છોકરાના પિતાએ કહ્યું – મને મારા દીકરા માટે વહુની જરૂર છે, કોઈ ફુલદાનીની નહીં, જાણો એવું કેમ કહેવું પડ્યું.

0
622

છોકરાના પિતા જ્યારે પણ વેવાઈને ત્યાં જતા ત્યારે થનારી વહુ ફક્ત આરામ જ કરતી, પછી જે થયું તે સમજવા જેવું છે.

એક વકીલ સાહેબે પોતાના દીકરાનું સગપણ નક્કી કર્યું. થોડા દિવસ પછી વકીલ સાહેબ થનાર વેવાઈના ઘરે ગયા. તો ત્યાં તેમણે જોયું કે તેમના થનાર વેવાણ ખાવાનું બનાવતા હતા. બધા બાળકો અને થનાર વહુ ટીવી જોઈ રહ્યા હતા. વકીલ સાહેબે ચા પીધી, ખબર અંતર પૂછ્યા અને પાછા આવ્યા.

એક મહિના પછી, વકીલ સાહેબ ખબર અંતર પૂછવા ફરી વેવાઈને ઘરે ગયા. આ વખતે તેમણે જોયું કે તેમના ભાવિ વેવાણ કચરો વાળી રહ્યા હતા, બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. અને તેમની થનાર વહુ સોફા પર સુઈ રહી હતી. વકીલ સાહેબે થોડી વાતચીત કરી, ખાવાનું ખાધું અને પાછા આવ્યા.

થોડા દિવસ પછી વકીલ સાહેબ કોઈ કામથી પાછા થનાર વેવાઈને ત્યાં ગયા. તેમણે ઘરમાં જઈને જોયું તો થનાર વેવાણ વાસણ ઘસી રહ્યા હતા, બાળકો ટીવી જોઈ રહ્યા હતા, અને થનાર વહુ પોતાના હાથમાં નેલપોલિશ કરી રહી હતી.

વકીલ સાહેબે ઘરે આવીને, ઊંડો વિચાર કરીને છોકરી વાળાને એ સમાચાર પહોંચાડ્યા કે અમને આ સગપણ મંજુર નથી. છોકરી વાળાએ કારણ પૂછ્યું ત્યારે વકીલ સાહેબે કહ્યું કે, “હું થનાર વેવાઈને ત્યાં ત્રણ વાર ગયો. ત્રણે વખત ફક્ત વેવાણ જ ઘરના કામ કાજમાં વ્યસ્ત દેખાયા. એકવાર પણ મને થનાર વહુ ઘરમાં કામ કરતી હોય એવું નથી દેખાયું.

જે દીકરી પોતાની સગી માં ને દરેક સમયે કામમાં વ્યસ્ત જોઈને પણ તેમની મદદ કરવાનું ના વિચારે, ઉંમરલાયક માં થી ઓછી ઉંમરવાળી, જવાન થઈને પણ પોતાની માં ને કામમાં મદદ કરાવવાનો જુસ્સો ના રાખે, તે કોઈ બીજાની માં, અને કોઈ અપરિચિત પરિવાર વિષે શું વિચારશે. મને મારા દીકરા માટે એક વહુની જરૂર છે, કોઈ ફુલદાનીની નહીં, જે ફક્ત ઘરને સજાવવામાં ઉપયોગમાં આવે.

એટલે બધા માતાપિતાએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ આવી નાની નાની બાબતો ઉપર ચોક્ક્સ નજર રાખે. દીકરી ઘણી વ્હાલી કેમ ના હોય, તેની પાસે ઘરનું કામકાજ ચોક્કસ કરાવવું જોઈએ. સમયે સમયે ખિજાવવું પણ જોઈએ, જેથી સાસરે વધુ કામ કરવાથી કે કોઈના કાંઈ બોલવાથી તેના દ્વારા ખોટું કરવાનો પ્રયત્ન ના કરવામાં આવે.

આપણા ઘરે દીકરી જન્મે છે, આપણી જવાબદારી દીકરી માંથી “વહુ” બનાવવાની છે. જો આપણે આપણી જવાબદારી બરાબર રીતે ના બજાવી, દીકરીમાં વહુના સંસ્કાર ના નાખ્યા, તો એની સજા દીકરીને મળે છે.

અને માં બાપાને મળે છે, “આખી જિંદગી ગાળો.”

દરેકને સુંદર અને સુશીલ વહુ જોઈએ, પણ ભાઈઓ જ્યારે આપણે આપણી દીકરીમાં, એક સારી વહુના સંસ્કાર નાખીશું, ત્યારે તો આપણને સંસ્કારી વહુ મળશે.

આ કડવું સત્ય કદાચ કેટલાક લોકો સહન ના કરી શકે, પરંતુ વાંચો અને સમજો, બસ એટલી જ પ્રાર્થના.

વૃદ્ધાશ્રમમાં માં બાપાને જોઈને બધા લોકો દીકરાને જ જવાબદાર ઠેરવે છે. પણ એ કેમ ભૂલી જાય છે કે ત્યાં મોકલવામાં કોઈ દીકરીએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હોય છે. નહીંતર દીકરો પોતાના માં બાપાને લગ્ન પહેલા વૃદ્ધાશ્રમ કેમ નથી મોકલતો.