ખુબ જ વિશેષ હોય છે લીમડાનું ઝાડ, નથી જાણતા તો આજે જાણી લો તેનું ધાર્મિક મહત્વ.

0
576

લીમડાના ઝાડનું હિંદુ ધર્મમાં છે વિશેષ મહત્વ, આ કારણો સર વધી જાય છે તેનું જ્યોતિષીય અને ધાર્મિક મહત્વ.

લીમડાનું ઝાડ બીમારીઓ ફેલાવવા વાળા જીવાણુંઓને દુર કરવા માટે ઓળખાય છે, ઝાડ નહિ લીમડાના પાંદડા. જયારે પણ ઘરમાં કોઈને થોડું પણ સંક્રમણ થઇ જાય છે, તો દાદી-નાનીના નુસખા મુજબ લીમડાના પાંદડાનો ઉપયોગ કરીને તે સંક્રમણને ઘણી જ સરળતાથી દુર કરવાનું તો આપણે આપણા ઘરોમાં નાનપણથી જોયું જ છે. પણ આજે આપણે જાણીશું કે, લીમડાના ઝાડનું હિંદુ ધર્મમાં ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ આટલું બધું કેમ છે?

લીમડાના ઝાડનું મહત્વ :

તમે ધારો તો લીમડાના તાજા પાંદડા સ્નાન કરવાના પાણીમાં નાખીને તેનાથી સ્નાન કરી શકો છો. એમ કરવાથી જીવાણું વગેરે દુર થાય છે. લીમડાના પાંદડામાં એટલી શક્તિ હોય છે કે, તે સંક્રમણને આપણા જીવનથી દુર રાખે છે.

લીમડાના ઝાડનું જ્યોતિષીય અને ધાર્મિક મહત્વ :

જાણકારો હિંદુ ધર્મની ધાર્મિક માન્યતાઓ પ્રમાણે જણાવે છે અને માને છે કે, લીમડાના ઝાડનો સંબંધ શનિદેવ સાથે હોય છે. અને ઘણા બધા લોકો તેને કેતુ સાથે પણ જોડીને જુવે છે. તેથી નિયમિત રીતે લીમડાના ઝાડની પૂજા કરવાથી કુંડળી માંથી શનિ અને કેતુના ખરાબ પ્રભાવ ઓછા કે દુર કરી શકાય છે.

તે ઉપરાંત દેવી અને શક્તિની પૂજા ઉપાસનામાં પણ લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. માં શીતળા અને માં કાળીની પૂજામાં પણ લીમડાનો ઉપયોગ કરવો ઘણું શુભ માનવામાં આવે છે. ઘણી બધી જગ્યાઓ ઉપર લીમડાના ઝાડને નિમાડી દેવી કહે છે, જેને માં દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. લીમડાના ઝાડ એટલે કે નિમાડી ઝાડની પૂજાનું વિધાન પણ જણાવવામાં આવ્યું છે.

જે વ્યક્તિઓના જીવનમાં શનિ દોષ રહેલા હોય છે તેમને શનિની શાંતિ માટે લીમડાના ઝાડના લાકડાથી હવન કરવાની સલાહ આપવામાં આવે છે. એમ કરવું શનિની દશા સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે ઘણું લાભદાયક સાબિત થાય છે. તે ઉપરાંત જો શનિ જીવનમાં વધુ પીડા આપી રહ્યો છે, તો લીમડાના લાકડાની માળા ધારણ કરવી પણ લાભદાયક હોય છે. તેની સાથે જ લીમડાના લાકડામાંથી બનેલા યંત્ર ઘણા જ પ્રભાવશાળી અને શુભ માનવામાં આવે છે.

તે ઉપરાંત જેમ કે અમે તમને પહેલા પણ જણાવ્યું હતું કે લીમડાના પાંદડાને સ્નાન કરવાના પાણીમાં નાખીને તેનાથી સ્નાન કરવાથી જીવાણું વગેરે દુર થાય છે સાથે જ એમ કરવાથી કેતુ સાથે જોડાયેલી સમસ્યા પણ જીવન માંથી દુર થાય છે.

તો હવે તમને સમજાઈ ગયું હશે કે લીમડાનું ઝાડ ખરેખર ઘણું જ ચમત્કારી અને લાભદાયક હોય છે.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.