હતા. રાજ્યના તમામ કામકાજ છોડીને એ જમાનામાં ગીત-સંગીતની મહેફિલ સજાવવામાં આવતી અને ક્યારેક કિસ્સાઓ વાર્તાઓ પણ ચાલતી.

આવી જ એક રમણીય સાંજે મહારાજના મનમાં શિ-કા-ર પર જવાનો વિચાર આવ્યો. મહારાજે દરબારીઓને કહીને શિ-કા-રની તૈયારી શરૂ કરાવી. આ પછી બીજા દિવસે સવારે મહારાજ બીજા દરબારીઓ અને કેટલાક સૈનિકો સાથે શિ-કા-ર કરવા નીકળ્યા.

તેનાલી રામા મહારાજને વહાલા હતા, તેમને પણ તેમણે શિ-કા-ર-માં તેમની સાથે આવવા કહ્યું. મહારાજની વાત સાંભળીને એક દરબારીએ કહ્યું, રહેવા દો મહારાજ, તેનાલી રામાની ઉંમર થઈ ગઈ છે અને જો તે શિ-કા-ર કરવા જશે, તો તે જલ્દી થાકી જશે. દરબારીની વાત સાંભળીને બધા હસવા લાગ્યા, પણ તેનાલી રામા કંઈ બોલ્યા નહિ. આમાં મહારાજાએ તેનાલી રામાને કહ્યું કે દરબારીઓની વાત ઉપર ધ્યાન ના આપે અને તેમની સાથે શિ-કા-ર પર આવે.

મહારાજના કહેવાથી તેનાલી રામા પણ ઘોડા પર સવાર થઈને કાફલા સાથે ચાલી નીકળ્યા. થોડી વાર પછી મહારાજનો કાફલો જંગલની વચ્ચે પહોંચ્યો. શિ-કા-ર-ની શોધમાં મહારાજે નજીકમાં એક હરણ જોયું. રાજાએ હરણને નિશાન બનાવવા માટે તીર ચડાવ્યું કે હરણ ત્યાંથી ભાગવા લાગ્યું અને રાજા પોતાના ઘોડા પર તેનો પીછો કરવા લાગ્યા.

મહારાજને હરણની પાછળ જતા જોઈને અન્ય દરબારીઓ સાથે તેનાલી રામા પણ મહારાજની પાછળ જવા લાગ્યા. મહારાજે હરણને નિશાન બનાવતાં જ તે એક ગીચ ઝાડીમાં જવા લાગ્યું. મહારાજ નિશાન સાધવા હરણની પાછળ ઝાડીઓમાં જવા લાગ્યા. ત્યારે તેનાલી રામાએ મહારાજને ઉભા રહી જવા માટે પાછળથી બૂમો પાડી.

તેનાલી રામાના અવાજથી મહારાજનું ધ્યાન વિચલિત થયું અને તેઓ પોતાનું લક્ષ્ય ચૂકી ગયા. હરણ ઝાડીઓમાં જતા જ મહારાજે ફરીને તેનાલી રામા તરફ ગુસ્સાથી જોયું. મહારાજે તેનાલી રામને ઠપકો આપ્યો અને પૂછ્યું કે તેમણે તેમને ઝાડીઓમાં કેમ જવા દીધા નહિ. ક્રોધિત થઈને રાજા કૃષ્ણદેવે કહ્યું કે તેમના કારણે હરણનો શિ-કા-ર-થ-ઈ શક્યો નહિ.

મહારાજનો ઠપકો સાંભળીને પણ તેનાલી રામા મૌન રહ્યા. જ્યારે મહારાજ મૌન થયા, ત્યારે તેનાલી રામાએ એક સૈનિકને ઝાડ પર ચઢીને ઝાડીઓની બીજી તરફ જોવા કહ્યું. તેનાલી રામાના કહેવાથી સૈનિકે જોયું કે મહારાજ જે હરણનો પીછો કરી રહ્યા હતા તે એક કાંટાની ઝાડીમાં ફસાઈ ગયું હતું અને ખરાબ રીતે લો-હી-લુ-હા-ણ થઇ ગયું હતું. લાંબો સમય પ્રયત્ન કર્યા પછી હરણ એ કાંટાળી ઝાડીઓમાંથી બહાર નીકળી શક્યું અને લથડાતું લથડાતું જંગલ તરફ ભાગી ગયું.

ઝાડ પરથી ઉતરીને સૈનિકે મહારાજને આંખે દેખેલી વાત સંભળાવી. સૈનિકની વાત સાંભળીને મહારાજને ખૂબ જ આશ્ચર્ય થયું. તેમણે તેનાલી રામાને નજીક બોલાવ્યા અને પૂછ્યું કે શું તે પહેલાથી જ જાણતા હતા કે ત્યાં કાંટાળી ઝાડીઓ છે. મહારાજાની વાત સાંભળીને તેનાલી રામાએ કહ્યું, “જંગલમાં એવી ઘણી બધી ઝાડીઓ છે, જે વ્યક્તિને અ-ધ-મ-ર્યો કરીને જ છોડે છે. મને શંકા હતી કે આગળ આવી જ ‘શિ-કા-રી ઝાડીઓ’ હોઈ શકે છે.”

તેનાલી રામાની વાત સાંભળ્યા પછી, મહારાજને ફરી એકવાર તેની શાણપણની ખાતરી થઈ. બીજા દરબારીઓને જોઈને મહારાજે કહ્યું કે તમે તેનાલી રામા શિ-કા-ર પર આવે એવું નહોતા ઈચ્છતા, પણ આજે તેના કારણે જ મારો જીવ બચ્યો છે. મહારાજે તેનાલી રામાની પીઠ થપથપાવીને કહ્યું કે તમારી બુદ્ધિ અને સમજણની કોઈ તુલના ના થઇ શકે.

વાર્તાનો બોધ : ઉતાવળમાં લીધેલાં પગલાં અમુક સમયે આપણને નુકસાન પહોંચાડી શકે છે. તેથી પરિસ્થિતિ અને આસપાસની બાબતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિએ સમજદારીથી કામ કરવું જોઈએ.