આભાર કોનો માનુ? ઈશ્વરનો કે માતાપિતાનો?

0
473

હું ઋણી કાયમ જેમનો

આભાર કોનો માનુ?

ઈશ્વરનો કે માતાપિતાનો?

એક એ જીવ આપ્યો

એક એ જીવતા શીખવાડ્યું.

એક એ ચરણ આપ્યા

એક એ ચાલતા શિખવાડ્યું.

એક એ ઊંઘ આપી

એક એ હાલરડાં ગાઇ સુવડાવ્યા.

એક એ ભૂખ આપી

એક એ વહાલથી જમાડયું.

એક એ વાચા આપી

એક એ સુંદર વાણી આપી.

એક એ જન્મજાત સંસ્કાર આપ્યા

એક એ સુસંસ્કારનું સિંચન કર્યું.

આભાર બંનેનો માનું.

એક શ્વાસ છે એક શ્વાસના પ્રણેતા છે.

એક થકી અસ્તિત્વ છે મારું

એક થકી અસ્તિત્વની ઓળખાણ છે મારી.

એક જીવ ને શિવ નું મિલન કરાવનાર ગુરુ નું ઋણ

મારા ગુરુ મારા માતા પિતા અને મારી ભારત માતા તેમના ચરણો માં સાદર પ્રણામ વંદન નમન.

– સાભાર ઉષા ચોટલીયા (અમર કથાઓ ગ્રુપ)