સંત તુકારામની પત્ની તેમની આદર્શ ભાવના જોઈ તેમના ચરણોમાં પડી ગઈ, વાંચો તેમના જીવનના પ્રસંગ વિષે.

0
622

સંત તુકારામની ધર્મપ્રિયતા અને સહનશીલતાનો કોઈ પાર નહિ. લક્ષ્મીનો કોઈ દિવસ સંત તુકારામને મોહ નહિ. પોતાના રોટલામાંથી અડધો રોટલો તેઓ ભૂખ્યાને આપતા તેવા દયાળુ સંત તુકારામ હતા.

ખેતરમાંથી સાંજના ઘરે આવે ત્યારે ખેતરમાં ઊગેલું અનાજ કે પાક પોતાની સાથે લેતા આવે અને રસ્તામાં જે કોઈ ભિક્ષાર્થી મળે તેને આપતા આવે. ઘેર અનાજ પહોંચે કે ન પહોંચે તેની એમને લેશમાત્ર પરવા નહિ.

એકવાર એમણે પોતાના ખેતરમાં શેરડી વાવી હતી. શેરડીનો પાક સારા પ્રમાણમાં ઊતર્યો હતો. એક દિવસ સાંજના તેઓ માથે શેરડીનો એક મોટો ભારો મૂકીને ઘર તરફ પાછા ફરતા હતા. રસ્તામાં ગામના છોકરા તેમને ઘેરી વળ્યા અને કહેવા લાગ્યા, ‘મને શેરડી આપો, મને શેરડી આપો.’ સંત તુકારામ તો દયાના મહાસાગર હતા. છોકરાને આખો ભારો વહેંચી દીધો. એમની પાસે શેરડીનો માત્ર એક જ સાંઠો રહ્યો.

સંત તુકારામ ઘેર આવ્યા. તેમની ધર્મપત્ની ભારે ક્રોધવાળી હતી. તુકારામના હાથમાં શેરડીનો માત્ર એક જ સાંઠો જોઈને તે આ ગબબૂલી થઈ, ધૂ વાપૂંવા થઈ ગઈ.

સંત તુકારામે શેરડીનો સાંઠો પોતાની પત્નીના હાથમાં આપ્યો અને કહ્યું : ‘એક તારા માટે !’

પત્નીએ સાંઠો તુકારામની પીઠ પરમા ર્યો અને શેરડી સાંઠાના બે કટકા થઈ ગયા.

સંત તુકારામ હસ્યા અને બોલ્યા : ‘લોકો ભલે તારી નિં દા કરે, પણ તું સાચી પતિ વ્રતા છે. તે શેરડીના સાંઠામાંથી બે ભાગ બનાવ્યા એક તારા માટે અને એક મારા માટે ! સાચી પત્નીનો એ જ આદર્શ હોઈ શકે. લોકો નાહક તારી નિંદા કરી તને વગોવે છે.’

સંત તુકારામની આવી આદર્શ ભાવના જોઈ તેમની પત્ની તેમના ચરણોમાં પડી ગઈ.

– સાભાર ચીમન ભલાલા, અમર કથાઓ ગ્રુપ