શું હકીકતમાં દેવતાગણ આપણે ધરાવેલો ભોગ ગ્રહણ કરે છે? વાંચો ગીતાના આધારે આપવામાં આવેલો જવાબ.

0
415

ભોગ ગ્રહણ :

હિંદુ ધર્મમાં ભગવાનને ભોગ લગાવવાનું વિધાન છે… શું સાચે જ દેવતાગણ ભોગ ગ્રહણ કરે છે?

હાં… આ સાચુ છે. શાસ્ત્રમાં એનું પ્રમાણ પણ છે. ગીતામાં ભગવાન કહે છે, જે ભક્ત મારા માટે પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ આદિ અર્પણ કરે છે, તે શુદ્ધ બુદ્ધિ નિષ્કામ પ્રેમી ભક્તના અર્પણ કરેલાં પત્ર, પુષ્પ આદિ હું ગ્રહણ કરું છું. ગીતા ૯/૨૬

હવે તેઓ ખાય છે કેવી રીતે, એ સમજવું જરુરી છે. આપણે જે ભોજન ગ્રહણ કરીયે છીયે તે પાંચ તત્વોથી બનેલી હોય છે, કેમકે આપણું શરીર પાંચ તત્વોથી બનેલું હોય છે, એટલા માટે અન્ન, જળ, વાયુ, પ્રકાશ અને આકાશ તત્વની આપણને જરુર હોય છે, જે આપણે અન્ન અને જળ આદિના દ્વારા પ્રાપ્ત કરીયે છીયે.

દેવતાનું શરીર પાંચ તત્વોથી બનેલું નથી હોતું, તેમનામાં પૃથ્વી અને જળ તત્વ નથી હોતા. મધ્યમ સ્તરના દેવતાઓનું શરીર ત્રણ તત્વોથી અને ઉત્તમ સ્તરના દેવતાનું શરીર બે તત્વ – તેજ અને આકાશથી બનેલું હોય છે. એટલે દેવ શરીર વાયુમય અને તેજોમય હોય છે.

દેવતાઓ વાયુના રુપમાં ગંધ, તેજના રુપમાં પ્રકાશને અને આકાશના રુપમાં શબ્દને ગ્રહણ કરે છે. એટલે કે દેવતા ગંધ, પ્રકાશ અને શબ્દના દ્વારા ભોગ ગ્રહણ કરે છે. જેનું વિધાન પૂજા પદ્ધતિમાં હોય છે.

આપણે જેમ જે અન્નનો ભોગ લગાવીયે છીયે, દેવતા તે અન્નની સુગંધને ગ્રહણ કરે છે, તેનાંથી તૃપ્તિ થઈ જાય છે.

જે પુષ્પ અને ધૂપ લગાવીયે છીયે, તેની સુગંધને દેવતા ભોગના રુપમાં ગ્રહણ કરે છે. જે આપણે દીપક પ્રગટાવીયે છીએ, તેનાંથી દેવતા પ્રકાશ તત્વને ગ્રહણ કરે છે.

આરતીનું વિધાન પણ તેનાં માટે છે, આપણે જે મંત્ર પાઠ કરીયે છીયે, અથવા જે શંખ વગાડીયે છીયે કે ઘડીયાલ વગાડીયે છીયે, તેને દેવતા ગણ આકાશ તત્વના રુપમાં ગ્રહણ કરે છે.

એટલે કે પૂજામાં આપણે જે પણ વિધાન કરીયે છીયે, તેનાંથી દેવતા વાયુ, તેજ અને આકાશ તત્વના રુપમાં ભોગ ગ્રહણ કરે છે.

જે પ્રકૃતિના દેવતા હોય, તે પ્રકૃતિનો ભોગ લગાવવાનું વિધાન છે.

આ રીતે હિંદુ ધર્મની પૂજા પદ્ધતિ પૂર્ણ “વૈજ્ઞાનિક” છે.

જય શ્રી કૃષ્ણ

– સાભાર અનીલ પઢિયાર (અમર કથાઓ ગ્રુપ)