મહાભારતના એક પ્રસંગ પરથી આપણને જીવનમાં સંઘર્ષનું મહત્વ સમજાય છે, સમય કાઢીને વાંચજો જરૂર.

0
870

મહાભારતના યુ ધમાં અર્જુનના પુત્ર અભિમન્યુને કૌરવોએ બહુ જ ખરાબ રીતે મા રીનાખ્યો હતો. ત્યારબાદ અર્જુને પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે સાંજ સુધીમાં અભિમન્યુના અંત માટે જવાબદાર જયદ્રથનો હું અંત કરીશ. આ સાંભળીને દુર્યોધને જયદ્રથની સુરક્ષા ઘણી વધારી દીધી કે જેથી અર્જુન કોઈ પણ રીતે જયદ્રથ સુધી પહોંચી જ ન શકે. પરંતુ થયું એવું કે અર્જુન એક હોશિયાર યો ધોહતો. આથી તમામ પ્રકારની શક્તિ વાપરીને જયદ્રથ સુધી પહોંચી ગયો અને બીજા દિવસનાં સૂર્યાસ્ત સુધીમાં એણે જયદ્રથનો અંત કર્યો અને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી.

ત્યારે દુર્યોધન ખૂબ જ દુઃખી દુઃખી થઇ ગયો અને દુર્યોધને પોતાના ગુરુ દ્રોણને પૂછ્યું કે, પ્રભુ હું અને અર્જુન આપની જ પાસે, એક જ સાથે ભણ્યા છીએ. એક જ પ્રકારનું ભણ્યા છીએ. પરંતુ અર્જુન મારા કરતાં કેમ વધારે શક્તિશાળી છે. ત્યારે ગુરુ દ્રોણે દુર્યોધનને જવાબ આપ્યો કે એનું કારણ એ જ છે કે અર્જુને જીવનમાં ભયંકર સંઘર્ષ કર્યો છે. ત્રણ ત્રણ વખત વનવાસ ભોગવ્યો છે. જેના લીધે અર્જુન નું નક્કર ઘડતર થયું છે. જ્યારે તેં ઘર બહાર પગ મૂક્યો નથી અને કોઇ પ્રકારનો સંઘર્ષ કર્યો નથી. આમ સંઘર્ષ કરવાવાળો હંમેશા આગળ નીકળી જાય છે.

આના સમાંતર મને એક ઉદાહરણ યાદ આવે છે કે, હું જ્યારે નાનો હતો ત્યારે મારા પિતાજીને હંમેશા પૂછતો કે રસ્તા આટલા ઉબડખાબડ હોય છે તો પછી જો રસ્તાને કાચના બનાવી દેવામાં આવે તો મુસાફરી કરવાની કેટલી મજા આવે. મારા પિતાજી હસતા હસતા કહેતા કે, રસ્તા કદાચ કાચના કરી પણ નાખવામાં આવે તો તે રસ્તા ઉપર કદાપિ વાહન ચાલી શકે નહીં.

ત્યારે મારા આશ્ચર્યનો પાર ન રહે. તો મારા પિતાજી મને સમજાવતા કે જો વાહનને ચાલવું હોય તો રસ્તા ઉપર ઘર્ષણ હોવું જરૂરી છે. એટલે રસ્તો ઉબડખાબડ હોવો જોઈએ. તેમજ વાહનના પૈડાંની સપાટી પણ થોડી ખરબચડી હોવી જોઈએ.માટે વાહનના પૈડાંની સપાટી પર કાપા પાડવામાં આવે છે. વાતનો સારાંશ એ છે કે ગતિ કરવી હોય તો ઘર્ષણ વિના ગતિ શક્ય નથી.

તમે જુઓ કે કુદરતે પણ આપણા હાથની અંદર હસ્તરેખાઓ આપી છે તે શેના માટે? કારણકે હસ્તરેખાઓ હોય તો અને તો જ કોઈ વસ્તુને સારી રીતે પકડી શકાય છે. એટલું જ નહીં આપણા પગ ની અંદર પણ રેખાઓ મૂકી છે કે જેનાથી પગ જમીન સાથે ચીપકીને રહે. આમ, કુદરત પણ જાણે છે કે ઘર્ષણ વિના કશું જ શક્ય નથી.

ભૌતિક શાસ્ત્રમાં(Physics) જેને ઘર્ષણ કહેવામાં આવે છે તેને જીવનશાસ્ત્રમાં દુઃખ કહેવામાં આવે છે. એટલે ઘર્ષણ/દુઃખ એ આપણા માટે દુ:ખદાયક નથી પરંતુ જીવનની પ્રગતિ માટેનું સાધન છે. આથી ઘર્ષણ/દુ:ખ એ ક્યારેય દુઃખ દાયક બનવું ન જોઇએ. જો એની સમજણ હોય તો. ઘર્ષણ એ પ્રગતિનું કારક છે એ જો સમજાય તો આપણને એ જીવનમાં ઉપયોગી થઈ શકે. આધાર બધો આપણી સમજણ પર છે.

કર્દમ ર. મોદી, પાટણ. (અમર કથાઓ ગ્રુપ)