જ્યા સુધી તકલીફનો જાત અનુભવ ન થાય, ત્યા સુધી બિજાની તકલીફ અનુભવાતી નથી.

0
529

એક માણસ તેના ડુક્કર સાથે બોટમાં મુસાફરી કરી રહ્યો હતો.

એ બોટમાં અન્ય મુસાફરોની સાથે એક ગુજરાતી માણસ પણ હતો.

ડુક્કરે પહેલાં બોટમાં ક્યારેય મુસાફરી કરી ન હતી, તેથી આ બધુ જોઇને તેને ખુબ જ આનંદ આવ્યો. તે આખી બોટમા આગળ-પાછળ, ઉપર-નીચે દોડાદોડી અને કુદાકુદ કરવા લાગ્યુ.

તેના માલિકે તેને શાંત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તે સફળ ન થયો.

બોટના મુસાફરોમા આનાથી ખળભળાટ મચી ગયો અને બધા ગભરાટના કારણે આમથી ભાગવા લાગ્યા. મહિલાઓ અને બાળકો ચીસાચીસ કરવા લાગ્યા.

નાવિકને ચિંતા થઇ કે મુસાફરોની ગભરાટના કારણે બોટ ડૂબી જશે.

જો ડુક્કર શાંત ન થાય, તો નિશ્ચિત બોટ ડૂબી જશે.

તેનો માલિક આ પરિસ્થિતિથી પરેશાન હતો, પરંતુ ડુક્કરને શાંત કરવાનો કોઈ માર્ગ શોધી શક્યો નહીં.

ગુજરાતીએ આ બધું જોયું અને મદદ કરવાનું નક્કી કર્યું.

તેણે કહ્યું: “જો તમે મંજૂરી આપો તો, હું ઘરના પાળેલા કુતરાની જેમ આ ડુક્કરને શાંત કરી શકું છું.”

તે માણસ તરત જ સંમત થયો.

ગુજરાતીએ બે મુસાફરોની મદદથી ડુક્કર ઉપાડીને નદીમાં ફેંકી દીધુ.

ડુક્કર ડુબવા લાગ્યુ અને જીવ બચાવવા માટે

જોરજોરથી તરવા લાગ્યુ.

તે હવે મરતુ હતુ અને તેની જીંદગી માટે લડતુ હતુ.

થોડા સમય પછી, ગુજરાતીએ ડુક્કરને બોટમાં પાછુ ખેંચી લીધુ.

હવે ડુક્કર એકદમ શાંત હતુ અને એક ખૂણામાં બેસી ગયુ.

પેલો માણસ અને બધા મુસાફરો ડુક્કરની બદલાયેલી વર્તણૂકથી આશ્ચર્યચકિત થઈ ગયા.

પેલા માણસે ગુજરાતીને પૂછ્યું: “પહેલા તો તે કુદાકૂદ કરી રહ્યુ હતુ. હવે તે પાલતુ કુતરાની જેમ બેઠુ છે. કેમ?”

ગુજરાતીએ કહ્યું: “જ્યા સુધી તકલીફનો જાત અનુભવ ન થાય, ત્યા સુધી બિજાની તકલીફ અનુભવાતી નથી.

પેલા આ ડુક્કર બોટમા હતુ ત્યારે એને પોતાની શક્તિનુ અભિમાન હતુ. પાણીની શક્તિ અને બોટની ઉપયોગીતા જાણતુ ન હતુ.

જ્યારે મેં આ ડુક્કરને પાણીમાં ફેંકી દીધું, ત્યારે તે પાણીની શક્તિ અને બોટની ઉપયોગિતાને સમજી ગયુ.”

(સાભાર : રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)