જે હીરાને રાજા અને મંત્રીઓ ન ઓળખી શક્યા તેને એક અંધ વ્યક્તિ ઓળખી ગયા, વાંચો ગુજરાતી બોધકથા.

0
647

વિપરીત પરિસ્થિતિઓમાં આપણે હંમેશા શાંત રહીને મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ નહિ કે ધીરજ ગુમાવીને નકારાત્મક વસ્તુ તરફ આકર્ષિત થવું જોઈએ. સીરીઝમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ જયારે હજારો લોકો કાચ અને હીરાની ઓળખ કરી શકતા ન હતા તો કેવી રીતે એક આંધળા વ્યક્તિ એ કાંચ અને હીરાની ઓળખ સરળતાથી કરી લીધી.

એક રાજાનો દરબાર ભરાયો હતો. શિયાળાનો દિવસ હતો એટલા માટે રાજાનો દરબાર ખુલ્લી જગ્યામાં ભરાયો હતો જેથી શિયાળાના તડકાનો શરીરને લાભ મળી શકે. મહારાજના સિંહાસન સામે એક ટેબલ રખાવવામાં આવ્યું હતું. મંત્રી, પંડિત, દિવાન વગેરે બધા દરબારમાં બેઠા હતા. રાજાના કુટુંબના સભ્ય પણ બેઠા હતા.

તે સમયે એક વ્યક્તિ આવ્યો અને રાજાને મળવાની આજ્ઞા માંગી. તેને પરવાનગી મળી ગઈ. પછી તેણે રાજા સમક્ષ કહ્યું, મારી પાસે બે વસ્તુઓ છે જે એક સમાન દેખાય છે, પણ એક નકલી છે અને એક અસલી. હું દરેક રાજ્યના રાજા પાસે જાવ છું અને તેમને સાચી વસ્તુની ઓળખ કરવા આગ્રહ કરું છું, પણ કોઈ તેને ઓળખી શક્યા નથી. બધા હારી જાય છે અને હું વિજેતા બનું છું. હવે હું તમારા નગરમાં આવ્યો છું.

રાજાને પણ તેની વાતમાં રસ જાગ્યો. તેમણે તેને તે બે વસ્તુઓ રજુ કરવાનો આદેશ આપ્યો. પછી પેલા વ્યક્તિએ તે બંને વસ્તુ ટેબલ ઉપર મૂકી દીધી. તે એકદમ સમાન આકારની અને સમાન રૂપ રંગની હતી. વજન, પ્રકાશ બધું એક સરખું.

રાજાએ કહ્યું, આ બંને વસ્તુઓ એક છે.

તો તે વ્યક્તિએ કહ્યું, હા દેખાય તો એક જેવી જ છે પણ તે અલગ અલગ છે. તેમાંથી એક ખુબ કિંમતી હીરો અને એક છે કાચનો ટુકડો, પણ રૂપ રંગ બધું એક છે. કોઈ પણ વ્યક્તિ આજ સુધી પારખી નથી શક્યું કે, કયો હીરો છે અને કયો કાચ?

જો કોઈ ઓળખી બતાવે કે હીરો કયો છે અને કાચ કયો છે, તો હું હારી જઈશ અને કિંમતી હીરો હું તમારા રાજ્યની તિજોરીમાં જમા કરાવી દઈશ. અને જો કોઈ ઓળખી ન શક્યા તો તે હીરાની જે કિંમત છે એટલી ધનરાશી તમારે મને આપવી પડશે. આ રીતે હું ઘણા રાજ્યો માંથી ધન જીતીને આવ્યો છું.

પછી રાજાએ ઘણા સમય સુધી તે બંને વસ્તુઓને ધ્યાનથી જોઈને તેને ઓળખવાનો પ્રયત્ન કર્યો અને છેવટે હાર માનીને કહ્યું – હું આ બે માંથી અસલી હીરાને ઓળખવામાં અસમર્થ છું..

પછી તો એક એક કરીને બધા દરબારીઓએ તપાસ કરી પણ કોઈ ઓળખી ન શક્યું. હવે રાજાને ડર સતાવવા લાગ્યો કે જો મારા દરબારમાં કોઈએ તેની ઓળખ ન કરી તો મારી પ્રતિષ્ઠા ઘટી જશે.

રાજાના દરબારમાં કેટલાક સામાન્ય નાગરિક પણ પોતાની સમસ્યાઓ લઈને આવ્યા હતા. તેમાં એક અંધ વ્યક્તિ પણ હતા. તે અંધ વ્યક્તિએ હિંમત કરીને રાજાને કહ્યું, એક તક મને પણ આપો. આંધળા વ્યક્તિને જોઈને બધા તેની મજાક ઉડાવવા લાગ્યા. પણ રાજાએ બધાને ચૂપ કરાવ્યા અને તેને મંજુરી આપી દીધી.

આંધળા વ્યક્તિએ તે બંને વસ્તુનો સ્પર્શ કર્યો અને હીરો કયો છે અને કાચ કયો છે તે જણાવી દીધું. જે માણસ હંમેશા જીતતો આવ્યો હતો તે તેની સામે નતમસ્તક થઇ ગયો અને કહ્યું – તમે એકદમ સાચા છો. તમે સાચો હીરો ઓળખી લીધો. તમે ધન્ય છો.

પછી રાજાએ તે આંધળા વ્યક્તિને પૂછ્યું, તમે જોય વગર સાચા હીરાને કેવી રીતે ઓળખ્યા?

તે અંધ વ્યક્તિએ કહ્યું, આ એકદમ સરળ છે રાજન. આપણે બધા તડકામાં બેઠા છીએ અને થોડા થોડા ગરમ થયા પછી. અને જયારે મેં આ બંને વસ્તુનો સ્પર્શ કર્યો તો એક વસ્તુ એકદમ ઠંડી હતી અને એક આપણી જેમ થોડી ગરમ હતી. એટલે જે ઠંડો હતો તે અસલી હીરો હતો અને જે ગરમ હતો તે કાચ હતો.

આંધળા વ્યક્તિના મુખમાંથી આ વાત સાંભળીને બધા ચક્તિ થઇ ગયા, અને વિચારવા લાગ્યા આટલી નાની એવી વાત આપણે કેમ ન સમજી શક્યા?

શીખ : (1) જીવનમાં પણ આવું જ બને છે. જે વ્યક્તિ નાની નાની વાત ઉપર ગરમ થઇ જાય છે કે ઝગડવા લાગે છે, વાત વાતમાં બીજા સાથે વિવાદ કરે છે અને ઊંચા અવાજમાં બોલે છે તે વ્યક્તિ કાચનો ટુકડો છે. તેનાથી વિપરીત જે વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઠંડા રહે, તે વ્યક્તિ હીરો હોય છે.

(2) આંધળા વ્યક્તિ પોસેથી આપણને એ ઉપદેશ મળે છે કે, સમસ્યા કેવી પણ હોય, મગજને શાંત રાખીને નિરાકરણ લાવી શકાય છે. તેના માટે આપણે આપણી વિચારસરણી સકારાત્મક રાખવાની જરૂર છે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.