જીવનમાં બીજાના સાથ (ગ્રુપ) નું મહત્વ જાણવા આ રસપ્રદ સ્ટોરી વાંચો.

0
877

એક વ્યક્તિ, જે નિયમિતપણે કુટુંબની સભાઓમાં ભાગ લેતો હતો, તેને અચાનક કોઈ પણ સૂચના વિના ભાગ લેવાનું બંધ કર્યું.

થોડા અઠવાડિયા પછી, એક ખૂબ જ ઠંડી રાતે તે ગ્રુપ ના એક વડીલે તેમની મુલાકાત લેવાનું નક્કી કર્યું.

તેમણે તેને ઘરમાં એકલો ફાયર પ્લેસની સામે બેઠેલો જોયો, ત્યાં એક તેજસ્વી આગ સળગી રહી હતી.

તે માણસે વડીલનું સ્વાગત કર્યું.

ત્યાં એકદમ નીરવ શાંતિ હતી.

બંને માણસો ફાયરપ્લેસમાં સળગતા લાકડાઓ માંથી નીકળતી જ્વાળાઓ જોઈ રહ્યા હતા.

થોડી મિનિટો પછી, વડીલે એક પણ શબ્દ બોલ્યા વગર સળગતા લાકડાઓ માંથી એક સૌથી વધારે પ્રકાશ સાથે સળગી રહેલ લાકડા ને પસંદ કરી સાણસી વળે સળગતા લાકડાઓ થી દુર મૂકી, પાછા પોતાની જગ્યાએ બેસી ગયા.

યજમાન દરેક વસ્તુ પર ધ્યાન આપી અને આકર્ષિત થઈ ને જોઈ રહ્યો હતો. થોડા સમય પછી દૂર મુકેલ સળગતા લાકડાની આગ બુઝાઈ ગઈ હતી, થોડા સમય પહેલા જે ઝળહળતો તેજસ્વી પ્રકાશ અને ગરમી આપતો હતો તે કાળો પડી ગયેલ લાકડાં ના ટુકડા સિવાય કંઈ ન હતો.

થોડીવાર પછી વડીલ શુભેચ્છા પાઠવી, બહુ ઓછા શબ્દો બોલ્યા અને જવા માટે તૈયારી કરતાં પહેલાં, ઓલવાઈ ગયેલા લાકડાના ટુકડા ને લઈને ફરીથી આગની વચ્ચે મૂકી દીધો. તરત જ લાકડાનો ટુકડો તેની આસપાસના સળગતા કોલસાના પ્રકાશ અને ગરમીથી સળગવા લાગ્યો.

જ્યારે વડીલ પાછા જવા માટે દરવાજે પહોંચ્યા ત્યારે યજમાને કહ્યું: ‘તમારી મુલાકાત માટે અને તમારા સુંદર પાઠ બદલ આભાર. હું જલ્દી ગ્રુપમાં પાછો ફરીશ.’

આપણા જીવનમાં ગ્રુપ કેમ મહત્વપૂર્ણ છે?

ખૂબ જ સરળ :

કારણ કે ગ્રૂપના દરેક સભ્ય બાકીનાઓમાંથી અગ્નિ અને ગરમી લે છે. ગ્રુપના સભ્યોને તે યાદ કરાવવું યોગ્ય છે કે તેઓ જ્યોતનો ભાગ છે. બધા એકબીજાની જ્યોત સળગાવવા માટે જવાબદાર છીએ. અને આપણે આપણા વચ્ચેના સંગઠનને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી આગ ખરેખર મજબૂત, અસરકારક અને સ્થાયી રહે.

આગને હંમેશા સળગતી રાખો.

ગ્રુપ એ પણ એક પરિવાર જ છે આપણે બધાં અહીં મળવા, શીખવા, વિચારોની આપલે કરવા માટે અને આપણે એકલા નથી તે જાણવા ભેગા થયા છે. તો ચાલો આ જ્યોતને જીવંત રાખીએ.

સીપી

હેમકલા કોઠારી

(સાભાર સંજય રસિકલાલ છટવાણી, અમર કથાઓ ગ્રુપ) (પ્રતીકાત્મક ફોટા)