મહાભારતનો એ કિસ્સો જયારે યુધીષ્ઠીરે દુનિયાની તમામ મહિલાઓને આપ્યો હતો શ્રાપ.

0
457

ધર્મરાજ યુધીષ્ઠીરને તેમના ન્યાય માટે ઓળખવામાં આવતા હતા. ધર્મ પ્રત્યે તેમની નિષ્ઠા અને સત્ય પ્રત્યે તેમનું સમર્પણ જ તેમને પાંચ ભાઈઓ વચ્ચે ધર્મરાજ બનાવે છે. ધર્મરાજ યુધીષ્ઠીરને એક અત્યંત શાંત અને વિનમ્ર વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે. પણ મહાભારતનો એક કિસ્સો એવો પણ છે, જ્યાં ધર્મરાજ યુધીષ્ઠીરે ગુસ્સામાં આવીને તેમની માં કુંતી સહીત તમામ મહિલા જાતીને જ શ્રાપ આપી દીધો હતો. આજના લેખમાં અમે તમને એ કિસ્સો સંભળાવવાના છીએ.

નાગવંશી રાજા કુંતીભોજે એક યદુવંશી કન્યાને દત્તક લીધી અને તેનું નામ રાખ્યું કુંતી. કુંતીનું એક બીજું નામ પૃથા પણ હતું. કુંતીના લગ્ન હસ્તિનાપુરના રાજા પાંડુ સાથે થયા અને તે પાંડવો માંથી ત્રણ ભાઈઓ એટલે યુધીષ્ઠીર, અર્જુન અને ભીમની માતા બની. પણ આજે અમે તમને જે કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ તે કુંતીના રાજા પાંડુ સાથે લગ્ન પહેલાના જીવન સાથે જોડાયેલો છે એટલે જયારે કુંતી કુંવારી હતી.

મહર્ષિ દુર્વાસા અને વરદાન :

મહર્ષિ દુર્વાસા એક તેજસ્વી અને મહાન ઋષિ હતા. પણ તેમનો ગુસ્સો જગજાહેર હતો. મહર્ષિ દુર્વાસા અચાનક જ ઘણા ગુસ્સે થઇ જતા હતા અને કોઈને પણ શ્રાપ આપી દેતા હતા. સામાન્ય લોકો જ નહિ પણ દેવતા પણ મહર્ષિ દુર્વાસાના ગુસ્સાથી ડરતા હતા. તેવામાં એક વખત મહર્ષિ દુર્વાસા કુંતીના પિતા રાજા કુંતીભોજને ત્યાં ભોજન માટે પધાર્યા. કુંતી તે સમયે કુંવારી હતી અને મહર્ષિ દુર્વાસાના ગુસ્સાને જાણતી હતી. એટલા માટે તેણે પોતે મહર્ષિ દુર્વાસાની સેવાની જવાબદારી સાંભળી. કુંતીએ નિઃસ્વાર્થ મનથી મહર્ષિની સેવા કરી. તેની સેવાથી મહર્ષિ દુર્વાસા ખુબ પ્રસન્ન થયા અને તેમણે કુંતીને એક વરદાન આપ્યું.

એ વરદાન ખાસ કરીને વેદોનો એક મંત્ર હતો જેના દ્વારા કુંતી કોઈ પણ દેવતા પાસેથી પુત્ર પ્રાપ્ત કરી શકતી હતી. મહર્ષિ દુર્વાસા તો વરદાન આપીને જતા રહ્યા પણ કુંવારી કુંતીના મનમાં મહર્ષિ દુર્વાસાનો મંત્ર ચકાસવાની ઈચ્છા ઉત્પન થઇ, તો કુંતીએ તે મંત્રથી ભગવાન સૂર્યનું આહવાન કર્યું. ભગવાન સૂર્યના પ્રતાપથી કુંતીને કવચ કુંડળ ધારી અતિ તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઇ. પણ લોક લાજના ડરથી કુંતી તેને પોતાની પાસે રાખી શકતી ન હતી, એટલા માટે કુંતીએ તે બાળકને એક ટોપલીમાં મૂકીને નદીમાં વિસર્જિત કરી દીધું.

આ નિરાધાર ટોપલી નદીમાં વહેતા વહેતા ભીષ્મ પિતામહના સારથી અધિરથને મળી. અધિરથે જયારે ટોપલીમાં બાળકને જોયું તો તેણે તે બાળકને ઉછેરવાનો નિર્ણય કર્યો. તેમની પત્નીએ પણ આ નિર્ણયનો સહર્ષ સ્વીકાર કરી લીધો. બંને પતિ પત્ની એટલે સારથી અધિરથ અને તેમની પત્ની રાધાએ તે બાળકનું નામ રાખ્યું કર્ણ.

મહાભારત અને કર્ણ :

કહેવામાં આવે છે કે મહાભારતના યુદ્ધમાં જયારે અર્જુનના હાથે કર્ણનો અંત થાય છે, ત્યારે કુંતી કર્ણના શરીરને ભેટીને વિલાપ કરવા લાગે છે. માતા કુંતીને એક શત્રુ માટે વિલાપ કરતા જોઈ બધા પાંડવ આશ્ચર્યમાં પડી જાય છે અને માતા કુંતીને તેનું કારણ પૂછે છે. ત્યારે કુંતી તેમને જણાવે છે કે, કર્ણ તેમનો દુશ્મન નથી પણ મોટો ભાઈ છે. પછી માતા કુંતી પાંડવોને મહર્ષિ દુર્વાસાના મંત્ર અને ભગવાન સૂર્યના પ્રતાપથી ઉત્પન થયેલા કર્ણની સંપૂર્ણ વાત જણાવે છે.

માતા કુંતીની આ વાત સાંભળીને ધર્મરાજ યુધીષ્ઠીર અત્યંત ક્રોધિત થઇ જાય છે. તેમને એવું લાગે છે કે તેમની માતાના આ ભેદને કારણે આજે પાંડવોના માથા ઉપર મોટા ભાઈ નોવ ધકરવાનું કલંક પણ લાગી ગયું. પછી યુધીષ્ઠીરે દુનિયાની તમામ મહિલાઓને એ શ્રાપ આપ્યો કે, મહીલાઓ ભલે કેટલા પણ પ્રયત્ન કરે, પણ તે તેમના મનમાં કોઈ વાત ક્યારે પણ છુપાવીને નહિ રાખી શકે. માન્યતા છે કે તે દિવસ પછી સંસારની કોઈ પણ મહિલાઓ પોતાના મનમાં કોઈ પણ ઊંડું રહસ્ય વધુ દિવસો સુધી નથી રાખી શકતી.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.