શિષ્યએ ગુસ્સે થઈને પૂછ્યું મને પ્રવેશ કેમ ના આપ્યો, પછી ગૌતમ બુદ્ધે આ રીતે તેને પાઠ ભણાવ્યો.

0
97

ક્રોધ આપણા અંગત, આર્થિક, પારિવારિક અને સામાજિક જીવનને બગાડે છે. ગુસ્સામાં સાચા-ખોટાનું ધ્યાન નથી રહેતું અને વ્યક્તિ એવા શબ્દો બોલે છે જેના કારણે સંબંધ તૂટવાની અણી પર પહોંચી જાય છે. ગૌતમ બુદ્ધે તેમના એક શિષ્યને સમજાવ્યું હતું કે ક્રોધ કેવી રીતે નુકસાન કરે છે.

સોમવાર, 16 મે એ ગૌતમ બુદ્ધની જન્મજયંતિ છે. જાણો ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી આ ઘટના.

એક દિવસ ગૌતમ બુદ્ધ તેમના શિષ્યો સાથે બેઠા હતા. ગૌતમ બુદ્ધ ખૂબ જ શાંત દેખાતા હતા. ગૌતમ બુદ્ધને આ રીતે જોઈને બધા શિષ્યોએ વિચાર્યું કે કદાચ તથાગત (ગૌતમ બુદ્ધ) ની તબિયત સારી નથી.

શિષ્યોએ ગૌતમ બુદ્ધને પૂછ્યું, ‘આજે તમે આટલા શાંતિથી બેઠા છો. તમારી તબિયત તો સારી છે ને, કે અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે?

શિષ્યોનો પ્રશ્ન સાંભળ્યા પછી પણ ગૌતમ બુદ્ધ કંઈ બોલ્યા નહિ. શાંતિથી બેસી રહ્યા.

તે સમયે એક શિષ્ય બીજા શિષ્યોથી દૂર ઊભો હતો, તેણે ત્યાંથી જોરથી બૂમ પાડી કહ્યું, ‘આજે મને અહીં બેસવાની છૂટ કેમ નથી મળી?’

ગૌતમ બુદ્ધ આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા હતા. ગૌતમ બુદ્ધ તરફથી કોઈ જવાબ ન મળતાં તે શિષ્યએ ફરીથી જોરથી બૂમ પાડી, ‘મને શા માટે પ્રવેશ આપવામાં આવ્યો નથી?’

આ વખતે ગૌતમ બુદ્ધે પોતાની આંખો ખોલી અને તેમના શિષ્યોને કહ્યું, ‘તે અસ્પૃશ્ય છે. આ કારણે તેને અહીં આવવાની મંજૂરી આપી શકાય નહીં.’

આ સાંભળીને બધા શિષ્યોને આશ્ચર્ય થયું કે ગૌતમ બુદ્ધ ભેદભાવપૂર્ણ વાત કેવી રીતે કરી શકે છે. કેટલાક શિષ્યોએ કહ્યું, ‘આપણા ધર્મમાં જાતિ-સંપ્રદાયનો ભેદભાવ નથી, તો પછી તે અસ્પૃશ્ય કેવી રીતે થયો?’

ગૌતમ બુદ્ધે કહ્યું, ‘આજે તે ગુસ્સે થઈ રહ્યો છે. ક્રોધ આપણા મનને અશાંત કરી મૂકે છે. ગુસ્સો કરવો એ માનસિક હિં-સા-છે. આપણે કોઈપણ પ્રકારની હિં-સા-કરતા નથી. તેથી જ તેણે આજે થોડી વાર આમ જ ઊભા રહેવું જોઈએ.

ગુસ્સે થયેલો શિષ્ય પણ ગૌતમ બુદ્ધની વાત સાંભળી રહ્યો હતો. હવે તેને પોતાના વર્તન પર પસ્તાવો થવા લાગ્યો. તે સમજી ગયો કે અ-હિં-સા ધર્મ છે. ગુસ્સાના કારણે સંબંધો તૂટી શકે છે. તે ગૌતમ બુદ્ધ અને પોતાના સાથીઓથી દૂર થઈ શકે છે. આ પછી તેણે ગૌતમબુદ્ધ અને બધા શિષ્યોની સામે પ્રતિજ્ઞા લીધી કે હવેથી તે ક્યારેય ગુસ્સે નહીં થાય.

બોધ : આપણે પણ ક્રોધથી બચવું જોઈએ. ગુસ્સાને કાબૂમાં રાખવા મૌન પાળવું, ધ્યાન કરવું. ધ્યાન કરવાથી મન શાંત રહે છે અને પ્રતિકૂળ સમયમાં પણ એકાગ્રતા જળવાઈ રહે છે. આપણે ગુસ્સાથી દૂર રહી શકીએ છીએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.