600 વર્ષ જૂનો છે આ શિવ મંદિરનો ઇતિહાસ, જાણો યમુના નદીના કિનારે આવેલા આ મંદિર વિષે.

0
602

એક એવું શિવ મંદિર જ્યાં શિવલિંગનો થાય છે ભવ્ય શ્રુંગાર, ભક્તોની લાગે છે ભીડ.

આપણા દેશને મંદિરોની ધરતી કહેવામાં આવે છે. અહીં લાખો મંદિરો છે જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દરેક મંદિર સાથે પોતાની પરંપરાઓ અને માન્યતાઓ જોડાયેલી છે. એવું જ એક મંદિર ઉત્તર પ્રદેશના આગરામાં આવેલું છે. તેને બલ્કેશ્વર મહાદેવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. અહીં શ્રાવણમાં ભક્તોની ભીડ જામે છે. તાજમહેલથી આ મંદિર ફક્ત 7 કિલોમીટર દૂર છે. આ મંદિર આગરાના પ્રમુખ દર્શનીય સ્થળો માંથી એક છે.

આપણા દેશમાં શિવજીના અનેક પ્રસિદ્ધ મંદિર છે. એવું જ એક મંદિર આગરામાં આવેલું છે. તેને બલ્કેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. એવી લોકવાયકા છે કે આ મંદિરની શોધ 600 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો.

ગાઢ જંગલમાં હતું આ મંદિર : કહેવામાં આવે છે કે જ્યાં આ મંદિર આવેલું છે, ત્યાં ક્યારેક બીલી પત્રનું ગાઢ જંગલ હતું. લગભગ 600 વર્ષ પહેલા જયારે જંગલને કાપવામાં આવ્યું તો લોકોને અહીં શિવલિંગ અને મંદિર દેખાયું.

બીલી પત્રના જંગલમાં હોવાને કારણે જ આને બિલ્કેશ્વર મહાદેવ મંદિર પણ કહેવામાં આવે છે. યમુના નદીના કિનારે કારણે આ મંદિરનું મહત્વ ઘણું વધારે છે.

બલ્કેશ્વર મંદિરનું ખાસ આકર્ષણ છે અહીંના શિવલિંગનો અદ્દભુત શૃંગાર. અહીં શિવલિંગને ચંદન અને કેસરથી સજાવવામાં આવે છે.

માન્યતા છે કે જો કોઈ ભક્ત સતત 40 દિવસ મંદિરમાં દર્શન અને પૂજન કરે છે, તો તેની દરેક મનોકામનાઓ પુરી થઈ શકે છે.

યમુનાના કિનારે આવેલા આ શિવાલયની ભવ્યતા ઘણી વખણાય છે. અહીં શ્રાવણ મહિનાના સોમવારે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ભોલે બાબાનો ભવ્ય શ્રુંગાર થાય છે.

બલ્કેશ્વર મહાદેવ મંદિરનું પ્રાચીન નામ બિલ્કેશ્વર મહાદેવ મંદિર છે. આ શિવાલયની માન્યતા છે કે જે પણ ભક્ત સાચા મનથી આવે છે તેમની દરેક ઈચ્છા પુરી થાય છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.