13 એપ્રિલથી એવું તે શું થશે કે આ 7 રાશિઓનું જીવન બદલાઈ જશે, જાણો વિસ્તારથી.

0
3397

એપ્રિલ મહિનામાં તમામ ગ્રહોનું રાશિ પરિવર્તન થશે પરંતુ સૌથી મોટું પરિવર્તન ગુરુ, શનિ, રાહુ અને કેતુનું થશે. આ ગ્રહોના પરિવર્તનને કારણે ઘણા લોકોના જીવનમાં તોફાન આવશે અને ઘણા લોકોના જીવનમાં ઠંડી લહેર પણ આવશે. આવો જાણીએ 13 એપ્રિલથી શું થશે, જે 7 રાશિના લોકોનું જીવન બદલી નાખશે.

હકીકતમાં 13 એપ્રિલ, 2022 ના રોજ ગુરુ ગ્રહ, શનિના સ્વામિત્વ વાળી રાશિ મકરમાંથી પોતાની રાશિ મીનમાં ગોચર કરશે. એક રાશિમાં 13 મહિના સુધી નિવાસ કરતા ગુરુ પોતાની ઉચ્ચ રાશિ સિવાય બીજા, પાંચમા, નવમા, બારમા ભાવમાં હોય અથવા તેમાં ગોચર કરે તો શુભ ફળ આપે છે. ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ (બળવાન), મકર રાશિમાં નીચ (નિર્બળ) હોય છે, એટલે કે ચોથી રાશિમાં ઉચ્ચ અને દસમી રાશિમાં નીચ હોય છે. એજ રીતે તે ચોથા ભાવમાં ઉચ્ચ છે અને દસમા ભાવમાં નીચ હોય છે. આવો જાણીએ 7 રાશિઓ પર તેની અસર.

1) મેષ : એપ્રિલ 2022 માં ગુરુ પોતાની રાશિમાં અને મેષ રાશિના બારમા ભાવમાં ગોચર કરશે. આ સમયગાળા દરમિયાન તમને પૈતૃક સંપત્તિમાંથી કોઈ પ્રકારનો લાભ થવાની શક્યતા છે. તમારો સમય સારો રહેશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહેશે. જો તમે વેપારી છો, તો લાભની શક્યતા બની રહી છે અને જો તમે નોકરી કરતા હોવ તો પ્રમોશનની શક્યતા છે. જો લગ્ન ન થયા હોય તો યોગ બની રહ્યો છે. ઘર ખરીદવાની અને કોઈ સારું કામ કરવાની પણ શક્યતાઓ છે. એકંદરે તમારું ભવિષ્ય ઉજ્જવળ છે.

2) વૃષભ : તમારા માટે ગુરુ ગ્રહનું ગોચર 11 માં ભાવમાં રહેશે. તેનાથી ઓફિસમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. આ ઉપરાંત જો તમે નોકરી કરી રહ્યા છો, તો તમને પ્રમોશન મળી શકે છે. આ સમયે તમે નવો બિઝનેસ પણ શરૂ કરી શકો છો. આ સમય દરમિયાન તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે, જેના કારણે તમે ઓફિસમાં પ્રશંસા મેળવી શકો છો.

3) કર્ક : એપ્રિલ 2022 માં ગુરુ તમારી રાશિના નવમા ભાવમાં ગોચર કરશે. આ સમયગાળો તમારા માટે અનુકૂળ હોઈ શકે છે. કાયમી મિલકત વધવાનો યોગ બની રહ્યો છે. વેપાર અને નોકરીમાં લાભ થશે. તમારે ફક્ત બિનજરૂરી મુસાફરી ટાળવી પડશે.

4) વૃશ્ચિક : ગુરુ એપ્રિલ 2022 માં તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વેપારનો વિસ્તાર થશે. નોકરીમાં પ્રમોશન થશે. કરિયરમાં પ્રગતિ થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

5) ધનુ : ગુરુ તમારી રાશિના ચોથા ભાવમાં ઉદય થશે. આ ગોચર તમારી સુખ અને સુવિધાઓમાં વધારો કરશે. પ્રોપર્ટી ખરીદવાની તક મળશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. લગ્ન અને પ્રવાસની શક્યતાઓ છે. આ ગોચર તમારા માટે શુભ છે.

6) કુંભ : એપ્રિલ મહિનામાં ગુરુ તમારા બીજા ઘરમાં ગોચર કરશે. આ સમય દરમિયાન, તમે સારા નફા સાથે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ જોઈ શકો છો. નોકરીમાં પગાર વધારાની સાથે પ્રમોશનની શક્યતાઓ પણ બની રહી છે. પરિવારમાં ખુશીના સમાચાર આવશે. આ સાથે તમને તમારી પૈતૃક સંપત્તિમાંથી પણ લાભ મળવાની શક્યતા છે.

7) મીન : એપ્રિલ મહિનામાં ગુરુ તમારી રાશિના લગ્ન ભાવમાં ગોચર કરશે. આ ગોચર તમારા વ્યક્તિત્વને નિખારશે. આત્મવિશ્વાસ વધશે. તમને અપેક્ષા મુજબ સફળતા મળશે. નોકરી-ધંધામાં કોઈ પડકાર હશે તો લોકોનો સહકાર મળશે. તમારી આવકમાં વધારો થશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.