એક મૂર્તિકાર હતો અને તેની પ્રસિદ્ધિ દેશ-વિદેશમાં હતી અને તેને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ મૂર્તિકાર તરીખે લોકો ઓળખતા. તે એવી સજીવ મૂર્તિ બનાવતો હતો કે જે એકદમ અસલી લાગે. તેને આ વાતનો ખુબ ઘમંડ હતો. સમય વીતતો ગયો અને મૂર્તિકારની ઉંમર વધતી ગઈ. જયારે મૂર્તિકારને લાગ્યું કે તેનીમૃ ત્યુનજીક છે, તો તેને યમદૂતને ભ્રમિત કરવા માટે પોતાની જેવું એકદમ સરખી 10 મૂર્તિઓ બનાવી દીધી અને મૂર્તિઓ વચ્ચે જઈને બેસી ગયો. જેથી યમદૂત તેને ઓળખી ન શકે.
જયારે યમદૂત તેને લેવા આવ્યો તો ઓળખી ન શક્યો કે મૂર્તિમાંથી અસલી માણસ કોણ છે? તેણે વિચાર્યું કે મૂર્તિકારના પ્રાણ ન લીધા તો સૃષ્ટિના નિયમ તૂટશે અને મૂર્તિઓને તોડીશ તો કલાનું અપમાન થશે. પછી યમદૂતે એક યુક્તિ અપનાવી. તેને કહ્યું “કદાચ આ મૂર્તિ બનાવનાર મને મળતો તો હું તેને જણાવતો કે મૂર્તિ તો ખુબ સુંદર છે પરતું તેમાં કેટલી ભૂલો છે.”
આ સાંભળતા જ મૂર્તિકારનો ઘમંડ જાગી ગયો અને તે ઉભો થઈને બોલી ઉઠ્યો કે “મારી મૂર્તિ કલામાં કોઈ ભૂલ કાઢી જ શકતું નથી, મેં આજીવન સુંદર મૂર્તિઓ બનાવી છે. યમદૂતે જલ્દીથી તેનો હાથ કપડયો અને બોલ્યો : ‘બસ આ જ એક ભૂલ કરી છે તું એ, પોતાના ઘમંડમાં નિર્જીવ મૂર્તિ બોલી શકતી નથી’
શીખ : કોઈ કામમાં કેટલી પણ નિપુણતા મેળવી હોય ક્યારેય પણ તેના પર ઘમંડ ન કરવો જોઈએ.
પ્રતીકાત્મક ફોટાઓ