(૧) એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, તમે BMW કેટલા દિવસમાં ખરીદી શકો?
દિલ્હીના ડોકટરે કહ્યું કે, હું દિવસ-રાત પ્રેકટીસ કરું તો છ મહિનામાં BMW ખરીદી શકું.
મુંબઈના એમબીએ થયેલા યુવકે કહ્યું કે, મારે નવ મહિના કામ કરવું પડે.
સાઉથના એન્જિનિયરે કહ્યું કે, BMW માટે મારે એકાદ વર્ષ કામ કરવું પડે.
ગુજરાતના વેપારીએ કહ્યું કે, મને લાગે છે કે એ માટે મારે પાંચ વર્ષ જોઈએ.
ઈન્ટવ્યુ લેનારે એકદમ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, પાંચ વર્ષ?
ગુજરાતી વેપારીએ તરત જવાબ આપ્યો, સાહેબ BMW કંપની મોટી છે, એટલે તેને ખરીદવી હોય તો પાંચ વર્ષ તો થાય જ ને!
વિચારવાનો અભિગમ ઘણો મહત્વનો હોય છે.
(૨) આફ્રિકાની આ સાચી વાત છે. સો વર્ષ પહેલાં ત્યાં પગરખાં પહેરવાનું કોઈ જાણતું નહોતું.
પગરખાનો વેપાર તપાસવા (ફિઝિબિલિટી રિપોર્ટ માટે) ત્યાં એક અમેરિકાની કંપનીએ અને એક જાપાનની કંપનીએ પોતપોતાના એજન્ટો મોકલ્યા.
ત્યાં કેટલાક દિવસો પછી રહી, અભ્યાસ કર્યા બાદ અમેરિકન એજંન્ટે રીપોર્ટ તૈયાર કર્યો. તેણે રિપોર્ટમાં લખ્યું : “અહીં પગરખાં પહેરવાનુ કોઈ જાણતું નથી. માટે વેપારની શક્યતા નથી.”
જયારે જાપાની એજન્ટે રિપોર્ટમાં જણાવ્યું : “અહીં પગરખાં કોઈની પાસે નથી. તેનો ઉપયોગ શીખવાડવા માટે થોડો સમય જોઇશે. પછી તો વેપાર ધમધોકાર ચાલશે.”
છેવટે પરિણામ એ આવ્યું કે, જાપાનનો પગરખાનો વેપાર સમગ્ર આફ્રિકામાં જોશભેર ચાલવા લાગ્યો અને અમેરિકાનો વેપાર ત્યાં જઈ શક્યો જ નહિ.
“સફળતા અને નિષ્ફળતાનો આધાર માનવીના દૃષ્ટિકોણ અને અભિગમ પર જ રહેલો છે.”
– Dr Kartik Shah
(સાભાર ચીમન ભલાલા, અમર કથાઓ ગ્રુપ)