પિસ્તાળીસ પરમાર ને આઠ વજીરા વીર.
વીસ ખેર ને મશાણી ખરાંય હતાં શુરવીર.
એક તેતરને કારણે ઘીગણું થયું’તું ગંભીર.
બાર ભટ્ટી પણ બાધ્યા, સામાં હતા સભાડ.
પચીસ વિહુ પાધર્યા પુગાડ્યા તા બ્રહ્માંડ.
જોમબાઈની પત્ય રાખવા કામેં આવ્યા વીર.
એક તેતરને કારણે ધીંગાણું થયું તું ગંભીર.
બાર ભેગા ભળીયાય હતાં ત્રણ કવિને બે પૂત.
રૂખડ ચોવીસ રબારીયું, એક પટેલ ચાર સપૂત.
પચીસ વિહુને પછાડીયાં, કારણ એક તીતર.
એક તેતરને કારણે ધીંગાણું થયું તું ગંભીર.
સાત એમતો સામટા, મરાયા તાય સુથાર.
સોળ છાવણી સિપાઈના રેલાયા તા રુધિર.
સભાડના કાઢ્યા છોતરાં, એક પંખી ખાતીર.
એક તેતરને કારણે ધીંગાણું થયું તું ગંભીર.
સવંત ચૌદ સો ચુમોતેરમાં વૈશાખની એક ત્રીજ.
સભાડ માર્યા સાંમટા પાંચોકના કાઢ્યા બીજ.
મૂળીમાં બેઠાં પાળિયા, સાત વિહુ શુરવીર.
સતી થયાંતા જોમબાઈ દેરીમાં બેઠાં અ(જ)જીર.
એક તેતરને કારણે ધીંગાણું થયું તું ગંભીર.
– દેવાયત ભમ્મર.
(સાભાર વનરાજ રબારી, અમર કથાઓ ગ્રુપ)