શાશ્ચત આત્માના અસ્તિત્વ અને જીવનમાં ગુરુનું મહત્વ જણાવતો આ લેખ અચૂક વાંચજો.

0
388

ઇચ્છા, કર્મ અને આત્મ સજગતા આ ત્રણેય એક જ શક્તિની અભિવ્યક્તિ છે. અને આ શક્તિ તમે છો.

આ ત્રણેય માથી કોઈ પણ એક સમયે ગમે તે એકનો પ્રભાવ વધુ રહેતો હોય છે.

જ્યારે ઈચ્છાઓ સર્વોપરી હોય ત્યારે આત્મ સજાગતા એના નીચલા સ્તરે હોય છે અને પરિણામે દુ:ખ વધે છે. માટે જ જગતભર ના સંતો મહંતોએ ઈચ્છાઓને ત્યાગવાની સલાહ આપી છે.

જ્યારે કર્મો સર્વોપરી હોય ત્યારે અશાંતિ અને રોગો આવે છે.

જ્યારે સજાગતા સર્વોપરી હોય ત્યારે સુખ અને આનંદ નો ઉદય થાય છે.

અને જ્યારે તમારી ઈચ્છાઓ અને કર્મો વિશુધ્ધ ભાવે સમાજની સુખાકારી માટે દિવ્યતા ના ચરણોમાં ચઢાવાય છે, ત્યારે આત્મ સજાગતા પણ એની મેળે જ સમૃદ્ધ થાય છે. અને ત્યારે તમને આત્મજ્ઞાન અચૂક રીતે પ્રાપ્ત થાય છે

આત્મા ન તો દુ:ખ ને જાણે છે કે ન મો **તને તો પણ જીવનની બધીજ ઘટનાઓમાં વહે છે.

પ્રેમમાં ન હો ત્યારે અનાસક્ત થવુ સહેલુ છે. અનન્ય પ્રેમમાં હોવા છતાં અવિચલિત રહેવુ કાળજી લેવી પરંતુ ચિંતા ન કરવી. આગ્રહી થવુ પણ વ્યગ્રતા ન લાવવી. આ બધાજ જાગૃત આત્મા ના પ્રત્યક્ષ લક્ષણો છે.

દશ યુવકો એક ગામથી બીજા ગામ જઈ રહ્યાં હતાં. રસ્તે એમણે એક નદી પાર કરવાની હતી. નદીના બીજા છેડે પહોચી તેઓ ચકાસવા માંગતા હતા કે બધા સહીસલામત આ પાર આવી ગયા છે કે કેમ?

દરેકે ગણતરી કરી જોઈ પરંતું તેમને જણાયુ કે માત્ર નવ જ યુવાનો છે. દશમા યુવાનને ખોવા બદલ દુઃખી થઈ એ લોકો રડવા લાગ્યા.

તેવા સમયે ત્યાંથી એક શાણો પુરુષ પસાર થયો. તેણે યુવાનોને પુછ્યું, હે મારા મિત્રો તમે શા માટે રડી રહ્યાં છો?

યુવાનો એ કહ્યું કે અમે નદી પાર કરતા પહેલા દશ જણ હતા હવે અમે નવ જ રહ્યા છીએ એટલે રડવી છીએ.

શાણા પુરુષે જોયુ તો એ દશે દશ હતા માટે એણે ફરીથી ગણતરી કરવાનુ કહ્યુ. દરેકે ફરી નવ જ ગણ્યા પરંતુ પોતાને ગણવાનુ ભુલી જાતા હતા.

પછી શાણા પુરુષે બધાને લાઈન મા ઉભા રાખ્યા અને ગણતરી શરૂ કરી અંતે છેલ્લા યુવાનને એણે કહ્યું કે તુ દશમો છે. અને તેઓ બધા દશમા યુવાનને પાછો મેળવવા બદલ આનંદ થી નાચી ઉઠ્યા.

એ રીતે જ પાંચ ઈદ્રીયો અને ચાર અંતઃકરણ ના સભ્યો મન, બુધ્ધિ, ચિત્ત અને અંહકાર જ્યારે આત્માને જાણી નથી શકતા ત્યારે દુઃખી થાય છે. અને ત્યારે ગુરુ આવે છે અને તમને બતાવી કહે છે કે, તમે દશમા છો ગણતરી જરૂર કરો પરંતુ તમને દશમો મળે નહીં ત્યાં સુધી ગણતરી કરતા જ રહો.

જ્યારે શાશ્ચત આત્માના અસ્તિત્વની જાણકારી થાય છે ત્યારે આનંદનો પણ ઉદય થાય છે.

નળસરોવર

વિક્રમ ભાઈ રાવળદેવ બાપા સીતારામ (અમર કથાઓ ગ્રુપ)

જય ગુરુ મહારાજ ઓમ નમઃ શિવાય.