વ્રજવાણી કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ઐતિહાસિક ગામ છે. વ્રજવાણીમાં આશરે પપ૬ વર્ષ પહેલાં દુનિયા છોડી ગયેલા ઢોલીના પાળિયામાં નાદ સંભાળાય છે.
આમ તો વ્રજવાણીના ઇતિહાસને લઇને સમાજ, લોકો અને લેખોમાં અસમંજસતા રહેલી છે, પણ ઇતિહાસના પાના ઉથલાવીએ તો આજથી આશરે પપપ વર્ષ પહેલાં વાગડના વ્રજવાણીમા આહિરો નેસડાઓમાં વસવાટ કરતા. અખા ત્રીજના મેળામાં એ સમયે યુવાનો કુ સ્તી કરી રહ્યા હતા, બાળકો હિંચકા ખાઇ રહ્યા હતા અને નેસડાની ૧૪૦ આહિરાણીયુ સવારના પહોરથી ઢોલના તાલે કદમતાલ મિલાવી રમી રહી હતી.
ઢોલીની થાપ પડતી ગઇ ધ્રુજારી ઉત્પન્ન થતી ગઇ અને ૧૪૦ આહિરાણીયું હાથીદાંતના જાડા ચૂ ડલા અને પગમાં કાંબી અને કડલા પહેરી રાસડા લેતી રહી, રાત આખી વીતવા આવી, ત્યાં સુધી તેઓના પગ થંભ્યા જ નહીં.
પશુઓની દોહાઇ અને રાતનું વાળું બાકી હતું, નાના બાળકો રોતા રોતા ભૂખ્યા પેટે સૂઇ ગયા હતા. બીજા દિવસના પ્રથમ પહોરે ગામના આહીરો ગરમ થયા. સ્થળે જઇ જોયું તો બધીયે આહીરાણીયુ રાસ રમવામાં મશગૂલ હતી.
એક આહીરે ગુસ્સામાં આવી ઢોલીને તર વારનો ઝા ટકો મા રતાતે તત્કાળ દુનિયા છોડી જતો રહ્યો. પણ શૂરાપુરાની જેમ ધડ અને હાથ ઢોલ વગાડતા જ રહ્યા. સૂરની પ્રેમી અને કૃષ્ણની ધૂન પર રાસ રમતી આહિરાણીઓ સમી ગોપીઓએ થંભી ગઇ, ઘરે જવા ઇનકાર કરી તેઓએ સંગીતના પ્રેમ વિયોગમાં તરત એ જગ્યાએ પ્રા ણ ત્યાગ કર્યો જે સ્થળ પર આજેય તે સતીઓના ૧૪૦ પાળિયા છે.
ઢોલીનો પાળિયો અને નવું બનેલું સતી સ્મારક છે, જેમાં ઢોલીના પાળિયામાં આજે પણ કાન ધર તા એક બિટ સંભળાય છે, માઇક્રોવેવ સમી ધ્રુજારી ઉત્પન્ન થાય છે.
વર્ષોથી સંભાળતી આ દંતકથાનો ઘણા શ્રદ્ધાળુઓએ સાક્ષાત્કાર કર્યો. આજે વિજ્ઞાનયુગમાં આ વાત ભલે આપણે માનીએ કે, ન માનીએ, પણ બને છે હકીકત છે, ભલે પછી આ સત્ય પાછળ લોકોની આસ્થાનુ તિતભ્રમ હોય, આ જગ્યાની પવિત્રતા હોય, આજે ધ્રબૂકી રહેલા ઢોલીનું જોમ હોય કે, પછી ૧૪૦ આહિરરાણીયુંનું સત, જે પણ હોય પણ અહીં આવનારા પ્રવાસીઓ હોંશે હોંશે આ વાતની અનુભૂતિ કરવા સ્મારકની પાછળ આવેલા ઢોલીના પડીએ કાન જરૂર ધરે છે અને બિટ સંભળાય છે, અને મેં પણ સાંભળી ને અનુભૂતિ કરેલ છે. અને અમુક પ્રવાસીઓ તો દરેક પાળિયે પાળિયે જઇ અન્ય વાતની સત્યતા ચકાસતા હોય છે.
જય શ્રી કૃષ્ણ
જય હો વ્રજવાણી
– સાભાર નિલેશ ભેંસાણિયા (અમર કથાઓ ગ્રુપ)