ધુષ્ણેશ્વર જ્યોતિર્લિંગની પ્રાગ્ટ્ય કથા અને ઇતિહાસ, વાંચો તેની સાથે જોડાયેલી અજાણી વાતો.

0
1102

હર હર મહાદેવ.

ધૃષ્ણેશ્વર મહાદેવનો ઈતિહાસ અને શિવ નામનું મહાત્મ્ય.

આપણે જાણીએ છીએ કે શિવ દેવોના અધિપતિ દેવ છે. પણ શિવને મો તના દેવ પણ કહેવાય છે અને મો તના દેવ પણ એવા કે જેની ઉપાસના કરવાથી સારું જીવન મળે. મનુષ્યના જીવનમાં આવેલી એવી તકલીફો કે જેનું નિરાકરણ જ ન મળતું હોય એવી અસાધ્ય તકલીફોનો શિવ ઉપાસના કરવાથી નાશ થાય છે.

કોઈપણ પ્રકારની તકલીફ હોય, શારીરીક, માનસિક, સાંસારિક અથવા તો જીવનમાં રહેલા કોઈપણ પ્રકારના દોષો હોય, આ તમામ સમસ્યાનુ નિવારણ શિવ પૂજા અને શિવ ઉપાસનાથી મળે છે. અહમને ઓગાળીને અને સાચા મન તેમ જ હૃદયના શુદ્ધ ભાવથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો ભોળાનાથની કૃપા ચોક્કસ પ્રાપ્ત થાય છે.

શિવ મહાપુરાણમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે, જે માણસના મુખમાંથી ભગવાન શિવનું નામ પ્રગટ થાય તે જ ક્ષણે તે મનુષ્યના તમામ પાપો બળીને ભસ્મ થાય છે. એથી આગળ શિવ મહાપુરાણ એમ કહે છે કે, જે મનુષ્યના મુખમાંથી શ્રી શિવાય નમઃ નીકળે છે તેનું મુખ પાવન તીર્થ છે અને તેના મુખના દર્શન કરવા માત્રથી પાપો દૂર થાય છે.

આજે વાત કરવી છે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક જ્યોતિર્લિંગ એવા શ્રી ધૃષ્ણેશ્વર મહાદેવની. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ શહેરથી 30 કિલોમીટરના અંતરે ઈલોરા ગામ પાસે આવેલું છે. શ્રી ધૃષ્ણેશ્વર જ્યોર્લિંગ વિશે બે કથાઓ પ્રચલિત છે. કાશીખંડ નામના ગ્રંથમાં કરવામાં આવેલા ઉલ્લેખ અનુસાર શ્રી ધૃષ્ણેશ્વર મહાદેવનુ નામ પુરાણ કાળમાં કુમકુમેશ્વર હતુ.

આ જ્યોતિર્લિંગની પ્રાગ્ટ્ય કથા મુજબ શિવજી અને માતા ગિરજાભવાની કામ્યક નામના વનમાં નિવાસ કરતાં હતાં, ત્યારે ધૃષ્ણેશ્વર મહાદેવની બાજુમાં આવેલા શિવાલય તીર્થના પૂર્વ કિનારા પર ઉભેલા માતા ગિરજાભવાની પોતાના હાથમાં કંકુ લઈને કપાળ પર લેપ કરવાની તૈયારી કરી રહ્યાં હતાં. માં ભવાનીએ તીર્થ કુંડમાંથી પાણી લઈને પોતાના ડાબા હાથમાં રાખેલા કંકુ પર પોતાની જમણા હાથની અનામિકા આંગળીથી ભેળવ્યું. તે વખતે મંત્રોચ્ચારને કારણે હથેળીમાં એક જ્યોતિ પ્રગટ થઈ.

આ જ્યોતિને માતા ગિરજાભવાનીએ પોતાના સામર્થ્યથી જે પ્રસ્તરલિંગમાં સ્થાપિત કરી તે જ જ્યોતિર્લિંગ એટલે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનુ એક જ્યોતિર્લિંગ શ્રી ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ અંદરથી કુમકુમ જેવા રંગનુ હોવાથી તેમને કુમકુમેશ્વર મહાદેવ પણ કહેવાય છે. સમય જતાં આ મહાદેવનુ નામ ધૃષ્ણેશ્વર મહાદેવ પડ્યું. ધૃષ અર્થાત ઘસવું. અને આ રીતે ઘર્ષણમાંથી જે પ્રગટ થયું એ જ ધૃષ્ણેશ્વર.

હર હર મહાદેવ.

– સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)