આ 4 રાશિઓનું જીવન થશે મુશ્કેલ, રાહુ કેતુ રાશિ બદલીને આપશે દુઃખ અને પરેશાનીઓ.

0
259

રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન આ 4 રાશિઓવાળાના જીવનમાં લાવશે મુશ્કેલીઓ, સાવચેત નહીં રહો તો દુઃખી થશો.

રાહુ અને કેતુને જ્યોતિષમાં છાયા ગ્રહ માનવામાં આવે છે. આ બે અશુભ ગ્રહોના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. રાહુ અને કેતુ વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે રાહુ-કેતુને એક ચક્ર પૂર્ણ કરવામાં દોઢ વર્ષ લાગે છે.

30 ઓક્ટોબરે આ બંને ગ્રહો મીન રાશિમાં ગોચર કરશે. અને એવી 4 રાશિઓ છે, જેમના માટે આવનારો સમય મુશ્કેલીઓથી ભરેલો રહેશે. હવે જાણી લો એ કઈ કઈ રાશિઓ છે.

પહેલી છે મેષ રાશિ : રાહુ-કેતુનું આ ગોચર મેષ રાશિના લોકો માટે ઘણી મુશ્કેલીઓ લાવશે. તમારો માનસિક તણાવ વધી શકે છે. અનેક પ્રકારની સમસ્યાઓ તમને ઘેરી શકે છે. પત્ની સાથે વિવાદ પણ વધી શકે છે.

બીજી છે વૃષભ રાશિ : રાહુ-કેતુનું ગોચર વૃષભ રાશિના લોકોને પણ કષ્ટ આપશે. દરેક પગલે તમારી સામે સમસ્યાઓનો પહાડ ઉભો રહેશે. ખર્ચાઓ બેકાબૂ બનશે અને ઘરમાં પણ અશાંતિ રહેશે, જેના કારણે મુશ્કેલીઓ વધુ વધશે.

ત્રીજી છે કન્યા રાશિ : રાહુ-કેતુનું ગોચર કન્યા રાશિના લોકો માટે પરેશાનીઓથી ભરેલો સમય લાવશે. તમારો સંઘર્ષ વધશે અને દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ તમને ઘેરી લેશે. નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ તમને રોકી રાખશે. સંબંધોમાં કડવાશનો અનુભવ થઈ શકે છે.

ચોથી છે મીન રાશિ : આ સમયગાળો મીન રાશિના લોકોને પણ પરેશાનીઓથી ઘેરશે. લોન ચૂકવવી તમારા માટે ભારે સાબિત થઈ શકે છે. સંતાનની ચિંતામાં ડૂબી જશો. નકામા કામોમાં વધુ ખર્ચ થશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.