છૂટાછેડા અને સાસરીમાં છોકરીના દુઃખનું કારણ શું છે? આ લેખ લોકોની આંખો ઉઘાડી શકે છે.

0
548

છૂટાછેડા

એક વાત આજના સમયમાં જાણવી જરૂરી છે કે છૂટાછેડા અને સાસરી માં છોકરી ના દુઃખ નું કારણ શું છે? સુખ જોઈને લગ્ન કરવા, પૈસા જોઈને લગ્ન કરવા, મોંઘી મોંઘી કાર જોઈને લગ્ન કરવા, છોકરો સારો દેખાય છે અને આવું તો ઘણું બધું જોવામાં આવે છે.

યાદ રાખજો સાહેબ કે રૂપિયા તો વ્યવસ્થા માત્ર છે આપણા સંસારની. પણ કોઈએ જોયું કે છોકરો શું કરે છે? એના બાપ ના પૈસા પર તો જલસા નથી કરતો ને. છોકરો 100 રૂપિયા પણ પોતાનાં કમાતો હશે તો તેની કિંમત ખબર હશે એને.. જેની સાથે જીવન જીવવા નું છે તેને તો આજે કોઈ જોતું જ નથી. બધું છે ગાડી, બંગલા, રૂપિયા પણ એ કાંઈ જ કામ નથી લાગવાના. ડા રુ પીવે છે પણ ક્યારેક પાર્ટી હોય તો જ.. તો શું આ બધું કામ લાગશે જ્યારે તમારી છોકરી ને સારા સહારાની જરૂર હશે?

સુખ માં આવેલા વર્ષો તો જીવી લેશે મસ્તી મજા કરતાં કરતાં. પણ આ જીવન છે ક્યારેક એવો સમય પણ આવે કે દુઃખ પડે, તો શું એ છોકરો કે છોકરી સાથે રહીને સામનો કરી શકશે તે જોયું?

સુખ જોઈને લગ્ન કરનાર હમેશાં દુ:ખી જ થાય છે અને સંસ્કાર જોઈને લગ્ન કરનાર હમેશાં સુખી.

નિરવ્યસની અને હોશિયાર પતિ, કરકસર કરતી અને સમજુ પત્ની એટલે આ જમાના નું સૌથી સારું અને સુંદર કપલ.

સુખ માં તો બધા સાથે હોય પણ દુઃખ માં સાથે રહે અને હિંમત આપે એ જ સાચો જીવન સાથી.

હવે વિચારી લેજો કે આપણા છોકરાં કે છોકરી ને ખુશ અને સુખી રાખવાં હોય તો ખરેખર શું કરવું જોઈએ?

બસ આજ વાત જો સમજાઈ જાય અને આજ વિચાર અને સમજણ વડીલો અને વ્યક્તિ માં આવી જાય તો આ છૂટાછેડા ના બનાવો બનતા બંધ થઈ જશે.

– દિક્ષ પટેલ (D’ix Patel અમર કથાઓ ગ્રુપ)